Home » હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ
હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
78
ગઇ કાલે લોક ડાયરામાં હવામાં ફાયરીંગ બાદ રાજકોટમાં વધુ એક એર ફાયરિંગનો વિડીયો સોશિયલ મિડિયામાં ફરતો થયો હતો.રાજકોટના કાલાવડ રોડ પર આવેલી મોટેલ ધી વિલેજ હોટલ સામે રોડ પર કાર પાસે ઊભા રહી એક યુવાન હવામાં ફાયરિંગ કરતો હોય એવો વીડિયો સોશિયલ મિડીયામાં ફરતો થયો હતો.
આ વીડીયોમાં હવામાં ફાયરિંગના ધડાકા પણ સ્પષ્ટ સંભળાતા હતાં,ભડાકા કરનાર વ્યક્તિ વાજડીનો રમેશ ખિમાણિયા હોવાનું ખૂલ્યું હતું, આ મામલો પ્રકાશમાં આવતાં જ યુનિવર્સિટી પોલીસ હરકતમાં આવી હતી.
લોકોમાં ધોંસ જમાવવા હથિયાર સાથે રોફ જમાવતો
આસપાસના લોકોનું કહેવું છે કે ભાજપ આગેવાનનો ભત્રીજો રમેશ ખિમાણિયા મેટોડા વિસ્તારમાં હથિયાર સાથે આંટાફેરા કરીને આસપાસના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પણ હેરાન કરતો હોવાની ફરિયાદ છે. આ માથભારે માથાભારે શખસ ત્રાસ આપતો હોવા છતાં રાજકીય બેગ્રાઉન્ડના કારણે તેની સામે અવાજ ઉઠાવવાની કોઇ હિંમત કરી શકતું નહોતું, હવામાં ફાયરિંગ કરી રોફ જમાવનાર રમેશ ખિમાણિયા જેવાં વ્યક્તિને પોલીસ તેની ભાષમાં પાઠ ભણાવે તેવી લોકલાગણી પણ ઉઠી છે.
પોલીસ આવતાં રમેશ ખિમાણિયા ફરાર
રાજકોટમાં રોફ જમાવવા રમેશ ખિમાણિયાએ હવામાં ફાયરિંગની ઘટના કોઇ વ્યક્તિએ મોબાઇલમાં કેદ કરી લીધી હતી. પોલીસ આવતાં વ્યક્તિ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.આ મામલે કાલવડ પી.આઇ ચાવડાએ જણાવ્યું હતું કે હવામાં ફાયરિંગ કરનાર વ્યક્તિ વાજડી વિસ્તારનો રમેશ હોવાનું સ્પષ્ટ થતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.પરંતુ તે તેના ઘરેથી ફરાર હતો.
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
By Harsh Bhatt
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject