Home » લિફ્ટમાં 9 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર હેવાન ઝડપાયો, CCTVમાં કરતૂત કેદ
લિફ્ટમાં 9 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર હેવાન ઝડપાયો, CCTVમાં કરતૂત કેદ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
107
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 62 વર્ષીય વૃદ્ધે હેવાનિયતની હદ વટાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. જેમાં નવ વર્ષની બાળકી શાળાએથી પરત ફરી લિફ્ટમાં પોતાના ઘરે જઈ રહી હતી, તે સમયે લિફ્ટમાં બાળકીની એકલતાનો લાભ લઈને વૃદ્ધે તેની સાથે અડપલાં કર્યા હતા. જોકે આ ઘટના સંદર્ભે બાળકીએ માતા-પિતાને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાતા ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ભાનુપ્રતાપ રાણા નામના 62 વર્ષીય આ શખ્સે હેવાનિયતની તમામ હદો વટાવતા તેને આ ઉંમરે જેલમાં જવાનો વારો આવ્યો છે. પકડાયેલા આરોપીએ પોતાની પૌત્રીની ઉંમરની બાળકી સાથે શારીરિક ચેનચાળા કરતા તેની ધરપકડ કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા પરિવારની 9 વર્ષની દીકરી જે ધોરણ 4માં અભ્યાસ કરે છે, તે શાળાએથી છૂટીને ઘરે પરત ફરી હતી અને લિફ્ટમાં 11માં માળે જઈ રહી હતી, તે સમયે લિફ્ટમાં તેની સાથે સામેલ આ આરોપીએ બાળકીની એકલતાનો લાભ લઈને તેની સાથે અડપલા અને છેડતી કરી હતી. જે બાબતે બાળકીએ માતાને જાણ કરી હતી.
બાળકીની માતાએ આ અંગે પરિવારને જાણ કરી લિફ્ટમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં નરાધમની હરકતો કેદ થઈ હતી. જેથી આ ઘટના સંદર્ભે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ભાનુપ્રતાપ રાણા નામના આરોપી સામે પોકસોની કલમો હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને અટકાયત કરી ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે. મહત્વનું છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી પોતે પુખ્ત વયના બાળકોનો પિતા હોય અને તેના બાળકોને પણ સંતાનો છે, ત્યારે આ કૃત્ય કરવા પાછળનું સાચું કારણ શું છે તે જાણવાની તજવીજહાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું કે તે હાલ નિવૃત જીવન ગુજારે છે, આ વ્યક્તિએ M.com સુધી અભ્યાસ કર્યો છે અને ગોદરેજ ગાર્ડન સિટીમાં પત્ની અને દીકરા સાથે રહે છે. ત્યારે આ મામલે પોલીસે આરોપીનો મોબાઇલ ફોન પણ કબજે કરી એફએસએલમાં મોકલ્યો છે અને આરોપીએ અગાઉ કોઈ બાળકી સાથે આ પ્રકારે દુષ્કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject