Download Apps
Home » પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! પ્રદર્શનકારીઓએ રેડિયો ઈમારતને આગ ચાંપી

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! પ્રદર્શનકારીઓએ રેડિયો ઈમારતને આગ ચાંપી

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ જાણે દેશમાં ગૃહયુદ્ધ શરૂ થઇ ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, ઈમરાન ખાન ભ્રષ્ટાચારના કેસમાં સુનાવણી માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર હતા ત્યારે અર્ધલશ્કરી દળોએ તેમની ધરપકડ કરી હતી. એક દિવસ પહેલા ખાને દેશની સેના પર કથિત રીતે તેમની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. આજે એવા ફૂટેજ પણ જોવા મળ્યા જેમા પાક. રેન્જર્સ ખાનને કોલર પકડીને લઈ જઈ રહ્યા છે અને તેમને કેદીઓના વાહનમાં બેસાડવામાં આવી રહ્યા છે. બીજી તરફ ઈમરાનની પાર્ટી PTI એ ધરપકડને ગેરકાયદે ગણાવી અને તેના પર અપહરણનો આરોપ લગાવ્યો છે.

ગૃહયુદ્ધ તરફ વળ્યું પાકિસ્તાન?

ઈમરાન ખાનની ધરપકડ બાદ હવે સમગ્ર પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. લાહોર, રાવલપિંડી સહિત ઘણા શહેરોમાં લોકો રસ્તાઓ પર તોડફોડ કરી રહ્યા છે. જે બાદ સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પેશાવરમાં રેડિયો પાકિસ્તાનની ઈમારતને આગ ચાંપી દીધી હતી. દરમિયાન PTIએ દાવો કર્યો છે કે, પોલીસ કાર્યવાહીમાં એક છોકરાનું મૃત્યુ થયું છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. જણાવી દઇએ કે, PTI સમર્થકોએ ટાયર સળગાવી, ખૈબર પખ્તુનખ્વામાં ઇન્ડસ સ્ટેટ હાઇવે બ્લોક કર્યો હતો. મારવત જિલ્લાના રસ્તાઓ પર લોકોના ટોળા એકઠા થયા અને પ્રદર્શન કરવા લાગ્યા. સમર્થકોએ ટાયર સળગાવીને ઇન્ડસ હાઇવે બ્લોક કરી દીધો હતો. જણાવી દઇએ કે, લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના ઘરને આગ લગાડવામાં આવી હતી. PTI સમર્થકોએ લાહોરમાં પોલીસ ચેક પોઈન્ટને આગ ચાંપી દીધી હતી. પાકિસ્તાની સેનાએ ISI ઓફિસની બહાર ગોળીબાર કર્યો હતો. PTI સમર્થકો પર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

શરમ શરમ કરોના લાગ્યા નારા

સુનાવણી દરમિયાન જસ્ટિસ ફારુકે કહ્યું કે, કોર્ટે સમગ્ર મામલામાં સંયમ રાખ્યો હતો. મારી ધીરજની કસોટી ન કરો. શું આ ન્યાયિક સ્વતંત્રતા પર હુમલો નથી? શું આ ધરપકડ ગેરકાયદે નથી? બધું તમારી સામે છે. વકીલો પર હુમલા થયા છે. મારી કોર્ટ પર હુમલો થયો છે. મારા પર હુમલો કરવામાં આવ્યો છે. ન્યાયાધીશે IHC પરિસરમાં થઈ રહેલી ધરપકડનો સખત અપવાદ લીધો હતો. એડિશનલ એટર્ની જનરલે વાંધો ઉઠાવ્યો હતો. કહ્યું કે, શું પાર્કિંગ લોટ અને IHCના અન્ય વિસ્તારોને કોર્ટરૂમ સાથે સમાન રીતે વર્તવું જોઈએ. આના પર કોર્ટરૂમમાં વકીલોએ ‘શરમ કરો, શરમ કરો’ના નારા લગાવ્યા હતા. દરમિયાન, આઈજી નાસિરે કહ્યું કે તેઓ ધરપકડની વિગતોથી વાકેફ નથી, જેના પર જસ્ટિસ ફારુકે કહ્યું કે વકીલોએ સમગ્ર આપવીતિનું વર્ણન કર્યું હતું. પોલીસ વડાએ કહ્યું કે જો તમે મને તક આપો તો હું મામલો તપાસી શકીશ.

આ પણ વાંચો – ઈમરાન ખાનને કોર્ટ રૂમની બહારથી પાકિસ્તાની રેન્જર્સ ખેંચીને લઇ ગયા, VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

30 દિવસમાં દુનિયાભરમાં બની 11 અજીવ ઘટનાઓ
30 દિવસમાં દુનિયાભરમાં બની 11 અજીવ ઘટનાઓ
By VIMAL PRAJAPATI
શું તમે પગંલ પર બેસીને ખાઓ છો? જો હા, તો થઈ જાઓ સાવધાન!
શું તમે પગંલ પર બેસીને ખાઓ છો? જો હા, તો થઈ જાઓ સાવધાન!
By VIMAL PRAJAPATI
ભારત જ નહીં પાકિસ્તાન અને અમેરિકામાં પણ ખવાય છે PARLE-G, જાણો તેની રોચક વાતો
ભારત જ નહીં પાકિસ્તાન અને અમેરિકામાં પણ ખવાય છે PARLE-G, જાણો તેની રોચક વાતો
By Harsh Bhatt
સોફિયા અંસારીએ પોતાના સેક્સી ફિગરને ફ્લોન્ટ કર્યું
સોફિયા અંસારીએ પોતાના સેક્સી ફિગરને ફ્લોન્ટ કર્યું
By Hardik Shah
7 મે ના રોજ આવતી શનિ જયંતીમાં ભૂલથી પણ ન કરતાં આ ભૂલ!
7 મે ના રોજ આવતી શનિ જયંતીમાં ભૂલથી પણ ન કરતાં આ ભૂલ!
By Harsh Bhatt
CSK ને ચીયર કરતી આ સુંદર યુવતી કોણ છે ?
CSK ને ચીયર કરતી આ સુંદર યુવતી કોણ છે ?
By Hardik Shah
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
30 દિવસમાં દુનિયાભરમાં બની 11 અજીવ ઘટનાઓ શું તમે પગંલ પર બેસીને ખાઓ છો? જો હા, તો થઈ જાઓ સાવધાન! ભારત જ નહીં પાકિસ્તાન અને અમેરિકામાં પણ ખવાય છે PARLE-G, જાણો તેની રોચક વાતો સોફિયા અંસારીએ પોતાના સેક્સી ફિગરને ફ્લોન્ટ કર્યું 7 મે ના રોજ આવતી શનિ જયંતીમાં ભૂલથી પણ ન કરતાં આ ભૂલ! CSK ને ચીયર કરતી આ સુંદર યુવતી કોણ છે ? તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