Home » વિધર્મીએ ડમી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી સગીરાને ફસાવી દુષ્કર્મ આચર્યું
વિધર્મીએ ડમી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી સગીરાને ફસાવી દુષ્કર્મ આચર્યું
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
243
સંસ્કારીનગરી વડોદરામાં ફરી એક વાર જેહાદી ષડયંત્ર સામે આવ્યું છે. જેમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને વિધર્મી યુવાને બર્થ ડે પાર્ટીના બહાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો ઉજાગર થતાં હડકંપ મચ્યો છે. મજુરી કરતાં આ વિધર્મી યુવકે ઇન્સ્ટાગ્રામ પર પોતાનું ડમી એકાઉન્ટ બનાવીને સગીરાને ફસાવી બળાત્કાર ગુજારતાં આ કિસ્સો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં બાળકો અને તેમનાં માતા પિતા માટે પણ ચેતવણીરૂપ કિસ્સો છે.
વડોદરાનાં ભાયલી વિસ્તારમાં રહેતી અને ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા ગઇકાલે દિવાળીપુરા પાસે ટ્યુશન કલાસમાં ગઇ હતી, ત્યારે આરોપી વિધર્મી યુવાન મોઇન પઠાણ ટ્યુશન ક્લાસ છૂટવાનાં સમયે સ્થળ પર આવ્યો અને સગીરાને તેની બર્થ ડે હોવાથી તેના ઘરે પાર્ટી રાખી હોવાનું કહી ફોસલાવી તેની બાઇક પર બેસાડી તેના ઘરે લઇ ગયો હતો.જ્યાં સગીરા સાથે આરોપી વિધર્મી મોઇન પઠાણે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ, એટલું જ નહીં સગીરાનાં ગળાનાં ભાગે ઇજાઓ પણ પહોંચાડી.
આ સમયે આરોપી મોઇનનો પરિવાર પણ ઘરે હાજર હોવાનું સામે આવ્યું છે. ઘરે મોડાં આવેલી સગીરાએ પોતાનાં માતા પિતાને આપવીતી જણાવતાં પરિવારનાં પગ તળેથી જમીન ખસી ગઇ હતી. આ મામલે પીડિત સગીરાનાં પિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સગીરાનાં પિતાની ફરિયાદને પગલે પોલીસે ત્વરિત એક્શનમાં આવી આરોપી મોઇન પઠાણને તાંદલજા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી વિધર્મી મોઇન પઠાણે 13 વર્ષની સગીરાને સોશિયલ મીડિયાનાં માધ્યમથી ફસાવી હોવાનો ખુલાસો થયો છે.. ગેરેજમાં મજુરી કરતાં મોઇન પઠાણ નામનાં આરોપીએ આર્યન નામથી પોતાનું બોગસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી સગીરા સાથે મિત્રતા કેળવી હતી, બાદમાં સગીરાને ફસાવી હતી. આરોપી મોઇન પઠાણ સગીરાનાં ઘર પાસે જ ગેરેજમાં કામ કરતો હતો અને સગીરાના પિતાની લારી પર અવાર નવાર આવતો પણ હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે વિધર્મી આરોપી મોઇન પઠાણ મૂળ બિહારનો વતની છે અને વડોદરામાં તાંદલજા વિસ્તારમાં રહે છે. આરોપીની સાથે અન્ય એક યુવતી પણ સંડોવાયેલ હોવાનો આક્ષેપ પીડિત સગીરાનાં માતા પિતાએ કર્યો છે.સાથે જ લવ જેહાદના ષડયંત્રની શંકા પણ વ્યક્ત કરી છે.
વડોદરામાં લવ જેહાદ ષડયંત્રનાં કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે કેમ વિધર્મી યુવાનો એક ચોક્કસ ધર્મની યુવતીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે. હાલમાં ગોત્રી પોલીસે વિધર્મી મોઇન પઠાણની ધરપકડ કરી તેનાં વિરૂદ્ધ પોક્સો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આ ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject