Home » આ બોલિવૂડ સ્ટાર્સે શાહી અંદાજમાં કર્યા છે લગ્ન, સિદ્ધાર્થ-કિયારાનું નામ લિસ્ટમાં જોડાઈ શકે છે
આ બોલિવૂડ સ્ટાર્સે શાહી અંદાજમાં કર્યા છે લગ્ન, સિદ્ધાર્થ-કિયારાનું નામ લિસ્ટમાં જોડાઈ શકે છે
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
107
બોલિવૂડનું ક્યૂટ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આ દિવસોમાં સતત ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અત્યાર સુધી આ કપલના લગ્નને લઈને અનેક રિપોર્ટ્સમાં દાવા કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સિદ્ધાર્થ અને કિયારા ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંનેએ લગ્ન માટે રાજસ્થાનના સૂર્યગઢ પેલેસને પસંદ કર્યો છે. તેની સાથે, આજે અમે તમને તે બોલીવુડ કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. ચાલો જોઈએ આ યાદી..કેટરિના કૈફ-વિકી કૌશલ ( Katrina Kaif-Vicky Kaushal)
કેટરીના કૈફ અને વિકી કૌશલ બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. બંને વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. બંનેએ વર્ષ 2021માં સાત ફેરા લઈને લગ્ન કર્યા હતા. આ લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ખૂબ જ શાહી અંદાજમાં થયા હતા. બંનેએ સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્નની તમામ વિધિઓ કરી હતી.પ્રિયંકા ચોપરા-નિક જોન્સ ( Priyanka Chopra-Nick Jones)
પ્રિયંકા ચોપરા અને નિક જોન્સ લગ્ન પછી સુખી જીવન જીવી રહ્યા છે. બંનેને એક પુત્રી પણ છે. નિક ભલે અમેરિકાનો રહેવાસી હોય, પરંતુ તેણે દેશી સ્ટાઈલમાં લગ્ન કર્યા. નિકે પ્રિયંકા સાથે રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસમાં ભવ્ય લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે નિક અને પ્રિયંકાએ પણ ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી પણ લગ્ન કર્યા હતા.નીલ નીતિન મુકેશ-રુકમણી સહાય (Neil Nitin Mukesh-Rukmini Sahay)
નીલ નીતિન મુકેશ અત્યાર સુધી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યો છે. નીલે 9 ફેબ્રુઆરી 2017ના રોજ રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં ખૂબ જ શાહી અંદાજમાં થયા હતા. તેમના લગ્નની તમામ વિધિઓ અહીંના રેડિસન બ્લુ પેલેસ રિસોર્ટ એન્ડ સ્પામાં કરવામાં આવી હતી.રવિના ટંડન-અનિલ થડાણી (Raveena Tandon-Anil Thadani)
રવિના ટંડન 90ના દાયકાની ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે. રવીનાએ વર્ષ 2004માં અનિલ થડાણી સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ડેસ્ટિનેશન વેડિંગ હતા. બંનેના લગ્ન રાજસ્થાનના ઉદયપુરના શિવ નિવાસ પેલેસમાં થયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject