PMએ કાર્યકર્તાઓને ગણાવી પાર્ટીની વાસ્તવિક તાકાત
આ સાથે જ વડાપ્રધાને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે ‘તમામ મહેનતુ ગુજરાતના કાર્યકર્તાઓને હું કહેવા માંગુ છું તમે દરેક ચેમ્પિયન છો! આ ઐતિહાસિક જીત અમારા કાર્યકર્તાઓની અસાધારણ મહેનત વિના ક્યારેય શક્ય ના બનતી, જેઓ અમારી પાર્ટીની વાસ્તવિક તાકાત છે’
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી CM ભૂપેન્દ્રભાઈ પટેલનો જંગી લીડથી વિજય થયો છે. તેઓએ 1,92,000ની સરસાઈથી જીત મેળવી છે. CM ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના મતદારોનો સોશિયલ મીડિયા દ્વારા આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસની મહોર મારી ઐતિહાસિક વિજય અપાવવા બદલ રાજ્યના સૌ મતદારોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જનસેવાના સંકલ્પ સાથે અથાક પુરુષાર્થ કરનાર દેવદુર્લભ કાર્યકર્તાઓ અને પક્ષના શીર્ષસ્થ નેતૃત્વને હાર્દિક અભિનંદન પાઠવું છું.
આ પણ વાંચો : આ રહ્યા એ કારણો, જેનાથી 7મી વખત PM MODIએ ભાજપને અપાવી જીત