Download Apps
Home » દરજીપુરા એરફોર્સ પાસે અકસ્માતમાં 10ના મોત, ઇજાગ્રસ્તોમાં મોટાભાગના મજૂર વર્ગના લોકો

દરજીપુરા એરફોર્સ પાસે અકસ્માતમાં 10ના મોત, ઇજાગ્રસ્તોમાં મોટાભાગના મજૂર વર્ગના લોકો

વડોદરાના (Vadodara) દરજીપુરા એરફોર્સ પાસે છકડો અને કન્ટેનર વચ્ચે આજે અકસ્માતમાં (Accident) સર્જાયો છે. કન્ટેનર ટ્રક નીચે દબાઈ જવાથી અત્યાર સુધીમાં 4 મહિલાઓ અને બે બાળકો સહિત કુલ 10 લોકોના મોત થયાં છે. અકસ્માતના બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠાં થયા હતા અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
સરકારે મદદની કરી જાહેરાત
વડોદરામાં બનેલી ઘટનામાં સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી છે. આ અંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, વડોદરા નજીક દરજીપુરા એરફોર્સ સ્ટેશન પાસે થયેલ કરુણ અકસ્માતની ઘટનાથી વ્યથિત છું. અકસ્માતમાં જાન ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય આપશે.

મૃતકઆંક 10 થયો
અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. શરૂઆતમાં 6 લોકોના મોત થયાંની વિગત સામે આવી હતી બાદમાં ફાયર બ્રિગેડ અને એરફોર્સ ના જવાનો પણ કામે લાગ્યા અને છકડાના પતરા કાપીને મૃતકને બહાર કાઢ્યા હતા. જે બાદ મૃતક આંક વધીને 10 થયો હતો અને આ મૃતકઆંકે વધે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલાની યાદી :
  • રાકેશ બાકેબિહારી મિશ્રા (ઉ.વ.50, રહે. હરિભક્તિની ચાલી, સલટવાડા, વડોદરા)
  • વિરપાલસિંહ ઉર્ફે સંદિપ ચાવડા (રહે. દંતેશ્વર, વડોદરા-છકડા ચાલક)
  • જુવાનસિંહ બારીયા (રહે. વાંદરા, દેવગઢબરીયા)
  • સવિતાબેન બારીયા (રહે. વાંદરા, દેવગઢબરીયા)
  • ઇન્દ્રસિંહ ગોહિલ (રહે. જબુગામ, પાવીજેતપુર)
બાકીના પાંચ મૃતદેહોની ઓળખ બાકી છે…

અધિકારી અને પદાધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા
ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર સાબદું બન્યું હતું અને વડોદરા જિલ્લા કલેક્ટર એ.બી.ગોર, સંયુક્ત પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા અને શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનોને મળી શહેર પ્રમુખે સાંત્વના પાઠવી ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તે માટે સુચના અપવામાં આવી છે. મૃતકો, ઇજાગ્રસ્તોમાં મોટાભાગનાં મજુર વર્ગનાં લોકો છે અને તેઓ વડોદરાના સોમાતલાવ વિસ્તારનાં રહીશો હોવાનું સામે આવ્યું છે.
સારવાર માટે સુચના, સહાય માટે રજુઆત થશે
બનાવ અંગે જિલ્લા કલેક્ટર એ.બી.ગોરે જણાવ્યું કે, ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તે માટે સુચના આપી દેવામાં આવી છે. અન્ય વાહનને બચાવવા જતાં ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો અને આ અકસ્માત સર્જાયો છે. જ્યારે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે જણાવ્યું કે, મૃતકોનાં પરિજનો અને ઇજાગ્રસ્તોને સહાય મામલે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરાશે.
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
By Aviraj Bagda
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
By VIMAL PRAJAPATI
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
By Aviraj Bagda
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
By Harsh Bhatt
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
By VIMAL PRAJAPATI
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
By Hardik Shah
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે? ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો