Home » ગંગા નદી વચ્ચે હોડીમાં થયો બ્લાસ્ટ, 4 લોકોના મોત, અનેક ઘાયલ
ગંગા નદી વચ્ચે હોડીમાં થયો બ્લાસ્ટ, 4 લોકોના મોત, અનેક ઘાયલ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
77
બિહારની રાજધાની પટનામાં શનિવારે બપોરે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. અહીં ગંગા નદીમાં પાણીની વચ્ચે હોડીમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત થઈ ગયા છે. આ ભયંકર દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. હોડી પર કુલ 20 જેટલા લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ પ્રશાસન ત્યાં પહોંચી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
કહેવાય છે કે, હોડી દ્વારા ગેરકાયદેસર રીતે રેતી એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવામાં આવતી હતી. આ દરમિયાન ખનન સાથે જોડાયેલ લોકો હોડી પર જ ખાવાનું બનાવી રહ્યા હતા. તે જ સમયે અચાનક ગેસ લીક થતાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયો. ઘટનાની જાણ થતાં ત્યાં પહોંચેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે.
સૂચના મળ્યા બાદ ઘટનાસ્થળ પર પહોંચેલા મરીન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ 4 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. આ ઘટનામાં કેટલાય સવારો ઘાયલ થયા હોવાની સૂચના પણ મળી છે. બાદમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. ઘાયલ લોકોનો હાલમાં કોઈ સત્તાવાર આંકડો સામે આવ્યો નથી.
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject