Download Apps
Home » VADODARA : અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર કાર “મોત”ની સ્પીડે દોડી

VADODARA : અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર કાર “મોત”ની સ્પીડે દોડી

VADODARA : વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ (AKOTA-DANDIA BAZAR BRIDGE) પર કાર મોતની સ્પીડે દોડી બે એક્ટીવાને અડફેટે લીધા છે. ઘટના મોડી રાત્રે એક વાગ્યે ઘટી હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યું છે. તો બીજી તરફ યુવતિ સહિત ત્રણ ગંભીર ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. મોડી રાત્રે બનેલી ઘટનાને લઇને અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર જોખની રીતે દોડતા વાહનો પર લગામ કસવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું સામે આવવા પામ્યું છે.

અકસ્માત બાદ એરબેગ ખુલી ગઇ

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ગત રાત્રે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર કાર અકસ્માતની ગમખ્વાર ઘટના સામે આવી છે. જેમાં કાર ચાલકે મોતની સ્પીડે આવીને બે એક્ટીવાને અડફેટે લીધા છે. સમગ્ર ઘટનામાં કાર એટલી સ્પીડે હતી કે અકસ્માત બાદ એરબેગ ખુલી ગઇ હતી. કારમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. જે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ અકસ્માતમાં એક આકાશ નામના યુવકનું મોત નિપજ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અને તે એમબીએ ભણતો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા

અકસ્માતની ઘટનામાં બે એક્ટીવાનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. એક યુવતિ સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઇને ડીસીપી લીના પાટીલ સહિતના પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.  ઘટનામાં કાર ચાલક યુવકની અટકાયત કરવામાં આવી છે.  સમગ્ર ઘટનાને લઇને અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર ઝડપની મજા માણી અન્યના જીવને જોખમ ઉભુ કરનારા તત્વો પર લગામ સવા માટે પોલીસે વધુ મહેનત કરવી પડશે તેવો ગણગણાટ થઇ રહ્યો છે.

કાર ચાલકે બે એક્ટીવાને અડફેટે લઇને અકસ્માત સર્જ્યો

સમગ્ર ઘટનાને લઇને ACP જણાવે છે કે, કાર ચાલકે બે એક્ટીવાને અડફેટે લઇને અકસ્માત સર્જ્યો છે. એક શખ્સનું મોત નિપજ્યું છે. વાહન ચાલક નશાની હાલતમાં હતો કે નહિ તેની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો — Chhotaudepur : શિક્ષકોને પુરવણી બિલની ચુકવણીમાં રૂ. 50 લાખનું મસમોટું કૌભાંડ ! તપાસનો ઘમઘમાટ શરૂ

‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
આ 35 વર્ષીય અભિનેત્રીએ પૂલમાં માણી ગરમીની મજા…
આ 35 વર્ષીય અભિનેત્રીએ પૂલમાં માણી ગરમીની મજા…
By Dhruv Parmar
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
By Aviraj Bagda
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
By VIMAL PRAJAPATI
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
By Aviraj Bagda
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
By Harsh Bhatt
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક આ 35 વર્ષીય અભિનેત્રીએ પૂલમાં માણી ગરમીની મજા… ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે? ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