Live Tv
Governor of Gujarat : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પલોલમાં સાદગીની પરાકાષ્ઠા !
સત્તાનું નહીં, સંસ્કારનું કેન્દ્ર: રાજ્યપાલશ્રીએ શાળામાં રાત્રી વિશ્રામ કરીને બાળકોને શું શીખવ્યું? પલોલ (આણંદ): ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીAcharya Devvratjiએ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામે સ્થિત શ્રી ભુલાભાઇ જોરાભાઈ પટેલ, પે સેન્ટર, પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રી વિશ્રામ કરીને રાજભવનના પ્રોટોકોલને તોડીને સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
IFFCO ચેરમેન દિલીપભાઈ સંઘાણી પહોંચ્યા કોઈમ્બતૂર, જાણો શું કરી ચર્ચા!
IFFCOના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ કોઈમ્બતૂર સ્થિત ઇફકો–નાનોવેન્શન્સના ઉત્પાદન અને સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી. તેમણે વૈજ્ઞાનિકો સાથે R&D પ્રવૃત્તિઓ અને નવીનતા અંગે વિગતવાર ચર્ચા કરી. તેમણે વડાપ્રધાન અને ગૃહમંત્રીના "સહકારથી સમૃદ્ધિ" ના મિશન પર ભાર મૂક્યો અને અધિકારીઓને સતત નવીનતા તેમજ મજબૂત સહકારી પ્રયાસો કરવા સૂચન કર્યું છે.
Australia Shooting: હુમલાખોર પિતા-પુત્રનું પાકિસ્તાની કનેક્શન બહાર આવ્યું
Australia Shooting: ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર આડેધડ ગોળીબાર કરીને 16 લોકોની હત્યા કરનારા આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. તેઓ પિતા અને પુત્ર છે. સિડનીના બોન્ડી બીચ પર યહૂદી તહેવાર હનુક્કાહ ઉજવણી દરમિયાન, 50 વર્ષીય સાજિદ અકરમ અને તેના 24 વર્ષીય પુત્ર, નવીદ અકરમે દરિયા કિનારે જનારાઓ પર ગોળીબાર કર્યો હતો. પોલીસ કમિશનર લેન્યોને જણાવ્યું હતું કે તપાસકર્તાઓએ ઘટનાસ્થળે શંકાસ્પદ વ્યક્તિના છ લાઇસન્સ પ્રાપ્ત શસ્ત્રો જપ્ત કર્યા છે.
Bollywood Unluckiest Title: બોલીવુડનું "અનકલી" શીર્ષક, જેના કારણે 9 ફિલ્મો ધોવાઇ કેટલીક ફિલ્મો ગાયબ થઈ
Bollywood Unluckiest Title: બોલીવુડથી લઈ દક્ષિણ સુધી, એક જ શીર્ષક હેઠળ અનેક ફિલ્મો બની છે, જેમાં વિવિધ પાત્રો અને વાર્તાઓ છે. ક્યારેક એક જ નામ બધી ફિલ્મો માટે નસીબદાર સાબિત થયું, તો ક્યારેક કમનસીબ. અહીં, અમે તમને એક એવી ફિલ્મ શીર્ષક વિશે જણાવીશું, જેના આધારે નવ ફિલ્મો બની હતી, જે બધી ફ્લોપ ગઈ. એક ફિલ્મના સ્ટારની કારકિર્દી ડૂબી ગઇ, બીજો ડિપ્રેશનમાં ગયો, અને બીજી ફિલ્મના નિર્માતાઓ નાદાર થઈ ગયા.
ફોર્મથી દૂર છતાં કેપ્ટન તરીકે Suryakumar Yadav ની મજબૂત આગેવાની! જાણો ખરાબ ફોર્મ વિશે શું કહ્યું
ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવનું બેટ છેલ્લા થોડા સમયથી શાંત છે. દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20 શ્રેણીમાં વર્લ્ડ નંબર વન બેટ્સમેન રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. T20 વર્લ્ડ કપ નજીક હોવાથી તેનું ફોર્મ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બન્યું છે, જોકે કેપ્ટન તરીકે તેનું આત્મવિશ્વાસ અડગ છે.
