Home » જાહ્નવી કપૂરના બર્થડે પર બોની કપૂરે પોતાની લાડકીની ખૂબી બતાવી કહ્યું -આવી જ રહેજે.
જાહ્નવી કપૂરના બર્થડે પર બોની કપૂરે પોતાની લાડકીની ખૂબી બતાવી કહ્યું -આવી જ રહેજે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
88
આજે 6 માર્ચે બોની કપૂર અને શ્રીદેવીની મોટી દીકરી જ્હાન્વીનો જન્મદિવસ છે. તેના જન્મ દિવસ પર તેના પિતા બોની કપૂરે તેના બાળપણની તસવીર પોસ્ટ કરી અને દીકરીની ખૂબીઓ જણાવી. આ પોસ્ટ પર તેની કાકી મહિપ કપૂર, મનીષ મલ્હોત્રા સહિત પરિવારના લોકોએ પ્રેમ વ્યક્ત કર્યો છે. બોનીના ફોલોઅર્સે પણ જાહ્નવીને શુભેચ્છાઓ પાઠવી છે. નાની બહેન ખુશીએ પણ તેના માટે એક સુંદર પોસ્ટ કરી છે . ખુશીએ જ્હાનવીના બાળપણનો ફોટો શેર કર્યો છે.
જાહ્નવીએ તેના બર્થડે પહેલા જ્હાન્વીનું ગ્લેમરસ ફોટોશૂટ પણ સોશિયલ મિડિયા પર ઘણું વાયરલ થયું છે. જેમાં તેના હાથનું ટેટૂ પણ ચર્ચામાં આવ્યું છે, જે તેની માતાના હસ્તાક્ષરમાં છે.આજે કરોડો લોકો જ્હાન્વી કપૂરના બોલ્ડ લુકના દીવાના છે. જાહ્નવી કપૂર આજે તેનો 25મો જન્મદિવસ ઉજવી રહી છે અને તાજેતરમાં તેણે પાપારાઝી સાથે કેક પણ કાપી હતી. ફિલ્મ ‘ધડક’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરનાર જ્હાનવી કપૂર આજે હિન્દી ફિલ્મોનું ગૌરવ માનવામાં આવે છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તે બરાબર હિન્દી પણ બોલી શકતી નહોતી.
બોનીએ વહાલ ભર્યો સંદેશ લખ્યો
બોની કપૂરે જ્હાન્વીના બાળપણની એક તસવીર સાથે લખ્યું છે કે, અમારા જીવનની ખુશી, તું જેવી છે તેવી જ રહેજે, સરળ, ડાઉન ટુ અર્થ, દરેકનો આદર કરનાર, હૂંફ આપનાર, આ બધા તારા ગુણો છે જે તને સિતારાઓ કરતાં પણ આગળ લઈ જશે. જન્મદિવસની શુભેચ્છા બેટા.’ બોનીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વધુ એક ફોટો શેર કર્યો છે.
જાહ્નવી સાથેનો ફોટો શેર કરતા ખુશીએ લખ્યું, ‘મારું સર્વેસ્વ તું છે, તને જન્મદિવસની શુભેચ્છા. મનીષ મલ્હોત્રાએ પણ જાહ્નવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જાહ્નવી શ્રીદેવીની ખૂબ નજીક હતી જ્યારે ખુશી તેના પિતા બોનીની વધુ નજીક છે. જાહ્નવીના જન્મદિવસ પર, શ્રીદેવી તેના બર્થ ડે પર તેના બાળપણની તસવીરો સાથે ક્યૂટ મેસેજ પોસ્ટ કરતી હતી.જ્હાન્વી કપૂર મીડિયા સાથેની વાતચીતમાં એવું હિન્દી બોલી, જેના પર તેની માતા શ્રી દેવીએ જ્હાનવી કપૂરની મજા લીધી હતી.
ત્યારથી, જ્હાન્વી કપૂરે ખૂબ જ ગ્રુમિંગ કર્યું છે અને તેના દેખાવ ઉપરાંત, તેણીએ તેના હિન્દી અને અન્ય વસ્તુઓ પર પણ સખત મહેનત કરી છે. જ્હાનવી કપૂરની માતા શ્રીદેવીનું બૉલીવુડ ડેબ્યુ પહેલા જ અવસાન થયું હતું. તે જાણીતું છે કે વર્ષ 2018 માં બાથટબમાં ડૂબી જવાથી શ્રીદેવીનું મૃત્યુ થયું હતું.
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject