Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હવે Instagram માં આવી ગયા છે આ 4 શાનદાર Features

આજે યુવા વર્ગ માટે ટાઈમપાસ કરવાનો સૌથી મોટી વસ્તુ જો હોય તો તે Instagram છે. આજના યુવા સૌથી વધુ સમય Instagram પર સ્ક્રોલ કરવામાં વ્યતિત કરતા રહે છે. હવે સમાચાર છે કે, તેમાં એક નવા ફીચર (new feature) કે જેની...
હવે instagram માં આવી ગયા છે આ 4 શાનદાર features
Advertisement

આજે યુવા વર્ગ માટે ટાઈમપાસ કરવાનો સૌથી મોટી વસ્તુ જો હોય તો તે Instagram છે. આજના યુવા સૌથી વધુ સમય Instagram પર સ્ક્રોલ કરવામાં વ્યતિત કરતા રહે છે. હવે સમાચાર છે કે, તેમાં એક નવા ફીચર (new feature) કે જેની રાહ જોવાઈ રહી હતી તે આવી ગયું છે. જીહા, હવે ઈન્સ્ટાગ્રામે તેના યુઝર્સને 4 શાનદાર ફીચર્સ આપ્યા છે. તમામ નવા 4 ફીચર્સ (new 4 features) યુઝર્સને ચેટિંગ અને મેસેજિંગ (chatting and messaging) નો નવો અનુભવ આપશે.

Pin Chats Feature

વાસ્તવમાં, મેટાના ફોટો અને વિડિયો-શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામે કહ્યું છે કે યુઝર્સ હવે મેસેજને તેમના પ્લેટફોર્મ પર મોકલ્યાની 15 મિનિટની અંદર એડિટ કરી શકશે. આ સિવાય પિન ચેટનો ઓપ્શન પણ આપવામાં આવી રહ્યો છે. જેમ કે તમે ટ્વિટર અને વોટ્સએપ પર જોયું હશે. જણાવી દઇએ કે, ઈન્સ્ટાગ્રામે તેના યુઝર્સને પિન ચેટનો વિકલ્પ આપ્યો છે. હવે યુઝર્સ વોટ્સએપની જેમ ઈન્સ્ટાગ્રામમાં પણ ચેટ પિન કરી શકશે. આ ફીચરમાં યુઝર્સ ચેટ બોક્સમાં કોઈપણ 3 ચેટને પિન કરી શકશે. આમાં પર્સનલ ચેટ અને ગ્રુપ ચેટ પણ સામેલ હોઈ શકે છે. ચેટને પિન કરવા માટે તમારે તે ચેટને ડાભી તરફ સ્વાઈપ કરવી પડશે, ત્યારબાદ તમને ત્રણ વિકલ્પ મળશે જેમાં પિન, મ્યૂટ અને ડિલીટનો વિકલ્પ હશે. પિન વિકલ્પ પસંદ કરીને તમે ચેટને પિન કરી શકશો.

Advertisement

Read Receipt Feature

ઈન્સ્ટાગ્રામ યુઝર્સ ઘણા વર્ષોથી Read Receipt Feature ની રાહ જોઈ રહ્યા હતા. આખરે હવે યુઝર્સની રાહનો અંત આવ્યો છે. વોટ્સએપની જેમ કંપનીએ તેમાં પણ Read Receipt નું ફીચર આપ્યું છે. જો તમે Read Receipt નો વિકલ્પ બંધ કરશો તો મેસેજ મોકલનાર વ્યક્તિ એ જાણી શકશે નહીં કે તમે મેસેજ વાંચ્યો છે કે નહીં. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા પ્રોફાઇલ આઇકોન પર ક્લિક કરવું પડશે, પછી ઉપરના જમણા ખૂણે હેમ્બર્ગ આઇકોન પર ક્લિક કરો. હવે તમારે સેટિંગ્સ અને પ્રાઈવસી ઓપ્શનમાં જવું પડશે. અહીં તમને Messages અને Stories ના વિકલ્પ પર Show Read Receipt નો વિકલ્પ મળશે.

Advertisement

Chat Themes Feature

ઈન્સ્ટાગ્રામ યૂઝર્સના ચેટિંગ એક્સપીરિયન્સ સંપૂર્ણપણે બદલાઈ જશે. હવે યુઝર્સ તેમની DM વિન્ડોને કસ્ટમાઇઝ કરી શકે છે. યુઝર્સ હવે DM વિન્ડો પર વિવિધ થીમ સેટ કરી શકે છે. ઇન્સ્ટાગ્રામે એપ સાથે તેના પ્લેટફોર્મ પર લવ, લોલીપોપ, અવતાર જેવી કેટલીક નવી થીમ ઉમેરી છે.

Edit Message Feature

ઈન્સ્ટાગ્રામે યુઝર્સને ડાયરેક્ટ મેસેજમાં એક મોટું ફીચર આપ્યું છે. હવે DM યૂઝર્સ પણ મેસેજ મોકલ્યા બાદ મેસેજ એડિટ કરી શકશે. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે મેસેજ મોકલ્યા પછી માત્ર 15 મિનિટ માટે જ એડિટ કરી શકશો. જો તમે મેસેજને થોડીવાર માટે પકડી રાખશો, તો તમને એડિટનો વિકલ્પ મળશે.

આ પણ વાંચો - રોબોટે મહિલા મીડિયાકર્મી સાથે કર્યું કઇંક એવું કે તમે પણ ચોંકી જશો, જુઓ Video

આ પણ વાંચો - વિશ્વભરમાં Facebook-Instagram નું સર્વર ડાઉન, કરોડો યૂઝર્સ પરેશાન

આ પણ વાંચો - PUBG Mobile : દેશના કરોડો ગેમર્સ માટે માઠા સમાચાર, ભારતમાં ફરી Banned થશે BGMI ગેમ!

Tags :
Advertisement

.

×