Download Apps
Home » ECO FRIENDLY GUJARAT : 1 હજારથી વધુ CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં ટોચ પર

ECO FRIENDLY GUJARAT : 1 હજારથી વધુ CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં ટોચ પર

અહેવાલ – સંજય જોશી 
વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. પરિણામે, ગુજરાત પ્રદૂષણ મુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
આજે, CNG સ્ટેશનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટૉપ પર પહોંચી ગયું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર જુલાઇ 2023 સુધીમાં, ગુજરાતમાં 1002 CNG સ્ટેશન છે, જેનું નેટવર્ક રાજ્યના 33 જિલ્લાઓને આવરી લે છે.
CNG સ્ટેશનની સંખ્યામાં ગુજરાત બાદ ઉત્તરપ્રદેશ (819), મહારાષ્ટ્ર (778), રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ -480) અને હરિયાણા (349) છે. જુલાઇ 2023 સુધીમાં ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 5899 સ્ટેશન છે, જેમાંથી 17 ટકા જેટલા ગુજરાતમાં છે. આ તમામ આંકડા પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા અપડેટ કરવામાં આવ્યા છે.
CNG સ્ટેશનની સંખ્યામાં – ટૉપ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ
ગુજરાત 1,002
ઉત્તરપ્રદેશ 819
મહારાષ્ટ્ર 778
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ) 480
હરિયાણા 349
કર્ણાટક 319
રાજસ્થાન 257
મધ્યપ્રદેશ 241
તમિલનાડુ 220
પંજાબ 209
PNGના ઘરગથ્થુ, વ્યવસાયિક અને ઔદ્યોગિક કનેક્શનની સંખ્યામાં પણ ગુજરાત ટોચ પર
PNGRBએ અપડેટ કરેલા આંકડા અનુસાર, જુલાઇ 2023 સુધીમાં ભારતમાં કુલ 1,14,46,646 ઘરગથ્થુ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન છે, જેમાંથી ગુજરાતની સંખ્યા 30,78,162 છે. તે સિવાય રાજ્યમાં 22,722 વ્યવસાસિક અને 5733 ઔદ્યોગિક કનેક્શન છે.
PNG ઘરગથ્થુ કનેક્શન – ટૉપ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ
ગુજરાત 30,78,162
મહારાષ્ટ્ર 29,40,463
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ) 14,59,314
ઉત્તરપ્રદેશ 14,24,748
કર્ણાટક 3,92,677
હરિયાણા 3,43,444
આંધ્રપ્રદેશ 2,59,602
રાજસ્થાન 2,32,576
મધ્યપ્રદેશ 2,14,636
તેલંગાણા 1,94,364
PNG વ્યવસાયિક કનેક્શન – ટૉપ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ
ગુજરાત 22,722
મહારાષ્ટ્ર 4,684
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ) 3,663
ઉત્તરપ્રદેશ 2,376
આસામ 1,359
હરિયાણા 885
કર્ણાટક 540
ત્રિપુરા 506
આંધ્રપ્રદેશ 446
પંજાબ 446
PNG ઔદ્યોગિક કનેક્શન – ટૉપ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ
ગુજરાત 5,733
ઉત્તરપ્રદેશ 2,867
હરિયાણા 1,904
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ) 1,829
રાજસ્થાન 1,557
મહારાષ્ટ્ર 923
મધ્યપ્રદેશ 463
આસામ 448
ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન 345
કર્ણાટક 330
ઉલ્લેખનીય છે કે PNGRB દ્વારા કંપનીઓને દેશમાં અમુક ભૌગોલિક વિસ્તારો CNG સ્ટેશન બનાવવા માટે ફાળવવામાં આવે છે. એટલે ઘણી વખત ફાળવેલ વિસ્તારો બે રાજ્યોની સરહદની આસપાસમાં હોવાથી, યાદીમાં તે વિસ્તારનો બે રાજ્યો સાથે ઉલ્લેખ કરવામાં આવે છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) 
જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
વધુ પડતી ખાંડ ખાતા હોવ તો કહેતી જજો, નહિતર..
વધુ પડતી ખાંડ ખાતા હોવ તો કહેતી જજો, નહિતર..
By Harsh Bhatt
દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી
દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી
By Hardik Shah
કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ
કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ અવકાશના અનંતકાય રહસ્યોથી ભરપૂર બ્લેક હોલ વિશે…
ચાલો જાણીએ અવકાશના અનંતકાય રહસ્યોથી ભરપૂર બ્લેક હોલ વિશે…
By VIMAL PRAJAPATI
યુજવેન્દ્ર ચહલ બનયો ભારતનો NO.1  T20 બોલર, કોઈ બોલર આસ પાસ પણ નહીં
યુજવેન્દ્ર ચહલ બનયો ભારતનો NO.1 T20 બોલર, કોઈ બોલર આસ પાસ પણ નહીં
By Harsh Bhatt
ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બ્રેકફાસ્ટમાં ઉમેરો આ ખાસ FOODS
ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બ્રેકફાસ્ટમાં ઉમેરો આ ખાસ FOODS
By Harsh Bhatt
IPL માં સૌથી વધુ વખત 200+ રન બનાવવાવાળી ટીમની યાદી
IPL માં સૌથી વધુ વખત 200+ રન બનાવવાવાળી ટીમની યાદી
By Hardik Shah
આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો
આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો
By Hardik Shah
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
વધુ પડતી ખાંડ ખાતા હોવ તો કહેતી જજો, નહિતર.. દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ ચાલો જાણીએ અવકાશના અનંતકાય રહસ્યોથી ભરપૂર બ્લેક હોલ વિશે… યુજવેન્દ્ર ચહલ બનયો ભારતનો NO.1 T20 બોલર, કોઈ બોલર આસ પાસ પણ નહીં ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બ્રેકફાસ્ટમાં ઉમેરો આ ખાસ FOODS IPL માં સૌથી વધુ વખત 200+ રન બનાવવાવાળી ટીમની યાદી આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો