68
અમદાવાદના ધંધુકામા કિશન ભરવાડની હત્યા બાદ રાજયમાં ઠેર-ઠેર આવેદન પત્રો અને આરોપીઓને ફાંસીની સજાની માગ કરાઇ રહી છે. અને રેલીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં માલધારી સમાજ અને હિન્દુ સંગઠનોની રેલી દરમિયાન હિંસા સર્જાઇ હતી. રેલીમાં અવ્યવસ્થા સર્જાતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. રાજકોટમાં કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવ્યા બાદ ગેલેક્સી સિનેમા પાસે લોકો એકઠા થયા હતા. આ દરમિયાન એકાએક નાસભાગ મચી હતી. અને ટોળાની પાછળ રાજકોટના એક પોલીસકર્મી રિવોલ્વર લઇને દોડ્યા જેનો વીડિયો પણ સામે આવ્યો છે. રેલી હિંસક બનતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. વીડિયોમાં દેખાઇ રહેલા પોલીસ અધિકારી રાજકોટ ક્રાઇમબ્રાન્ચના PI વી.કે.ગઢવી છે. જો કે વીડિયોને લઇ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઇ નિવેદન નથી આપવામાં આવ્યું.