Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : 22.45 લાખ લોકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો પહોંચાડવાનો અનોખો પ્રયાસ

VADODARA : વડોદરા (VADODARA) લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી આગામી તા.૭ મે,૨૦૨૪ના રોજ યોજાનાર છે. વડોદરા લોકસભા અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ SVEEP અને TIP અંતર્ગત વડોદરા...
vadodara   22 45 લાખ લોકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો પહોંચાડવાનો અનોખો પ્રયાસ

VADODARA : વડોદરા (VADODARA) લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી આગામી તા.૭ મે,૨૦૨૪ના રોજ યોજાનાર છે. વડોદરા લોકસભા અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ SVEEP અને TIP અંતર્ગત વડોદરા શહેર જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આ મતદાન જાગૃતિ અભિયાનમાં હવે મધ્ય ગુજરાત વીજ કંપની લિ.પણ સહભાગી બની છે.

Advertisement

ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ

જેના ભાગરૂપે મધ્ય ગુજરાત વીજ કંપની લિ. દ્વારા કંપનીના એમ.ડી. તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, મહીસાગર,પંચમહાલ અને દાહોદ સહિત સાત જિલ્લાઓમાં ૨૨.૪૫ લાખ જેટલા વીજ ગ્રાહકોમાં વીજ બીલમાં મતદાન જાગૃતિ માટે *ચુનાવ કા પર્વ,દેશ કા ગર્વ*,  *મતદાન આપના સૌની ફરજ,તેને ચૂકશો નહી* સૂત્ર સાથેના રબર સ્ટેમ્પ મારી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે.

બીલમાં મતદાન જાગૃતિનો સંદેશો ફેલાશે

આ અંગેની વિગતો આપતા મધ્ય ગુજરાત વીજ કંપનીના જનરલ મેનેજર જે.એચ.મોદીએ જણાવ્યું હતું કે,કંપની દ્વારા ફેબ્રુઆરી - માર્ચના વીજ બીલમાં સાત જિલ્લાના ૭,૫૬,૨૧૭ વીજ ગ્રાહકોના બીલમાં મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો છે.જ્યારે તા.૬ મે સુધી ગ્રાહકોને આપવામાં આવનાર માર્ચ - એપ્રિલના વીજ બીલમાં વધુ ૧૪,૮૯,૭૩૩ વીજ ગ્રાહકોના બીલમાં મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવશે.આમ સાત જિલ્લામાં કુલ ૨૨,૪૫,૯૫૦ વીજ ગ્રાહકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો પહોંચશે.

Advertisement

રબર સ્ટેમ્પ મારવામાં આવ્યા

કંપની દ્વારા ફેબ્રુઆરી - માર્ચના બીલમાં વડોદરા જિલ્લામાં ૨,૭૩,૧૨૧, છોટાઉદેપુરમાં ૪૯,૩૬૪, આણંદમાં ૧,૨૮,૨૭૩, ખેડામાં ૧,૦૯,૨૮૬, મહીસાગરમાં ૫૩,૪૫૬, પંચમહાલમાં ૭૯૪૯૯ અને દાહોદ જિલ્લામાં ૬૩,૨૧૮ સહિત કુલ ૭,૫૬,૨૧૭ ગ્રાહકોના વીજ બીલમાં મતદાન જાગૃતિના રબર સ્ટેમ્પ મારવામાં આવ્યા છે.

વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ

કંપની દ્વારા આગામી તા.૬ મે,સુધી વિતરણ થનાર માર્ચ - એપ્રિલના બીલમાં વડોદરા જિલ્લામાં ૫,૩૮,૦૩૫, છોટાઉદેપુરમાં ૯૯,૧૪૭, આણંદમાં ૨,૬૯,૦૫૧, ખેડામાં ૨,૦૩,૫૨૬,મહિસાગરમાં ૧,૦૨,૩૨૬,પંચમહાલ ૧,૪૯,૩૫૪ અને દાહોદ જિલ્લામાં ૧,૨૮,૨૯૪ સહિત કુલ ૧૪,૮૯,૭૩૩ વીજ ગ્રાહકોના બીલમાં મતદાન જાગૃતિના રબર સ્ટેમ્પ મારવામાં આવશે તેમ મોદીએ જણાવ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર કાર “મોત”ની સ્પીડે દોડી

Tags :
Advertisement

.