વિધાનસભા ચૂંટણીના મતદાન અગાઉ AAPના ઉમેદવારે મેદાન છોડ્યુ
અબડાસાના ઉમેદવારે ભાજપને જાહેર કર્યો ટેકો વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરત બાદ હવે કચ્છના ઉમેદવારે મેદાન છોડી દીધું છે. કચ્છની અબડાસા વિધાનસભા બેઠક સૌથી મોટો ઉલટફેર થયો છે. અબડાસાના આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો હતો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાણીએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો. ત્યારે આ પહેલા સુરતના ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. અબડાસા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કરતા હવે અપક્ષ ઉમેદવાર મજબૂત થયો છે.આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હવે અપક્ષ ઉમેદવાર હકૂમત સિંહ જાડેજાને વોટ આપવા અપીલ કરી છે. હકૂમત સિંહ જાડેજાનું અબડાસામાં વર્ચસ્વ રહેલુ છે.
આ પણ વાંચો-આ ચૂંટણીમાં આંધી ગુજરાત તરફ છે: પ્રવીણ તોગડીયા