Silver Price : ચાંદીની ચમક વધી ! માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં 3000નો ઉછાળો, જાણો નવા ભાવ
2025માં સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સપ્તાહની શરૂઆતમાં ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે MCX પર ચાંદીના ભાવમાં લગભગ ₹3,000નો વધારો થયો છે અને તે ₹1.95 લાખ પ્રતિ કિલો નજીક પહોંચી છે. સાથે જ સોનાના ભાવ પણ તેજી સાથે લાઈફ ટાઈમ હાઈ નજીક પહોંચ્યા છે.
હિંદુઓ ઘટતા જાય છે, આપણામાં વિભાજન છેઃ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ
Mehsana: મહેસાણા ખાતે ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 30-40 વર્ષથી હિંદુઓની સંખ્યા ઘટતી જાય છે.
Winter Clothes: શિયાળામાં રાત્રે સ્વેટર પહેરીને સૂવું જોઈએ કે નહીં?, જાણો
Winter Clothes: શિયાળામાં રાત્રે સ્વેટર પહેરીને સૂવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેનાથી શરીરનું તાપમાન વધે છે, જે ઊંઘના ચક્રમાં ખલેલ પહોંચાડે છે અને બેચેની વધારે છે. વધુ પડતી ગરમીને કારણે પરસેવો અને ડિહાઇડ્રેશન થાય છે, જે ત્વચા પર ફોલ્લીઓ અને ખંજવાળનું જોખમ પણ વધારે છે. નિષ્ણાતો આ આદત ટાળવાની સલાહ આપે છે.
Rashifal 15 December 2025: શુભ યોગ રચાતા આ રાશિઓને મળશે લાભદાયી પ્રગતિ
Rashifal 15 December 2025: જ્યોતિષ ગણતરી મુજબ, 15 ડિસેમ્બરનું જન્માક્ષર વૃષભ રાશિ માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. જોકે, મેષ, કર્ક અને કન્યા રાશિના લોકોને તેમના કાર્યમાં નસીબ અને પ્રગતિ મળશે. આનું કારણ એ છે કે ચંદ્ર ચિત્રાથી વિશાખા નક્ષત્રમાં તુલા રાશિમાં ગોચર કરશે. તો, શુભ યોગોના પ્રભાવને કારણે મેષથી મીન સુધીની બધી રાશિઓ માટે આજનો શુભ દિવસ કેવો રહેશે.
ઓસ્ટ્રેલિયામાં બનેલી ગોળીબારની ઘટના વિશે Grok એ આપ્યા ખોટા જવાબ! થઇ રહી છે ખૂબ ટીકા
ઓસ્ટ્રેલિયામાં થયેલી ગોળીબારની ગંભીર ઘટનાને લઈને એલોન મસ્કના AI ચેટબોટ Grok પર ભારે ટીકા થઈ રહી છે. બ્રેકિંગ ન્યૂઝ દરમિયાન Grok દ્વારા આપવામાં આવેલા ખોટા અને ભ્રામક જવાબોએ લોકોમાં મૂંઝવણ ફેલાવી છે. આ ઘટનાએ સંવેદનશીલ સમાચાર સમયે AIની વિશ્વસનીયતા અને જવાબદારી અંગે મહત્વના સવાલો ઉભા કર્યા છે.
Narco Test : પરિવારની સામૂહિક હત્યા અને યુવાનના શંકાસ્પદ મોત કેસની તપાસમાં પોલીસે નાર્કો ટેસ્ટની મંજૂરી માગી, એકમાં મળી
ભાવનગર ત્રિપલ મર્ડર કેસ અને ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં ગુજરાત પોલીસ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાવવા માટે પ્રયત્નશીલ બનતા એક મામલામાં કથિત આરોપી ગણેશ ગોંડલે સંમતિ આપી છે. જ્યારે હત્યારો એસીએફ શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટ માટે તૈયાર નથી. શૈલેષ ખાંભલાનો વિરોધ અને ગણેશ ગોંડલની Narco Analysis Test માટેની સંમતિ તેમની સામેના આરોપો અંગે ઘણી બધી સ્પષ્ટતા કરી જાય છે.
Gandhinagar : રાજ્યના પાટનગરમાં નાની બાળકી પર દુષ્કર્મ!
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નાની બાળકી પર થયેલી ગંભીર ઘટના સામે આવી છે. સેક્ટર 24 વિસ્તારમાં રાત્રે વોશરૂમ માટે ગયેલી 5 વર્ષની બાળકી સાથે જાતીય હુમલો થયો હોવાનો આરોપ છે. ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને ચાર શંકાસ્પદોની અટકાયત કરી છે.









