Live Tv
આણંદમાં IRMAના 15થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ
ઝાઇડસ અને કરમસદ મેડીકલમાં વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર હોવાની પ્રાથમિક વિગત છે ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટમાં ફાઉન્ડેશન ડે દમિયાન આ ઘટના બની આણંદમાં IRMAના 15થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયુ છે. ઝાઇડસ અને કરમસદ...
કૉંગ્રેસ રેલીમાં PM મોદીને લઈને અણછાજતી ટીપ્પણી, સંસદમાં હંગામા વચ્ચે નડ્ડાએ કહ્યુ- સોનિયા ગાંધી માંગે માફી
રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કૉંગ્રેસની રેલીમાં કરવામાં આવેલી અણછાજતી ટીપ્પણીને લઈને હંગામો થયો છે. હંગામા વચ્ચે કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ કહ્યુ છે કે સોનિયા ગાંધીજીએ ગઈકાલે કૉંગ્રેસની રેલીમાં પીએમ મોદી વિરુદ્ધ લગાવવામાં આવેલા નારાઓ બદલ દેશની માફી માંગવી જોઈએ. તેમણે આગળ કહ્યુ કે ગઈકાલે કૉંગ્રેસની રેલીમાં પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા તે કોંગ્રેસની માનસિકતા અને વિચારધારાને દર્શાવે છે.
Australia Shooting: હુમલાખોર પિતા-પુત્રનું પાકિસ્તાની કનેક્શન બહાર આવ્યું
Australia Shooting: ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર આડેધડ ગોળીબાર કરીને 16 લોકોની હત્યા કરનારા આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. તેઓ પિતા અને પુત્ર છે. સિડનીના બોન્ડી બીચ પર યહૂદી તહેવાર હનુક્કાહ ઉજવણી દરમિયાન, 50 વર્ષીય સાજિદ અકરમ અને તેના 24 વર્ષીય પુત્ર, નવીદ અકરમે દરિયા કિનારે જનારાઓ પર ગોળીબાર કર્યો હતો. પોલીસ કમિશનર લેન્યોને જણાવ્યું હતું કે તપાસકર્તાઓએ ઘટનાસ્થળે શંકાસ્પદ વ્યક્તિના છ લાઇસન્સ પ્રાપ્ત શસ્ત્રો જપ્ત કર્યા છે.
Bollywood Unluckiest Title: બોલીવુડનું "અનકલી" શીર્ષક, જેના કારણે 9 ફિલ્મો ધોવાઇ કેટલીક ફિલ્મો ગાયબ થઈ
Bollywood Unluckiest Title: બોલીવુડથી લઈ દક્ષિણ સુધી, એક જ શીર્ષક હેઠળ અનેક ફિલ્મો બની છે, જેમાં વિવિધ પાત્રો અને વાર્તાઓ છે. ક્યારેક એક જ નામ બધી ફિલ્મો માટે નસીબદાર સાબિત થયું, તો ક્યારેક કમનસીબ. અહીં, અમે તમને એક એવી ફિલ્મ શીર્ષક વિશે જણાવીશું, જેના આધારે નવ ફિલ્મો બની હતી, જે બધી ફ્લોપ ગઈ. એક ફિલ્મના સ્ટારની કારકિર્દી ડૂબી ગઇ, બીજો ડિપ્રેશનમાં ગયો, અને બીજી ફિલ્મના નિર્માતાઓ નાદાર થઈ ગયા.
ફોર્મથી દૂર છતાં કેપ્ટન તરીકે Suryakumar Yadav ની મજબૂત આગેવાની! જાણો ખરાબ ફોર્મ વિશે શું કહ્યું
ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવનું બેટ છેલ્લા થોડા સમયથી શાંત છે. દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20 શ્રેણીમાં વર્લ્ડ નંબર વન બેટ્સમેન રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. T20 વર્લ્ડ કપ નજીક હોવાથી તેનું ફોર્મ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બન્યું છે, જોકે કેપ્ટન તરીકે તેનું આત્મવિશ્વાસ અડગ છે.
Silver Price : ચાંદીની ચમક વધી ! માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં 3000નો ઉછાળો, જાણો નવા ભાવ
2025માં સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સપ્તાહની શરૂઆતમાં ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે MCX પર ચાંદીના ભાવમાં લગભગ ₹3,000નો વધારો થયો છે અને તે ₹1.95 લાખ પ્રતિ કિલો નજીક પહોંચી છે. સાથે જ સોનાના ભાવ પણ તેજી સાથે લાઈફ ટાઈમ હાઈ નજીક પહોંચ્યા છે.
