Home » ‘તને બીજાની નહીં થવા દઉં, બીજે લગ્ન કર્યા તો જાનથી મારી નાખીશ’ : યુવતીને ધમકી
‘તને બીજાની નહીં થવા દઉં, બીજે લગ્ન કર્યા તો જાનથી મારી નાખીશ’ : યુવતીને ધમકી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
203
અહેવાલ—વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલ ( Gondal)માં યુવતીને ધમકી આપનારા યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. પૂર્વ પ્રેમિકાની બીજે સગાઈ થઈ જતા પાટીદડના અજય મકવાણાએ બન્નેના જુના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તને બીજાની નહીં થવા દઉં, બીજે લગ્ન કર્યા તો જાનથી મારી નખીશ તેમ ફોન પર વાત કરી યુવતીને ધમકી આપતા ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે.
23 વર્ષીય યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, હું મારા માતા, મારા ભાઇ – બહેન એમ પરિવાર સાથે રહું છું. મારા પિતા આશરે પંદરેક વર્ષ પહેલા અવસાન પામ્યા છે. આશરે ત્રણેક વર્ષ પહેલા હું ગોંડલમાં ખરીદી કરવા માટે આવતી હતી અને ત્યારે ગોંડલ બસ સ્ટેન્ડમાં પાટીદડના અજય મકવાણા સાથે મારો સંપર્ક થયો હતો. અમારા બંને વચ્ચે ફોનમાં વાતચીત થતા અમારા બંને વચ્ચે પ્રેમ સંબધ બંધાયેલ હતો.
અજય મકવાણા કાંઇ કામ ધંધો કરતો ન હોય અને રખડતો હોય જેથી મેં છેલ્લા એક વર્ષથી સંબધ તોડી નાખેલ. આ પછી મારી સાથે લગ્ન કરવા મને અવાર નવાર ફોન કરી કહેતો હતો. આ દરમિયાન મારી સગાઇ રાજકોટના યુવાન સાથે થઈ. જેની જાણ અજયને થતા તા.3/7/2023 ના રોજ સાંજના સાડા આઠેક વાગ્યે હું મારા ઘરે હાજર હતી ત્યારે મને મારા મોબાઇલ નંબર ઉપર ફોન આવેલ અને મને કહેલ કે, અજય મકવાણા બોલું છું.
આપણા બંને વચ્ચે પ્રેમ સંબધ છે તો તે કેમ બીજે સગાઇ કરી? તેમ કહી મને જેમ ફાવે તેમ અપશબ્દો બોલવા લાગેલ અને મને કહેવા લાગેલ કે, આપણા વચ્ચે જે પ્રેમ સંબંધ હતા તેના ફોટા મારી પાસે પડેલ છે. જો તું બીજે લગ્ન કરીશ તો હુ તારા ફોટા વાયરલ કરી દઇશ. તને બીજાની નહીં થવા દઉં અને તને મારી નાખીશ. તેવી ધમકી આપી હતી. વધુમાં યુવતીએ જણાવ્યું કે, આ અંગેની વાત મેં મારા માતા તથા મારા માસાને કરેલ. જે પછી અમે વકીલ પાસે અરજી તૈયાર કરાવડાવી રાજકોટ એસપીને મોકલી હતી. જે પછી ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject