અહેવાલ- ભાવેશ ઠાકર
ઉના શહેરમાં ગાયત્રી સોસાયટીમાં એ.સી.ગ્રૂપ આયોજીત ભૂતડા દાદા ગરબી મંડળનું મહીલા સંચાલિત નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં છઠા નોરતે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના અભિનેતા સોઢીએ હાજરી આપી હતી.જેથી તેને નિહાળવા માટે હજારની સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં.
સોઢીનું ગીર સોમનાથ તેમજ જુનાગઢ જિલ્લા કોળી સેનાનાં મહિલા પ્રમુખ દિપાબેન બાંભણીયા, મનોજભાઈ બાંભણીયા, અને મહેકભાઇ બાંભણીયાનાં દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.અને તારક મહેતાના અભિનેતા સોઢીએ માતાજીના ગરબે રમી ધન્યતા અનુભવી હતી.સોઢીને નિહાળવા શહેર અને તાલુકાભરમાંથી હજારની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.અને આ ગરબી મંડળ મહીલા સંચાલીત હોય. જેથી તારક મહેતાના અભિનેતા સોઢીએ નારી શકિતનું એક ઉદાહરણ પૂરું પાડયું હતું.સાથે જ લોકોએ સોઢી સાથે સેલ્ફી પણ લીધી હતી.
આ પણ વાંચો – Nadiad : ‘9 દિવસમાં પણ સેટિંગ ન કરી શક્યા તો ખાલી ગરબા રમ્યા’
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.