સમાજમાંથી બહિષ્કાર મુદ્દે Singer Kinjal Dave નું મોટું નિવેદન
Kinjal Dave એ તા. 6 ડિસેમ્બર 2025 ના રોજ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનાર સામે કડક પગલાં લેવાની જાહેરાત સિંગર Kinjal Dave એ તા. 6...
Yoga for Winter : શિયાળામાં શરીરને ગરમ રાખવા કરો આ 5 પાવરફુલ યોગાસન
શિયાળાની ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે હીટર કે ગરમ કપડાં ઉપરાંત યોગાસનો શ્રેષ્ઠ ઉપાય છે. ભુજંગાસન, નૌકાસન, ઉત્તાનાસન, સેતુબંધાસન અને ધનુરાસન જેવા 5 યોગાસનો નિયમિત કરવાથી શરીરનું રક્ત પરિભ્રમણ સુધરે છે. આ આસનો શરીરને અંદરથી ઊર્જા અને ગરમી પ્રદાન કરે છે, જેનાથી ઠંડી સામે રક્ષણ મળે છે અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.
Rashifal 15 December 2025: શુભ યોગ રચાતા આ રાશિઓને મળશે લાભદાયી પ્રગતિ
Rashifal 15 December 2025: જ્યોતિષ ગણતરી મુજબ, 15 ડિસેમ્બરનું જન્માક્ષર વૃષભ રાશિ માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. જોકે, મેષ, કર્ક અને કન્યા રાશિના લોકોને તેમના કાર્યમાં નસીબ અને પ્રગતિ મળશે. આનું કારણ એ છે કે ચંદ્ર ચિત્રાથી વિશાખા નક્ષત્રમાં તુલા રાશિમાં ગોચર કરશે. તો, શુભ યોગોના પ્રભાવને કારણે મેષથી મીન સુધીની બધી રાશિઓ માટે આજનો શુભ દિવસ કેવો રહેશે.
UPI Fraud Prevention : UPI ફ્રોડથી બચો, માત્ર 1 સેકન્ડ તમને લાખોનું નુકસાન અટકાવશે
UPI એ જીવન સરળ બનાવ્યું છે, પણ જોખમ પણ વધાર્યું છે. મોટાભાગના UPI ફ્રોડ સિસ્ટમ હેકથી નહીં, પણ આપણી ઉતાવળ અને બેદરકારીથી થાય છે. અજાણી 'કલેક્ટ રિક્વેસ્ટ' સ્વીકારવી કે QR કોડ ન તપાસવો મુખ્ય ભૂલો છે. ફ્રોડથી બચવા, રોજિંદા ખાતામાં ઓછું બેલેન્સ રાખો અને 'Pay' બટન દબાવતા પહેલાં માત્ર એક સેકન્ડનો વિલંબ કરો. સાવધાની જ મોટી સુરક્ષા છે.
Narco Test : પરિવારની સામૂહિક હત્યા અને યુવાનના શંકાસ્પદ મોત કેસની તપાસમાં પોલીસે નાર્કો ટેસ્ટની મંજૂરી માગી, એકમાં મળી
ભાવનગર ત્રિપલ મર્ડર કેસ અને ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં ગુજરાત પોલીસ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાવવા માટે પ્રયત્નશીલ બનતા એક મામલામાં કથિત આરોપી ગણેશ ગોંડલે સંમતિ આપી છે. જ્યારે હત્યારો એસીએફ શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટ માટે તૈયાર નથી. શૈલેષ ખાંભલાનો વિરોધ અને ગણેશ ગોંડલની Narco Analysis Test માટેની સંમતિ તેમની સામેના આરોપો અંગે ઘણી બધી સ્પષ્ટતા કરી જાય છે.
Gandhinagar : રાજ્યના પાટનગરમાં નાની બાળકી પર દુષ્કર્મ!
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નાની બાળકી પર થયેલી ગંભીર ઘટના સામે આવી છે. સેક્ટર 24 વિસ્તારમાં રાત્રે વોશરૂમ માટે ગયેલી 5 વર્ષની બાળકી સાથે જાતીય હુમલો થયો હોવાનો આરોપ છે. ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને ચાર શંકાસ્પદોની અટકાયત કરી છે.









