Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુપી વિધાનસભા ચૂંટણીનો પાંચમો તબક્કો, પાંચ વાગ્યા સુધીમાં 53.98 ટકા મતદાન

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે 61 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. આ તબક્કામાં અમેઠી, રાયબરેલી, સુલતાનપુર, ચિત્રકૂટ, પ્રતાપગઢ, કૌશાંબી, પ્રયાગરાજ, બારાબંકી, અયોધ્યા, બહરાઇચ અને શ્ડારાવમાં 14,030 મતદાન મથકો પર 25,995 મતદાન કેન્દ્રો પર સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.આ  તબક્કામાં 2.25 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1.20 કરોડ પુરૂષ અને 1.05 કરોડ મહિલા અને 1727 ત્ર
યુપી વિધાનસભા ચૂંટણીનો પાંચમો તબક્કો  પાંચ વાગ્યા સુધીમાં 53 98 ટકા મતદાન
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે 61 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. આ તબક્કામાં અમેઠી, રાયબરેલી, સુલતાનપુર, ચિત્રકૂટ, પ્રતાપગઢ, કૌશાંબી, પ્રયાગરાજ, બારાબંકી, અયોધ્યા, બહરાઇચ અને શ્ડારાવમાં 14,030 મતદાન મથકો પર 25,995 મતદાન કેન્દ્રો પર સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.
આ  તબક્કામાં 2.25 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1.20 કરોડ પુરૂષ અને 1.05 કરોડ મહિલા અને 1727 ત્રીજા લિંગના મતદારો છે. 560 આદર્શ મતદાન મથકો અને 171 મહિલા કર્મચારી મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.
693 ઉમેદવારો મેદાને 
આજે મતદારો નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, MSME મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદી, સમાજ કલ્યાણ મંત્રી રમાપતિ શાસ્ત્રી, ગ્રામીણ વિકાસ મંત્રી રાજેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે મોતી સિંહ અને જનસત્તા દળ ડેમોક્રેટિક પ્રમુખ રઘુરાજ પ્રતાપ સિંહ સહિતના રાજકીય નેતાઓનું ભવિષ્ય નક્કી કરશે .પાંચમા તબક્કામાં 693 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 90 મહિલા ઉમેદવારો છે.
25,995 મતદાન મથકો પર મતદાન 
આ તબક્કામાં અમેઠી, રાયબરેલી, સુલતાનપુર, ચિત્રકૂટ, પ્રતાપગઢ, કૌશામ્બી, પ્રયાગરાજ, બારાબંકી, અયોધ્યા, બહરાઈચ, શ્રાવસ્તી અને જીમાં 14,030 મતદાન મથકો પર 25,995 મતદાન કેન્દ્રો પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. મતદાન શરૂ થઈ ગયું છે.
50 ટકા મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ
50 ટકા મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદાન મથક પર અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણી માટે 6348 ભારે વાહનો, 6630 હળવા વાહનો અને 1,14,089 મતદાન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મતદાન માટે 25,995 મતદાન મથકો પર EVM અને VVPAT મશીનો સાથે પૂરતી સંખ્યામાં અનામત EVM અને VVPAT મશીનો ગોઠવવામાં આવ્યા છે.
  • સવારે 9 વાગ્યા સુધીમાં 8.02 ટકા મતદાન 
  • સવારે 11 વાગ્યા સુધીમાં 23.39 ટકા મતદાન
  • 1 વાગ્યા સુધીમાં 34.83 ટકા મતદાન
  • 3 વાગ્યા સુધીમાં 46.28 ટકા મતદાન
  • 5 વાગયા સુધીમાં 53.98 ટકા મતદાન
Advertisement
Tags :
Advertisement

.