Banaskantha : ક્ષત્રિય આગેવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બંધ બારણે બેઠક, વાંચો અહેવાલ
લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલાની (Parshottam Rupala) ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જો કે, પરશોત્તમ રૂપાલા દ્વારા આ મામલે જાહેરમાં માફી પણ માગવામાં આવી છે. ત્યારે કેટલાક ક્ષત્રિય આગેવાનો દ્વારા આ મામલે સમાજને મોટું મન રાખીને પરશોત્તમ રૂપાલાને માફી આપવા અપીલ પણ કરાઈ હતી. પરંતુ, ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની પોતાની માગ પર અડગ છે. ત્યારે હવે બનાસકાંઠામાં (Banaskantha) ક્ષત્રિય સમાજની (Kshatriya Samaj) મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) અને સંગઠન મહામંત્રી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ક્ષત્રિય આંદોલનને શાંત પાડવાના પ્રયાસ અંગે ચર્ચા કરી હતી.
✅ Banaskantha
Held a round of meetings with senior leaders, Community Leaders and Karyakartas. pic.twitter.com/4PhtoLJInq
— Harsh Sanghavi (Modi ka Parivar) (@sanghaviharsh) April 23, 2024
ક્ષત્રિય આંદોલનને શાંત પાડવાના પ્રયાસ અંગે ચર્ચા
પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું આંદોલન હાલ પણ યથાવત છે. ત્યારે ભાજપના ઉમેદવાર દ્વારા જાહેરમાં માફી માગવા છતાં ક્ષત્રિય સમાજ પોતાની માગ પણ અડગ છે. ત્યારે આ મામલે બનાસકાંઠામાં (Banaskantha) ક્ષત્રિય સમાજની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. ક્ષત્રિયો સાથે બંધ બારણે યોજાયેલ આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકર, પાટણના સાંસદ અને બંને જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ક્ષત્રિયો આગેવાનો સાથે તેમણે ચર્ચા કરી હતી અને ક્ષત્રિય આંદોલનને શાંત પાડવાના પ્રયાસ અંગે ચર્ચા કરાઈ હતી. લોકસભા ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજનો રોષ ખાળવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
28 તારીખે બારડોલીમાં રાજપૂત સમાજનું મહાસંમેલન
પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠા બાદ પાટણમાં પણ ક્ષત્રિય સમાજના (Kshatriya Samaj) આગેવાનો સાથે તેઓ બેઠક કરશે. જ્યારે બીજી તરફ આજે અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જે બાદ સમાજના આગેવાનો દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં 28 તારીખે બારડોલીમાં (Bardoli) રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાશે તેવી માહિતી અપાઈ હતી. સાથે જ ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ (Karan Singh Chawda) જણાવ્યું હતું, કે, અમારું આદોલન અડીખમ છે. અમે મજબૂત હતા અને વધારે મજબૂત બની રહ્યા છીએ. અમારું આંદોલન શાંતિપૂર્વક તમામ ગામોમાં ચાલી રહ્યું છે. આજે હનુમાન જયંતી (Hanuman Jayanti) નિમિત્તે ક્ષત્રિય મહિલાઓએ ઉપવાસ કરીને વિરોધ નોંધાવ્યો છે.
આ પણ વાંચો - Kshatriya Andolan : સંકલન સમિતિની બેઠક પૂર્ણ, જાણો 28 તારીખે ક્ષત્રિય સમાજ શું કરશે ?
આ પણ વાંચો - Parshottam Rupala : ક્ષત્રિય સમાજને પરશોત્તમ રૂપાલાએ સરાજાહેર કરી આ ખાસ અપીલ
આ પણ વાંચો - પદ્મિનીબા વાળાએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત, સંકલન સમિતિ સામે લગાવ્યા ગંભીર આક્ષેપો