Download Apps
Home » પાંચ દિવસની સતત મહેનત, મધ્યપ્રદેશથી ચોરને ઘરેણાં સાથે પકડ્યો

પાંચ દિવસની સતત મહેનત, મધ્યપ્રદેશથી ચોરને ઘરેણાં સાથે પકડ્યો

પોલીસ ચોપડે નોંધાતા અનેક ગુનાઓ વણ ઉકેલાયેલા રહે છે. ગુનાનો ભેદ ઉકેલવો કે આરોપીને શોધી કાઢવો આ તમામ બાબત પોલીસની ઈચ્છા શક્તિને આધિન છે. અમદાવાદ શહેર (Ahmedabad City) ની સોલા પોલીસે (Sola Police) ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. 500થી વધુ CCTV કેમેરાના ફૂટેજ અને 20 પોલીસ કર્મચારીઓની ટીમે દિવસ-રાતની મહેનત કરી મધ્યપ્રદેશ (Madhy Pradesh) ખાતેથી એક રિઢા ઘરફોડ ચોરને પકડી પાડ્યો છે.કોના ત્યાં થઈ હતી ઘરફોડ ચોરી : અમદાવાદની જી કે ચોકસી એન્ડ કંપની (G K Choksi & Company) માં વકીલ તરીકે નોકરી કરતા ગુલાબજી ઠાકોર (રહે. 44-45 સન ડિવાઈન-3 બંગલો, ચાણક્યપુરી) ના બંધ મકાનમાં ચોરી થઈ હતી. ગત મંગળવાર અને બુધવારની રાતે બંગલાનું તાળું તોડી બુકાનીધારી તસ્કર મકાનમાં પ્રવેશ્યો હતો અને તિજોરી તોડી લાખેક રૂપિયાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો. આ મામલાની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશન () ખાતે અજાણ્યા શખ્સ સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસ હરકતમાં આવી ગઈ : સોલા પોલીસ સ્ટેશન (Sola Police Station) માં ઘરફોડ ચોરી નોંધાતાની સાથે જ પીઆઈ આર. એચ. સોલંકી (PI R H Solanki) તેમજ પીએસઆઈ કે. ડી. રવિયા (PSI K D Raviya) સહિતનો સ્ટાફ ચોરને શોધવા કામે લાગી ગયો. PSI કે. ડી. રવિયા અને પોલીસના 20 જેટલાં જવાનોએ ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારના રોડ પર લાગેલા 500 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ એકઠાં કર્યા અને તેની તપાસ આરંભી. વિશ્વકર્મા બ્રિજ (Vishwakarma Bridge) પાસે ચા પીવા ઉભો રહેલો એક શખ્સ CCTV ફૂટેજમાં જોવા મળ્યો અને સાથે ગોલ્ડન કલરનું ટુ વ્હીલર પણ નજરે ચઢ્યું. કલાકોની મહેનત બાદ જગતપુર (Jagatpur) વિસ્તારમાંથી ગોલ્ડન એક્ટિવા અને તેનો માલિક મળી આવ્યો.ઘરફોડ ચોરની કડી મળી : ગોલ્ડન કલરના એક્ટિવાનો માલિક મળતા તેની પૂછપરછમાં મધ્યપ્રદેશ ગ્વાલિયર (Gwalior Madhya Pradesh) ના અશોક શર્માનું નામ અને મોબાઈલ ફોન નંબર મળી આવ્યો. પકોડી વેચતા એક્ટિવા માલિકને પોલીસે સતત સાથે રાખી અશોક શર્મા સાથે વીડિયો કોલ (Video Call) થી વાત કરાવી જરૂરી માહિતી એકઠી કરી લીધી હતી. બીજી તરફ પીએસઆઈ રવિયાની ટીમ ASI અજયભાઈ કનુજી, કોન્સ્ટેબલ રાહુલભાઈ રમેશભાઈ, જિગ્નેશભાઈ નિલેશભાઈ અને શૈલેષભાઈ ઈશ્વરભાઈ મધ્યપ્રદેશના ગ્વાલિયર પહોંચી ગયા.પોલીસે ફુગ્ગા અને શાકભાજી વેચ્યા : ઘરફોડ ચોરી કરનારો અશોક શર્મા અગાઉ પણ અમદાવાદમાં ચોરીઓ કરી ચૂક્યો હતો. આ શાતિર અપરાધીને પોલીસની જરા સરખી પણ ગંધ આવી જાય તો ખેલ બગડી જાય તેમ હતો અને એટલે જ પીએસઆઈ રવિયાએ પોલીસને ફેરિયા બનાવી દીધા. અશોક શર્માના ઘરની ઓળખ થઈ જતાં તેને પકડવા પોલીસ કર્મચારીઓ ફુગ્ગાવાળા તેમજ શાકભાજીની લારી ઉભી રાખી વોચમાં ઉભા થઈ ગયા. વેશપલ્ટો કરેલી પોલીસને આઠેક કલાક બાદ એક યુવક મળી આવ્યો અને તેના શુઝના આધારે પોલીસ કર્મચારીએ તેને પકડી લીધો. પોલીસે પકડતાની સાથે જ આરોપી અશોક શર્મા બોલ્યો “ગુજરાત પોલીસ” (Gujarat Police) પોલીસની ઝપટમાં આવતાની સાથે જ તેણે ચોરીની કબૂલાત કરી લીધી અને તમામ સોનાના દાગીના પણ પોલીસને સોંપી આપ્યા.

 

આ  પણ  વાંચો –અમદાવાદમાં ગુંડા તત્વો જમીનનો કબજો લેવા પહોંચ્યા, શું થયું જાણો

 

ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
By Harsh Bhatt
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
By VIMAL PRAJAPATI
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
By Harsh Bhatt
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
By Vipul Sen
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
By Hiren Dave
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
By Aviraj Bagda
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
By Harsh Bhatt
હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા!
હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા!
By Aviraj Bagda
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં ‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા!