Download Apps
Home » Mundra સોપારી કાંડમાં નવો વળાંક, આરોપીની પત્નિએ કોર્ટમાં અરજી આપી

Mundra સોપારી કાંડમાં નવો વળાંક, આરોપીની પત્નિએ કોર્ટમાં અરજી આપી

અહેવાલ – કૌશિક છાયા,ક્ચ્છ

 Mundra બંદરથી નીકળતાં કન્ટેનરોમાં ગેરકાયદેસર રીતે સોપારી ખસખસ તથા મરી જેવી ઘટનાઓ બનવા પાછળ ક્યાંય અને કયાંક કાયદાના રક્ષકોની મીઠી નજર હોય તે સિવાય સંભવ નથી.

Mundra બંદરેથી નીકળેલ કન્ટેનરમાં સોપારી હોવાની આશંકા વચ્ચે અરૂણ પંડિતનાં મેનેજર આશિષ પટેલનાં અપહરણ તથા ખંડણી માંગવાની અરજી બાદ થયેલ ફરીયાદમાં પંકિલ મોહતા તથા ક્રિપાલસિંહ ત્રિલોકસિંહ વાઘેલાની વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ છે. જયારે પુર્વ આઈ.જી. એ.કે. જાડેજા ભાણેજ ભાણુંભા તરીકે ઓળખનાર શૈલેન્દ્રસિંહ ઉર્ફે જયોતિભાઈની ૧૪ દિવસની રીમાન્ડ પુરી થતાં Court કસ્ટડીમાં પાલારા ભેગા થઈ ગયેલ ત્યાં જ આ Mundra કાંડના મુખ્ય કીરીટીસિંહ ઝાલા ભચાઉમાં દારૂનાં કેસમાં સરેન્ડર થતાં જ એ હકિકત મિશ્રિત બનતી હતી કે એક પછી એક બાકી રહેતા પોલીસ કર્મીઓ હાજર થઈ જશે અને તેમનાં વિરૂધ્ધ ચાર્જશીટ થતાં આ સમગ્ર બનાવમાં જેમની મુખ્ય ભુમિકા છે.

તેઓ ચોખ્ખા ચણક થઈને ઠામ ઘીમાં પડી જશે અને કાયમ માટે પડદો પડી જશે. પરંતુ આ ઘટનાક્મ ની વચ્ચે ફોજદારી કાર્યરિતી સંહિતા ૧૯૭૩ની કલમ ૭૦ થી વોરંટ હેઠળના ભાગેડું ગણાતા પોલીસ કર્મચારી રણવીર ઝાલાની પત્નિએ પોતાના ધારાશાસ્ત્રી મારફતે સ્પેશીયલ જજ (ACB) ભુજની સમક્ષ વોરંટની કાર્યવાહીને પડકારતી હોય તે રીતની અને વોરંટ નીકળતાં જામીનગીરી લઈને છોડી મુકવાની રજુ કરતાં તપાસનીશ અધિકારીને અદાલતે તેડું મુકેલ છે.

આઈ.જી.પી.જે.આર. મોથલીયાની વિરૂધ્ધમાં આક્ષેપો

રણવીરસિંહ ઝાલાનાં પત્નિએ કરેલી અરજીમાં બોર્ડર રેન્જનાં આઈ.જી.પી.જે.આર. મોથલીયાની વિરૂધ્ધમાં આક્ષેપો કરવામાં આવેલ છે કે, આ તમામ કાર્યવાહી આઈ.જી. જે.આર. મોથલીયાનાં કહેવાતી લેવડ – દેવડ થયેલ છે. અરજીમાં ભારતીય જનતા પાર્ટીનાં ધવલ આચાર્ય આઈ.જી.નાં રાજકીય રક્ષણદાતા હોવાનો આક્ષેપ છે. અરજીની સાથે સાથે ઘણા લાંબા સમય સુધી સોશ્યલ મીડીયામાં જે ઓડીઓ કલીપો ફરતી હતી અને તે Audio Clipની વિગતોમાં પણ આઈ.જી.જે.આર. મોથલીયાની સંડોવણી હોવાનું કહેવાઈ રહ્યું છે.આમ લાંબા સમયથી માત્ર ગણગણાટ તરીકેની વિગતો લેખિત સ્વરૂપમાં તથા ઈલેકટ્રોનીક પેન ડ્રાઈવ સ્વરૂપે અરજી સાથે રજુ થતા નામદાર અદાલત આ તથ્યો પ્રત્યે કેવું રૂખ અપનાવે છે તે જોવાનું રહેલ છે.

અંગ્રેજી નવા વરસનાં સમયના દિવસે શું થાય છે તેનાં ઉપર મીટ મંડાઈ

રણવીરસિંહ ઝાલાની પત્નિએ ACB Courtમાં ગાંધીધામનાં ફોજદારી ધારાશાસ્ત્રીશ્રી દિલીપકુમાર જોશીની સેવાઓ લઈને આ અરજી દાખલ કરાવેલ છે. Special જજ એસીબી એ અરજી તળે તપાસનીશ અધિકારીને તેડુ મુકતા તપાસનીશ અધિકારી વારોતરીયાએ લેખિત રજુઆત તળે સમય ની માંગણી કરતાં અંગ્રેજી નવા વરસનાં સમયના દિવસે શું થાય છે તેનાં ઉપર મીટ મંડાઈ છે.

લગભગ ૧૪-૧૪ દિવસની પોલીસ રીમાન્ડ

સોપારી કાંડમાં પકડાયેલાં તમામ લગભગ ૧૪-૧૪ દિવસની પોલીસ રીમાન્ડમાં ઘકેલાયેલા છે ત્યારે આ કાદાકીય જોગવાઈને ઉપયોગ કરીને અદાલત પાસેથી જામીનગીરી સબબની અરજી નવો શું રંગ લાવે છે તેની ચર્ચા પોલીસ તથા વકીલ વડામાં થઈ રહી છે.જો કે આ બાબતે થરાદના ડી.વાય.એસ.પી.વારોતરિયાના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીની તપાસમાં કોઈ અધિકારીની સંડોવણી બહાર આવી નથી.

આ પણ વાંચો  – Suratમાં AAPના 12 પક્ષપલ્ટુ નગરસેવકોને નોટિસ

આ 35 વર્ષીય અભિનેત્રીએ પૂલમાં માણી ગરમીની મજા…
આ 35 વર્ષીય અભિનેત્રીએ પૂલમાં માણી ગરમીની મજા…
By Dhruv Parmar
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
By Aviraj Bagda
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
By VIMAL PRAJAPATI
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
By Aviraj Bagda
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
By Harsh Bhatt
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આ 35 વર્ષીય અભિનેત્રીએ પૂલમાં માણી ગરમીની મજા… ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે? ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે