Home » મોંઘવારીનો માર મધ્યમ વર્ગ પર વધુ
મોંઘવારીનો માર મધ્યમ વર્ગ પર વધુ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
49
મધ્યમવર્ગની સ્થિતિ “ન કહેવાય કે ન સહેવાય” જેવી હોય છે અને વધતી મોંઘવારી સતત મધ્યમવર્ગની મુંઝવણોમાં ઉમેરો કરતાં રહે છે…
મધ્યમવર્ગની મૂંઝવણનો અખંડદિવો!
આપણે ત્યાં કેટલાક ધાર્મિક સ્થળોએ “અખંડ દિવો” પ્રગટાવવામાં આવે છે. જેની જ્યોત સદાય જલતી રહે છે અને દિવ્યતાની અનૂભૂતિ આપતી રહે છે. આજે આ વાત સાવ જુદા સંદર્ભમાં યાદ કરવી છે. આપણા સમાજમાં આમ તો આર્થિક દ્રષ્ટિએ ઘણા વર્ગો પાડી શકાય પણ તેમાં મુખ્યત્વે 3 વર્ગોની શ્રેણી ચર્ચાય છે. એક ઉચ્ચ કે ધનિક વર્ગ બીજો મધ્યમ વર્ગ અને ત્રીજો ગરીબ વર્ગ.
હમણાં હમણાં દરેક વસ્તુઓના ભાવ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ગેસના બાટલાના ભાવ તો વધ્ય જ, પેટ્રોલ – ડિઝલના ભાવ વધવામાં છે. દુષ્કાળમાં અધિકમાસ સમાન રશિયા અને યુક્રેનના યુધ્ધે અનેક ચીજવસ્તુના પૂરવઠાની આવન જાવનને અસર પહોંચાડી છે. ખાદ્યપદાર્થોના, શાકભાજી ભાવો કે દવાઓની કિંમતો છેલ્લા ચાર મહિનામાં દોઢી થઇ ગઇ છે.
હવે મૂળ વાત ઉપર આવીએ. આમ તો મોંઘવારી વધતે ઓછે અંશે સૌને અસર કરે છે પણ સૌથી વધારે મુંઝાતો કોઇ વર્ગ હોય તો તે છે મધ્યમવર્ગ કારણકે મધ્યમ વર્ગનું નિશ્ચિત થયેલું જીવન ધોરણ બદલી શકાય તેમ હોતું નથી અને મોટે ભાગે તેની આવક સ્થિર હોય છે. કુટુંબમાં એક કે બે કમાનારી વ્યક્તિઓની નિશ્ચિત આવક ઉપર પરિવારના અન્ય સભ્યો જીવતા હોય છે. નોકરીયાત વર્ગના પગારમાં કોઇ મોટો ફેરફાર થતો નથી. આવા સંજોગોમાં મધ્યમવર્ગ ઘંટીના બે પડની વચ્ચે પીસાતો રહે છે.
ધનિક વર્ગને તો મોંઘવારીની આંશિક અસર થાય. ગરીબવર્ગમાં કમાનારની સંખ્યા વધારે અને પ્રમાણમાં જરૂરિયાતો ઓછી હોવાને કારણે વધતી મોંઘવારી સામે થોડે ઘણે અંશે લડાઇ આપી શકે પણ મધ્યમવર્ગની સ્થિતિ “ન કહેવાય કે ન સહેવાય” જેવી હોય છે અને તેથી જ વધતા ભાવો કે વધતી મોંઘવારી સતત મધ્યમવર્ગની મુંઝવણોમાં ઉમેરો કરતાં રહે છે…
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject