13

ભારતરત્ન લતા મંગેશકરજીનું દુઃખદ નિધન થયું છે. જેને લઇ સમગ્ર દેશ શોકાતૂર છે. પીએમ મોદી સહિતના દિગ્ગજોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. લતા દીદી પીએમ મોદીને પોતાના ભાઇ માનતા હતા. ત્યારે નરેન્દ્ર મોદી જ્યારે બીજી વખત પીએમ બન્યા હતા તે સમયે લતા મંગેશકરજીએ પીએમ મોદીના માતા હિરા બાને શુભેચ્છા આપતો પત્ર લખ્યો હતો. તેઓએ પત્રમાં લખ્યું હતું કે,
“ભગવાન શ્રી રામની કૃપાથી આપના સુપુત્ર અને મારા ભાઇ શ્રી નરેન્દ્ર મોદી ફરીવાર પ્રધાનમંત્રી બન્યા તે બદલ અનેક અનેક શુભકામના. બાદમાં તેઓ પત્રમાં વધુમાં લખ્યું હતું કે, આપના તેમજ શ્રી નરેન્દ્રભાઇના સાદગીપૂર્ણ જીવનને વંદન છે. શ્રી પ્રહલાદભાઇ, પંકજભાઇ તેમજ આપના સર્વ પરિવારને ખુબ-ખુબ શુભકામનાઓ.”
