
ઘણાં ઓછા લોકોએ એ વાતની નોંધ લીધી હશે કે, ભારત સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારમણનું આ વર્ષનું બજેટ ભારતની લાંબાગાળાની કલાઇમેટ ચેન્જ નીતિઓ માટે પથદર્શક તરીકે યાદ રાખવામાં આવશે. આ વર્ષના બજેટને ભવિષ્યના 25 વર્ષના અગત્યના આયોજન તરીકે અમૃતકાળના કાયાકલ્પ તરીકે દર્શાવાયુ છે. વૈશ્વિક કક્ષાએ ભારત જયારે નવી નિતીગત બાબતોની આગેવાની કરી રહયું છે ત્યારે વિશ્વગુરૂ બનવાનો રાજમાર્ગ તૈયાર થઇ રહયો હોય તેવું ચોકકસ પણે જણાઇ રહયું છે. અને આ રાજ માર્ગ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ક્લાઇમેટ એક્શનના આધારે તૈયાર થઇ રહ્યો છે.
પુનઃ પ્રાપ્ય ઉર્જા
સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, બાયોમાસ, કચરામાંથી ઉર્જા જેવા સંસાધનોની ભારતમાં ભરપૂર સંભાવનાઓ રહેલી છે. હમણા સુધીમાં આ બધા ઉર્જા સ્ત્રોતો ખૂબ જ મોંઘા હતાં અને તેમાં પણ આપણે અન્ય દેશો પર વધારે પડતા નિર્ભર હતા. જયારે ર૦૧૪ પછી આ ક્ષેત્રમાં ભારતમાં અભૂતપૂર્વ કામ થયું છે. સોલર પેનલોના ઉત્પાદનમાં ભારતમાં નાની મોટી ૧૦૦ જેટલી કંપનીઓ કાર્યરત છે. પુનઃ પ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા ૧પ૦ ગીગાવોટ જેટલી થઇ ગઇ છે. તેને ર૦૩૦ સુધીમાં પ૦૦ ગીગાવોટ સુધી પહોંચાડવાની નેમ છે. જે ગતી એ આ ક્ષેત્રમાં કામગીરી થઇ રહી છે અને આ સ્રોતો દ્વારા મળતી ઉર્જા કોલસા કરતા મળતી ઊર્જાથી સસ્તી થઇ છે તે જોતા એ સ્પષ્ટ જણાય છે કે આ બાબતમાં ભારત નોંધપાત્ર સફળતા મેળવશે. સરકારના ધણાં બધા આયોજનો પુનઃપ્રાપ્ય ઉર્જાને પ્રોત્સાહન આપી રહયા છે. કચ્છના રણમાં જ આગામી દસ વર્ષમાં લગભગ ૧૦૦ થી ૧પ૦ ગીગાવોટ જેટલી પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા હાંસલ થશે. આ જ રીતે રાજસ્થાન, કર્ણાટક, તેલંગણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તમીલનાડુ જેવા રાજયોમાં પણ પુનઃ પ્રાપ્ય ઉર્જાના ધરખમ પ્રોજેકટોમાં સફળતા પૂર્વક કામગીરી થઇ રહી છે. સૌર ઉપકરણોના ભારતમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પ્રોડકશન લીન્કડ ઇન્સેન્ટીવ માટે રૂા.૧૯૦૦૦ કરોડની વધારાની જોગવાઇ કરવામાં આવેલ છે.
ઉર્જાનો સંગ્રહ (બેટરી ટેકનોલોજી અને એનર્જી સ્ટોરેજ)
ઇલેકટ્રીક વાહનો
ઇલેકટ્રીક વાહનો માટે ભારત સરકારની ફ્રેમ-ર અંતર્ગત ત્રણ વર્ષમાં રૂ ૧૦ હજાર કરોડની નાણાંકીય સહાય તો અગાઉથી જ જાહેર કરવામાં આવેલ છે. તે ઉપરાંત ઝીરો ફોસીલ ફયુઅલ પોલીસી અને જાહેર પરિવહનમાં ઇલેકટ્રીક વાહનોના વધારે ઉપયોગ દ્વારા આ ક્ષેત્રમાં ધીમી પણ નકકર ગતી એ ભારત આગેકુચ કરી રહ્યું છે. પુનઃપ્રાપ્ય ઉર્જા ઉપયોગ અને ઇલેકટ્રીક વાહનો તરફથી પ્રગતી ભારતને આવનારા દસ થી વીસ વર્ષમાં ઉર્જાની આયાતોમાં કાપ મૂકવામાં તથા પ્રાથમિક ઉર્જા જરૂરીયાતો માટે બીજા દેશો પરની નિર્ભરતા ઓછી કરવાની દિશામાં ખૂબ જ અસરકારક બાબતો રહેવાની છે. આ બજેટમાં સનરાઇઝ ક્ષેત્રને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. અર્થતંત્રના ઉભરતાં ક્ષેત્રોમાં આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ સ્પેસ ટેકનોલોજી જીનોમ અને ફાર્મા, સેમી કન્ડકટર, રીમોર્ટ સેન્સીંગ આધારિત ભૂ-સર્વેક્ષણ, ડ્રોનની સાથો સાથ ગ્રીન ઉર્જા અને કલીન મોબીલીટીને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટની પાયાની બાબતો તરીકે ઓળખાવી છે જે આધુનિક ભારતીય અર્થતંત્રના નવા આયામો બનવાના છે.
કાર્બન ન્યુટ્રલ ઇકોનોમી
સરકયુલર ઇકોનોમી
સરકયુલર ઇકોનોમી એટલે એવી અર્થ વ્યવસ્થા જેમાં ચીજ-વસ્તુઓના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન કોઇ પણ પ્રકારનો કચરો ઉત્પન્ન થતા કચરામાંથી તમામ ઉપયોગી ઘટકોના ફેર ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ ક્ષેત્રમાં સરકારે ૧૦ જેટલી બાબતોને મહત્વ આપવાનું નકકી કર્યુ છે. જેમાં ઇલેકટ્રોનીક વેસ્ટ, જુના વાહનો, વપરાયેલુ તેલ, જોખમી કચરો વગેરે ક્ષેત્રોમાં સરકયુલર ઇકોનોમીની કાર્ય યોજના નકકી કરવામાં આવેલ છે. આ ક્ષેત્રોમાં જે અસંગઠીત ક્ષેત્રો છે તેને ટેકનોલોજી સાથે જોડીને તેને અર્થતંત્રની મુખ્યધારામાં લાવવાની યોજના છે.