Download Apps
Home » Hitler-યે ભી કોઈ હિટલર(Hitler) કા હૈ ચેલા

Hitler-યે ભી કોઈ હિટલર(Hitler) કા હૈ ચેલા

Hitler અને Hitlerism-હિટલરશાહી આજકાલ નરેન્દ્ર મોદી સરકાર માટે કોંગ્રેસ દ્વારા વારંવાર પ્રયોજાય છે. સત્તાનો નશો વિચિત્ર હોય છે પણ ખરેખરજે બન્યું એવો એક પ્રસંગ આજે વાંચીએ. 

મજરૂહ મૂળે ડાબેરી. એમણે વડાપ્રધાન નહેરુને ‘બિગડા હુઆ હિટલર’ કહી દીધું. બસ, ટીકા સહન ન કરનાર નહેર્રુએ  તત્કાલીન મુંબઈના ગવર્નર મોરારજી દેસાઈને મજરુહ સામે કાયદાકીય પગલાં લેવા આદેશ કર્યો.

મજરૂહ સુલતાનપુરીની તાત્કાલિક અરેસ્ટ

મોરારજી દેસાઈએ તરત મજરૂહ સુલતાનપુરીની અરેસ્ટનો ઑર્ડર આપ્યો અને એ ઑર્ડરના આધારે મજરૂહસાહેબની રાતે અગિયાર વાગ્યે તેમના મુંબઈના ઘરેથી અરેસ્ટ કરવામાં આવી. મજરૂહ સુલતાનપુરી તો એને માટે માનસિક તૈયાર હતા. તેઓ તો પોલીસ સાથે આર્થર રોડ પહોંચી ગયા.

‘અનહોની પથ મેં કાટેં લાખ બિછાએ

હોની તો ફિર ભી બિછડા યાર મિલાએ

યે બિરહા યે દૂરી, 

દો પલ કી મજબૂરી 

ફિર કોઈ દિલવાલા કાહે કો ઘબરાયે

તરમ્પમ ધારા, તો બહતી હૈ

બહકે રહતી હૈ

બહતી ધારા બન જા,

ફિર દુનિયા સે ડોલ…’ 

કોણ હોય એવું જેને ફિલ્મ ‘ધરમ કરમ’નું આ સૉન્ગ યાદ ન હોય?

મુકેશ, આર. ડી. બર્મન અને મજરૂહ સુલતાનપુરીના ત્રિવેણી સંગમ સમાન આ સૉન્ગની જે તાકાત છે એ માણવી હોય તો એ માત્ર અને માત્ર રાતના અંધકારમાં અને એ પણ લૉન્ગ ડ્રાઇવ દરમ્યાન અનુભવી શકાય. જો તમને મારી વાત પર શંકા હોય તો પ્લીઝ, અત્યારે જ અટકી જાઓ અને પહેલાં ‘ધરમ કરમ’ના આ સૉન્ગનો અનુભવ કરી આવો.

જે કામ આપણાં ધાર્મિક શાસ્ત્રો કરી શકે છે, જે તાકાત આપણાં ધાર્મિક શાસ્ત્રોમાં છે એવી જ તાકાત મજરૂહસાહેબે લખેલા આ સૉન્ગમાં છે અને એનું એક કારણ પણ છે.

મજરૂહના  ઘેર આર્થિક તંગી 

મજરૂહ સુલતાનપુરીએ આ સૉન્ગ આર્થર રોડ જેલમાં લખ્યું હતું. હા, તમે બરાબર વાંચ્યું, આર્થર રોડ જેલમાં. આ સૉન્ગ લખવા પાછળ તેમની કોઈ મકસદ, હેતુ કે સ્પેસિફિક ઇન્ટેન્શન નહોતું. બસ, એ લખવાનું હતું માત્ર અને માત્ર મનની ભડાસ કાઢવા માટે અને દોસ્તને પોતાના મનની વાત કરવા માટે અને એ લખવાનું જેમણે સૂચન કર્યું હતું એ બીજું કોઈ નહીં, પણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ધ ગ્રેટ શોમૅન રાજ કપૂર હતા. એ સમયે તો રાજ કપૂરે એવું જ કહ્યું હતું કે ‘તું અહીં જેલમાં એમ જ બેઠો છે તો મારા માટે કંઈક એવું લખ, જે વાંચીને મને એમ થાય કે એ વાતને હું આખી જિંદગી મારી સાથે રાખું……અને મજરૂહ સુલતાનપુરીએ આ ગીત લખ્યું.

