Download Apps
Home » બાબુભૈયા બંગાળીઓ પર ટિપ્પણી આપીને ભરાયા, આખરે માંગવી પડી માફી, તો પણ…

બાબુભૈયા બંગાળીઓ પર ટિપ્પણી આપીને ભરાયા, આખરે માંગવી પડી માફી, તો પણ…

અભિનેતા અને ભાજપ નેતા પરેશ રાવલ (Paresh Raval) ગુજરાતમાં એક રેલીમાં તેમની વિવાદાસ્પદ ટિપ્પણી માટે ટીકાઓનો સામનો કરી રહ્યા છે. નિવેદન બદલ માફી માંગ્યા બાદ પણ અભિનેતાની મુશ્કેલીઓ વધી રહી છે. ઓહ માય ગોડ અભિનેતાને કોલકાતા પોલીસે તેના ‘બંગાળીઓ માટે માછલીઓ પકાઓ’ નિવેદન માટે સમન્સ પાઠવ્યું છે. આ મામલે પરેશ રાવલને 12 ડિસેમ્બરે તલતાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
અભિનેતા વિરુદ્ધ FIR
બોલિવૂડ એક્ટર અને BJP નેતા પરેશ રાવલ મુશ્કેલીમાં છે. તાજેતરમાં, અભિનેતાએ બંગાળીઓ પર ટિપ્પણી કરી હતી, જેના કારણે તેની મુશ્કેલી વધી રહી છે. અહેવાલો અનુસાર, લેફ્ટના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે આ મામલે પોલીસને ફરિયાદ કરી હતી. નેતાએ અભિનેતા પર ગુજરાતમાં ભાજપની ચૂંટણી રેલી દરમિયાન બંગાળીઓ વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. જણાવી દઇએ કે, અભિનેતા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઉપરાંત, પોલીસે પરેશ રાવલને પૂછપરછ માટે 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યા સુધીમાં કોલકાતાના તલતાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું છે. મળતી માહિતી મુજબ, પોલીસે અભિનેતા પર CrPCની કલમ 41A હેઠળ નોટીસ મોકલી છે.

પરેશ રાવલ માંગી માફી
જણાવી દઈએ કે, આ નિવેદન બાદ પરેશ રાવલે સોશિયલ મીડિયા પર વિરોધ જોઈને શુક્રવારે માફી પણ માંગી હતી. તેમણે ટ્વિટર પર એક યુઝરને જવાબ આપતા કહ્યું કે, બંગાળીનો અર્થ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ છે, તેમણે આગળ કહ્યું, તેમ છતા પણ જો તમારી લાગણીઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું, જોકે હવે આ મામલે આગળ શું થાય છે તે જોવાનું રહેશે.
શું કહ્યું હતું પરેશ રાવલે?
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ સાંસદ રાવલે ગુજરાતમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, “LPG સિલિન્ડર મોંઘા છે, પરંતુ તેની કિંમત ઘટશે. લોકોને રોજગાર પણ મળશે, પરંતુ જો રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશીઓ દિલ્હીમાં રહે છે તેમ તમારી આસપાસ રહેવા લાગે તો? તમે LPG સિલિન્ડરનું શું કરશો? શું તમે બંગાળીઓ માટે માછલી રાંધશો?” જોકે, સોશિયલ મીડિયા પર ટીકા થયા બાદ પરેશ રાવલે તેમની ટિપ્પણી બદલ માફી માંગી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
By VIMAL PRAJAPATI
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
By Harsh Bhatt
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
By Harsh Bhatt
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
By Dhruv Parmar
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
By Aviraj Bagda
ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે
ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે? ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે