Download Apps
Home » Vadodara : ‘હરણી હત્યાકાંડ’ સર્જાયા બાદ હવે કોર્પોરેશન હરકતમાં આવ્યું, NOC, ફાયર સેફ્ટી મામલે 355 નોટિસ ફટકારી

Vadodara : ‘હરણી હત્યાકાંડ’ સર્જાયા બાદ હવે કોર્પોરેશન હરકતમાં આવ્યું, NOC, ફાયર સેફ્ટી મામલે 355 નોટિસ ફટકારી

વડોદરામાં (Vadodara) હરણી લેક ઝોન (Harani Lake) ખાતે ગોઝારી દુર્ઘટના સર્જાયા બાદ હવે કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. માહિતી મુજબ, વડોદરામાં કોર્પોરેશને (Vadodara Corporation) ખાનગી શાળા, હાઈરાઈઝ બિલ્ડિંગ્સ, હોસ્પિટલ, મોલને નોટિસ ફટકારી છે. આ નોટિસ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી, ફાયર સેફ્ટી અને લાઈસન્સને લઇને પાઠવવામાં આવી છે. સાથે જ કોર્પોરેશને 5 દિવસમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી, ફાયર સેફ્ટી અને NOC રજૂ કરવા આદેશ પણ આપ્યો છે. જો વિવિધ વિભાગના લાઈસન્સ નહીં હોય તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગત 18 જાન્યુઆરીનાં રોજ વડોદરામાં (Vadodara) ‘હરણી હત્યાકાંડ’ સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં લેકમાં (Harani Lake) બોટ પલટી જતા પ્રવાસે આવેલા વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 માસૂમ વિદ્યાર્થી અને 2 શિક્ષિકા ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા હતા. રાજ્ય સરકારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. અત્યાર સુધી આ કેસમાં કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે હવે વડોદરા કોર્પોરેશન (Vadodara Corporation) એક્શન મોડમાં આવ્યું છે. માહિતી મુજબ, કોર્પોરેશને ખાનગી શાળાઓ, હાઈરાઈઝ બિલ્ડિંગ્સ, હોસ્પિટલો અને વિવિધ મોલને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી, ફાયર સેફ્ટી અને NOC અંગેની નોટિસ ફટકારી છે.

કોર્પોરેશન દ્વારા કુલ 355 નોટિસ ફટકારાઈ

માહિતી મુજબ, કોર્પોરેશને (Vadodara Corporation) આ નોટિસ આપતા આદેશ આપ્યો કે, 5 દિવસની અંદર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી (Structure Stability), ફાયર સેફ્ટી (Fire Safety) અને NOC રજૂ કરવામાં આવે. કોર્પોરેશને નોટિસમાં જણાવ્યું કે, વિવિધ વિભાગના લાઈસન્સ નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, લાઈસન્સ નહીં હોય તો જે તે બિલ્ડિંગનો ઉપયોગ બંધ કરવા તાકીદ કરાઈ છે. માહિતી મુજબ, કોર્પોરેશન દ્વારા કુલ 355 નોટિસ ફટકારવામાં આવી છે. કોર્પોરેશનની નોટિસ બાદ ખાનગી શાળા, હાઈરાઈઝ બિલ્ડિંગ, ક્લાસિસ, હોસ્પિટલ અને મોલના સંચાલકો દોડતા થયા છે.

કલેક્ટર દ્વારા રિપોર્ટ તૈયાર કરાયો

બીજી તરફ વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટનામાં કલેક્ટર (Collector) દ્વારા આખરે હવે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ઘટનાના 19 દિવસ બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે, કલેક્ટરને 10 દિવસમાં જ રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપાયા હતા. માહિતી મુજબ, કલેક્ટર દ્વારા ટૂંક સમયમાં જ સરકારમાં રિપોર્ટ રજૂ કરાશે. સમગ્ર ઘટના પાછળ કોણ જવાબદાર તેનો આ રિપોર્ટમાં ઉલ્લેખ હોય શકે છે.

 

આ પણ વાંચો – Government Job : સરકારી નોકરીને લઇને મહત્ત્વના સમાચાર, હસમુખ પટેલે સોશિયલ મીડિયા આપી આ માહિતી

T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
આ 35 વર્ષીય અભિનેત્રીએ પૂલમાં માણી ગરમીની મજા…
આ 35 વર્ષીય અભિનેત્રીએ પૂલમાં માણી ગરમીની મજા…
By Dhruv Parmar
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
By Aviraj Bagda
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક આ 35 વર્ષીય અભિનેત્રીએ પૂલમાં માણી ગરમીની મજા… ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?