પચીસ વર્ષ પછી એ ગીત ફિલ્મમાં વપરાયું 

ફિલ્મ ગીતના સ્વરૂપમાં પણ એ નહોતું, જે તમારે ચેક કરવું હોય તો તમે આ સૉન્ગને એક વાર વાંચશો તો તમને સમજાશે કે એમાં મીટર ઉમેરવા માટે ‘તરમપં’ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. શું કામ આ શબ્દ ઉમેરવામાં આવ્યો અને શું કામ આ રચના લખાયાનાં ઑલમોસ્ટ પચીસ વર્ષ પછી વાપરવામાં આવી એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત જાણવા જેવી છે, પણ એ પહેલાં ફરી એક વાર એનું મુખડું વાંચી લો, ખરેખર ખરા અર્થમાં દિલને શુકૂન મળશે…

‘એક દિન બિક જાએગા માટી કે મોલ,

જગ મેં રહ જાએંગે પ્યારે તેરે બોલ…

દૂજોં કે હોઠોં કો દેકર અપને ગીત

કોઈ નિશાની છોડ, ફિર દુનિયા સે ડોલ…’

બન્યું એમાં એવું કે મજરૂહ સુલતાનપુરીએ કામદારોના વેતનનો પક્ષ લઈને વર્કર્સની મીટિંગમાં જઈને પ્રવચન આપવાનું શરૂ કર્યું. મજરૂહસાહેબ દૂર-દૂર સુધી ક્યાંય કોઈના પરમપૂજ્ય પિતાશ્રીથી ડરે નહીં. જો તમને ખબર ન હોય તો કહેવાનું કે મૂળ તેઓ શાયર, ગીતકાર તો વર્ષો પછી બન્યા.

કૉન્ગ્રેસ અને કૉન્ગ્રેસી નેતાઓ કયા સ્તરની જાડી ચામડીના છે?

રોજમદારોની મીટિંગમાં જનારા મજરૂહસાહેબે એક વખત એક જાહેર સભામાં એક કવિતા કહી, જે કવિતા જવાહરલાલ નેહરુની વિરુદ્ધમાં હતી. મુંબઈની એ જાહેર સભામાં બોલાયેલી કવિતાના પડઘા છેક દિલ્હીમાં પડ્યા.

કૉન્ગ્રેસ અને કૉન્ગ્રેસી નેતાઓ કયા સ્તરની જાડી ચામડીના છે અને તેમને પોતાની સત્તા હસ્તગત કરી રાખવા સિવાય બીજી કોઈ વાતમાં રસ નથી એવું પૂરવાર કરતી એ કવિતાને કારણે દેશભરમાં દેકારો બોલી ગયો હતો. અંગ્રેજી અખબારોએ પણ મજરૂહસાહેબની એ કવિતાને પહેલા પાના પર હિન્દી લિપિમાં છાપી અને Hitlerનો ઉલ્લેખ ખાસ હાઇલાઇટ કરાયો અને દિલ્હીમાં બેઠેલી નેહરુ સરકારે મુંબઈ સરકારને આદેશ આપ્યો કે મજરૂહસાહેબ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.

મન મેં ઝહર ડૉલર કે બસા કે,ફિરતી હૈ ભારત કી અહિંસા

વાત આગળ વધારતાં પહેલાં મજરૂહ સુલતાનપુરીએ જવાહરલાલ નેહરુ અને કૉન્ગ્રેસ સરકારની નીતિના વિરોધમાં જે કવિતા કહી હતી એ વાંચી લો.

મન મેં ઝહર ડૉલર કે બસા કે,

ફિરતી હૈ ભારત કી અહિંસા

ખાદી કી કેંચુલ કો પહનકર,

યે કેંચુલ લહરાને ન પાએ

અમન કા ઝંડા ઇસ ધરતી પર,

કિસને કહા લહરાને ન પાએ

યે ભી કોઈ હિટલર-Hitler કા હૈ ચેલા,

માર લો સાથી જાને ન પાએ

કૉમનવેલ્થ કા દાસ હૈ નેહરુ,

માર લો સાથી જાને ન પાએ

મુંબઈ રાજ્યના ગવર્નરને મજરૂહ સુલતાનપુરી પાસે માફી મગાવવાનો આદેશ

નેહરુને હિટલર અને દાસ કહ્યા એ વાત જવાહરલાલ નેહરુથી સહન ન થઈ એટલે તેમણે તરત જ મુંબઈ રાજ્યના ગવર્નરને મજરૂહ સુલતાનપુરી પાસે માફી મગાવવાનો આદેશ આપ્યો. મોરારજી દેસાઈ એ સમયે મુંબઈના ગવર્નર હતા. દિલ્હીથી ઑર્ડર આવ્યો એટલે તરત તેમણે ઍક્શન લીધી, પણ મજરૂહ સુલતાનપુરીએ માફી માગવાની ના પાડી દીધી, કહી દીધું, ‘મારા મનમાં હતું એ મેં કહ્યું છે અને એમાં ક્યાંય અસત્ય નથી.’

મોરારજી દેસાઈએ તરત મજરૂહ સુલતાનપુરીની અરેસ્ટનો ઑર્ડર આપ્યો અને એ ઑર્ડરના આધારે મજરૂહસાહેબની રાતે ૧૧ વાગ્યે તેમના મુંબઈના ઘરેથી અરેસ્ટ કરવામાં આવી. મજરૂહ સુલતાનપુરી તો એને માટે માનસિક રીતે તૈયાર હતા. તેઓ તો પોલીસ સાથે રવાના થઈ ગયા.

તેમને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા. સમય પસાર થતો ગયો. શરૂઆતમાં દરરોજ અને પછી દર અઠવાડિયે તેમને કહેવામાં આવે કે માફી માગી લો એટલે તમને છોડી દઈએ, પણ મજરૂહ સુલતાનપુરી એકના બે ન થયા અને માફી માટે રાજી ન થયા એટલે તેમનો જેલવાસ લંબાતો ગયો.

મજરુહને માફી માગવા સમજાવવા બોલિવૂડના માંધાતાઓ એ સમજાવ્યા 

અઠવાડિયા, બે અઠવાડિયાંની જે વાત લાગતી હતી એ વાત લંબાઈને છેક વર્ષ સુધી પહોંચી ગઈ, પણ મજરૂહસાહેબ માફી માટે રાજી થાય નહીં. એક તબક્કો તો એવો આવી ગયો કે મજરૂહ સુલતાનપુરી માફી માગી લે એ માટે તેમના હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે મિત્રો હતા તેમના પર પણ પ્રેશર કરવામાં આવ્યું. એ લોકો પણ આર્થર રોડ જેલ આવીને મજરૂહ સુલતાનપુરીને સમજાવી ગયા, પણ ના, મજરૂહસાહેબ પોતાની જીદ પર અડગ રહ્યા. આ બાજુ, તેમની ફૅમિલીની હાલત ખરાબ થવાની શરૂઆત થઈ ગઈ હતી.

ઘરમાં એકમાત્ર મજરૂહ સુલતાનપુરીની આવક અને તેઓ જેલમાં હોય એટલે ઘરમાં એક પૈસો પણ આવે નહીં. કરવું શું?

રાજ કપૂરને મજરૂહ સુલતાનપુરીના ઘરની હાલતની ખબર પડી એટલે તેઓ ગયા તેમના ઘરે અને ઘરે કૅશ પૈસાની મદદ કરી, પણ ઘરેથી પૈસા લેવાની ના પાડી દેવામાં આવી! કહ્યું કે એક વખત તમે મજરૂહ સુલતાનપુરીને મળી લો, જો તેમની હા હોય તો જ અમે આ આર્થિક મદદ લઈએ,

રાજક્પુરે સમજાવ્યું કે આ મદદ નથી એમણે લખેલા ગીતની રોયલ્ટી છે ત્યારે એમના ઘરવાળાએ એ રકમ લીધી.

આજે મજરુહનું એક ગીત યાદ આવે જિન્હેં નાઝ હૈ હિન્દ પર વોહ કહાં  હૈ?

આ પણ વાંચો Mysterious-પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટ

30 દિવસમાં દુનિયાભરમાં બની 11 અજીવ ઘટનાઓ
30 દિવસમાં દુનિયાભરમાં બની 11 અજીવ ઘટનાઓ
By VIMAL PRAJAPATI
શું તમે પગંલ પર બેસીને ખાઓ છો? જો હા, તો થઈ જાઓ સાવધાન!
શું તમે પગંલ પર બેસીને ખાઓ છો? જો હા, તો થઈ જાઓ સાવધાન!
By VIMAL PRAJAPATI
ભારત જ નહીં પાકિસ્તાન અને અમેરિકામાં પણ ખવાય છે PARLE-G, જાણો તેની રોચક વાતો
ભારત જ નહીં પાકિસ્તાન અને અમેરિકામાં પણ ખવાય છે PARLE-G, જાણો તેની રોચક વાતો
By Harsh Bhatt
સોફિયા અંસારીએ પોતાના સેક્સી ફિગરને ફ્લોન્ટ કર્યું
સોફિયા અંસારીએ પોતાના સેક્સી ફિગરને ફ્લોન્ટ કર્યું
By Hardik Shah
7 મે ના રોજ આવતી શનિ જયંતીમાં ભૂલથી પણ ન કરતાં આ ભૂલ!
7 મે ના રોજ આવતી શનિ જયંતીમાં ભૂલથી પણ ન કરતાં આ ભૂલ!
By Harsh Bhatt
CSK ને ચીયર કરતી આ સુંદર યુવતી કોણ છે ?
CSK ને ચીયર કરતી આ સુંદર યુવતી કોણ છે ?
By Hardik Shah
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
30 દિવસમાં દુનિયાભરમાં બની 11 અજીવ ઘટનાઓ શું તમે પગંલ પર બેસીને ખાઓ છો? જો હા, તો થઈ જાઓ સાવધાન! ભારત જ નહીં પાકિસ્તાન અને અમેરિકામાં પણ ખવાય છે PARLE-G, જાણો તેની રોચક વાતો સોફિયા અંસારીએ પોતાના સેક્સી ફિગરને ફ્લોન્ટ કર્યું 7 મે ના રોજ આવતી શનિ જયંતીમાં ભૂલથી પણ ન કરતાં આ ભૂલ! CSK ને ચીયર કરતી આ સુંદર યુવતી કોણ છે ? તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