Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : LCB પોલીસે છેતરપીંડીના ગુન્હામાં મહિલા સહિત બે આરોપીની કરી ધરપકડ

અહેવાલ -યશ ઉપાધ્યાય સાબરકાંઠા    crime : સાબરકાંઠા (Sabarkantha )જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લૂંટ, ધાડ અને છેતરપીંડીના( Raid And Treacher) ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા એક મહિલા સહિત અન્ય બે પુરુષોને સાબરકાંઠા LCBએ બાતમીને આધારે હિંમતનગર બસ સ્ટેન્ડ બહારથી ઝડપી...
sabarkantha   lcb પોલીસે છેતરપીંડીના ગુન્હામાં મહિલા સહિત બે આરોપીની કરી ધરપકડ
Advertisement

અહેવાલ -યશ ઉપાધ્યાય સાબરકાંઠા 

Advertisement

crime : સાબરકાંઠા (Sabarkantha )જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લૂંટ, ધાડ અને છેતરપીંડીના( Raid And Treacher) ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા એક મહિલા સહિત અન્ય બે પુરુષોને સાબરકાંઠા LCBએ બાતમીને આધારે હિંમતનગર બસ સ્ટેન્ડ બહારથી ઝડપી લઈને વધુ તપાસ માટે ખેડબ્રહ્મા અને હિંમતનગર બી-ડીવીઝન પોલીસને હવાલે કરાયા છે.

Advertisement

આ અંગે LCB ના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એક વર્ષ અગાઉ છેતરપીંડી, વિશ્વાસઘાત અને ધાડના ગુનામાં રમેશભાઈ વસ્તાભાઈ ગમાર (રહે.પઢારા, તા.ખેડબ્રહ્મા) તથા શંકરભાઈ કાળાભાઈ ખોખરીયા (રહે.બોરડી, તા.ખેડબ્રહ્મા) બે દિવસ અગાઉ હિંમતનગર બસ સ્ટેન્ડની બહાર ઉભા છે તેવી મળેલી બાતમી બાદ એલસીબીના પીઆઈ એ.જી.રાઠોડ તથા તેમના સ્ટાફ તપાસ કરીને બંનેને ઝડપી લીધા હતા ત્યારબાદ વધુ પુછપરછ કરતાં તેઓ બંને છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા હતા જેથી પોલીસે બંનેને ઝડપી લઈ તરતજ હિંમતનગર બી-ડીવીઝન પોલીસને હવાલે કર્યા હતા.

AAROPI

તેજ પ્રમાણે એલસીબીએ બાતમીને આધારે ખેડબ્રહ્મા-પઢારા સ્ટેન્ડ પાસે છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલા તારાબેન પોપટભાઈ ડાભી ને શકને આધારે ઝડપી લઈ પુછપરછ કરતાં તારાબેન વિરૂધ્ધ એક વર્ષ અગાઉ છેતરપીંડી, વિશ્વાસઘાત અને ધાડના ગુનામાં નોંધાયેલી ફરીયાદને આધારે તેણીને ઝડપી લેવામાં આવ્યા હતા અને વધુ તપાસ માટે ખેડબ્રહ્મા પોલીસને હવાલે કરાયા હતા.

આ  પણ  વાંચો - Holi Special Train : હોળી નિમિત્તે પશ્ચિમ રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન

આ  પણ  વાંચો - Bandh announced : વળતર ચુકવવા મામલે આજે વડાલમાં બંધનું એલાન

આ  પણ  વાંચો - VADODARA : પદ્માવતી શોપીંગ સેન્ટરના વેપારીઓનો વિરોધ, વૈકલ્પિક વ્યવસ્થા પહેલા તૈયાર કરવા માંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×