Home » સોનમ કપૂરની બેબી બમ્પ તસવીરો જોઈને પોતાની જાતને રોકી ન શકી આ અભિનેત્રી
સોનમ કપૂરની બેબી બમ્પ તસવીરો જોઈને પોતાની જાતને રોકી ન શકી આ અભિનેત્રી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
69
સોનમ કપૂરની પ્રેગ્નન્સીના સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ છવાઈ ગયો હતો. બોલિવૂડ સેલિબ્રિટીઝ સોનમ અને આનંદને તેમની નવી સફર માટે સતત અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન જ્હાન્વી કપૂરની કમેન્ટ વાયરલ થઈ રહી છે.સોનમ કપૂર અને આનંદ આહુજા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આ બંનેનું પહેલું બાળક છે. સોનમ કપૂરે સોશ્યિલ મીડિયા પર માતા બનવાની માહિતી આપતાં જ અભિનંદનનો વરસાદ આવ્યો હતો. તે જ સમયે, સોનમ કપૂરના બેબી બમ્પની તસવીરો જોયા પછી, બોલીવુડ અભિનેત્રીએ એવી કમેન્ટ કરી કે તે વાયરલ થઈ રહી છે.
જ્હાન્વી કપૂરે તસવીર જોતાની સાથે જ આ વાત કહી
જ્હાન્વી કપૂર સોનમ કપૂરની પિતરાઈ બહેન છે. જાહ્નવીએ તેની બહેનની બેબી બમ્પ તસવીરોનો સ્ક્રીનશોટ ઈન્સ્ટાગ્રામની ઓફિશિયલ ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે. અભિનેત્રીએ આ સ્ક્રીનશૉટ સાથે કમેન્ટમાં લખ્યું- ‘મારું દિલ ભરાઈ ગયું છે.’ દરેક જણ અભિનેત્રીને અભિનંદન આપી રહ્યા છે
સોનમ કપૂર અને આનંદ આહુજાની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર અભિનંદનનો દોર ચાલી રહ્યો છે. દરેક જણ આ બંનેને નવી સફરની શરૂઆત માટે શુભેચ્છા પાઠવી રહ્યાં છે.
પિતા અનિલ કપૂરે પણ નાના બનવાની ખુશી વ્યક્ત કરી હતી
સોનમ અને આનંદ આહુજાની તસવીરો શેર કરતાં અનિલ કપૂરે લખ્યું, ‘હવે હું સૌથી રોમાંચક પાત્ર ભજવવાની તૈયારી કરી રહ્યો છું – દાદા !! હવે અમારું જીવન પહેલા જેવું નહીં હોય અને હું આનાથી વધુ નસીબદાર ન હોઈ શકું! સોનમ કપૂર અને આનંદ આહુજા તમે મને આ સમાચારથી ખૂબ ખુશીઓ આપી છે!’
લગ્નના ચાર વર્ષ પછી માતા બનશે
લગ્નના ચાર વર્ષ પછી સોનમ કપૂર તેના પહેલા બાળકને જન્મ આપવા જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન 8 મે, 2018ના રોજ થયા હતા. લગ્ન પહેલા તેઓ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરતા હતા. સોનમ કપૂર અને આનંદ આહુજા વચ્ચે વર્ષ 2014માં મિત્રતા થઈ હતી અને તે પછી બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતા.
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject