Download Apps
Home » Model Code of Conduct ના ચુસ્ત અમલીકરણની વ્યવસ્થા સુનિશ્ચિત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી

Model Code of Conduct ના ચુસ્ત અમલીકરણની વ્યવસ્થા સુનિશ્ચિત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી

Model Code of Conduct  : ભારતના ચૂંટણી પંચ (election commission of India) દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ (loksabha 2024) અંગેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તે દિવસથી જ આદર્શ આચારસંહિતા (Model Code of Conduct)  અમલમાં આવશે. રાજ્યમાં આદર્શ આચારસંહિતા (Model Code of Conduct)નું પાલન થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શનમાં રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ૪૬૦ થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની બદલી તથા ૧.૩૨ લાખથી વધુ બિન જામીનપાત્ર વોરન્ટની બજવણી સહિતના પગલાં લેવામાં આવ્યા છે.

રાજ્યકક્ષાએ ઉચ્ચ અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી

આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ દરમિયાન આદર્શ આચારસંહિતાનું સુચારૂ પાલન થાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં તથા રાજ્યકક્ષાએ ઉચ્ચ અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ તમામ અધિકારીને આદર્શ આચારસંહિતા અને તેને સંલગ્ન બાબતો તથા તેની અમલવારીની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત તાલીમ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત, મતદારો કોઈ ચોક્કસ બાબતોથી પ્રભાવિત ન થાય અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી બદલી અને નિમણૂંકની નીતિ અનુસાર ચૂંટણી પ્રક્રિયા સાથે સીધી રીતે સંકળાયેલા ૪૬૦ થી વધુ અધિકારીઓ તથા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા પોલીસ અધિક્ષકોને વિગતવાર સૂચનાઓ આપવામાં આવી

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આવશ્યક પગલાં લેવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા પોલીસ અધિક્ષકોને વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત દારૂના વેચાણ, પરવાનાવાળા હથિયારો ધારણ કરવા, હથિયારોના પરવાના આપવા, સોશિયલ મીડિયાના દૂરૂપયોગ, પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ-સ્માર્ટ ફોન લઈ જવા અને પ્રચારનો સમયગાળો પૂરો થયા પછી સંબંધિત લોકસભા મતવિસ્તાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓની હાજરી જેવી બાબતો પર પ્રતિબંધાત્મક પગલાં લેવા જણાવવામાં આવ્યું છે.

બે મહિનામાં ૧.૩૨ લાખથી વધુ બિન જામીનપાત્ર વોરન્ટની બજવણી કરવામાં આવી

સાથે સાથે પરવાનાવાળા હથિયારો તથા દારૂગોળાની હેરફેર અટકાવવા અને જપ્તિ સંબંધિત, જેલના કેદીઓ પર દેખરેખ અને ચૂંટણીલક્ષી ગુનાઓ પરત્વે હાથ ધરવાની કાર્યવાહી સહિતના કાયદો અને વ્યવસ્થાની જાળવણી સંબંધિત પગલાં ભરવા પણ જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા પોલીસ અધિક્ષકોને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યભરમાંથી છેલ્લા બે મહિનામાં ૧.૩૨ લાખથી વધુ બિન જામીનપાત્ર વોરન્ટની બજવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી જાહેર થાય તે તારીખથી રાજ્યભરમાં પરવાનાવાળા હથિયારો જમા કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.

આચારસંહિતાનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન થાય તેવી વ્યવસ્થા

રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય અને મતદારો નિર્ભય રહીને તથા કોઈપણ પ્રકારે પ્રભાવિત થયા વિના પોતાના મતાધિકારનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી થાય તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંગેના કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ અમલમાં આવનાર આદર્શ આચારસંહિતાનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન થાય તે માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ પણ વાંચો — Patan Lok Sabha—ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
By VIMAL PRAJAPATI
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
By Harsh Bhatt
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
By Harsh Bhatt
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
By Dhruv Parmar
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
By Aviraj Bagda
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે? ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો