Home » UKની યુનિવર્સિટીના બનાવટી એડમિશન લેટર બનાવી લાખ્ખોની છેતરપીંડી આચરનારા 4 આરોપીઓ ઝડપાયા
UKની યુનિવર્સિટીના બનાવટી એડમિશન લેટર બનાવી લાખ્ખોની છેતરપીંડી આચરનારા 4 આરોપીઓ ઝડપાયા
Vishal Dave
My name is Vishal Dave, I have 15 years experience of electronic news media, have worked in various news organizations like tv9 gujarati, ABP asmita, VTV news, GSTV and Mantavya news. Writing fiction stories is my hobby.
167
અહેવાલઃ પ્રદિપ કચિયા, અમદાવાદ
લંડનની યુનિવર્સિટીના બનાવટી એડમીશન લેટર બનાવી રૂપિયા પડાવી લેનાર ટોળકીના ચાર આરોપીઓની ગણતરીના દિવસોમાં બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓના નામ નિખિલ બાજરિયા, દર્શિત રૈયાણી, વ્રજ ઉર્ફે વિરાજ અને દિપકુમાર પટેલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ચાર માંથી નિખિલ બાજરીયાની અમદાવાદ ખાતેથી અને દર્શિત રૈયણી તથા વ્રજ ઉર્ફે વિરાજ નામના બંને આરોપીઓને સુરતના વરાછા વિસ્તારમાં થી ઝડપી પાડ્યા છે. ગત 4 સપ્ટેમ્બરના રોજ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ૧૧.૫૨ લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ કરતા અનેક લોકોના નામ ખૂલ્યા હતા. જેને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે આ કૌભાંડમાં હજુ વધુ આરોપીઓની સંડોવણી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે.
સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો આ ઘટનામાં બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 11,52,000 ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.. યુનિવર્સિટી ઓફ લંડન કોલેજમાં ફી ભરવાના નામે છેતરપિંડી થયાની ફરીયાદ નોંધાયા બાદ પોલીસ હરકતમાં આવી હતી. આરોપી દર્શિત રૈયાણી અમદાવાદના નવરંગપુરા ખાતે નવભારત ઓવરસીઝ એજ્યુકેશન કન્સલ્ટન્ટસીની ઓફિસ ચલાવતો હતો. દરમ્યાન નિખિલ બાજરીયા નામના વ્યક્તિએ ઠક્કરનગરમાં રહેતા યુવકનો પરિચય દર્શિત રૈયાણી સાથે લંડનની યુનિવર્સીટીમાં એડમિશન લેવા કરાવ્યો હતો. ભોગ બનનાર યુવકે RTGSના મારફતે બે વખત રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પહેલા 5 લાખ 52 હજાર અને બીજીવાર 6 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ફી ભર્યાની રીસીપ્ટ દર્શિતે નિખિલ બાજરીયાને મોકલી હતી અને નિખિલે ફરિયાદીને મોકલી હતી. ફીની રીસિપ્ટમાં લંડનની યુનિવર્સિટીના સિક્કો પણ મારેલો હતો.
નિખિલ બાજરીયા (ફરિયાદી વિદ્યાર્થીને આરોપી દર્શિત રૈયાણી સાથે મળાવનાર શખ્સ)
ફરિયાદી લંડન ખાતે કોલેજમાં અભ્યાસ કરવા જતા સમગ્ર મામલો સામે આવ્યો. ફરિયાદીએ રૂપિયા પાછા માંગતા દર્શિત રૈયાણીએ ધમકી પણ આપી હતી. ફરિયાદીએ દર્શિત રૈયાણી, નિખિલ બાજરીયા અને જે.કે ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. બાપુનગર પોલીસે તપાસમાં પ્રથમ નિખિલ બાજરીયાની ધરપકડ કરી હતી. દરમ્યાન પુછપરછમાં સુરતના 2 યુવાનોના નામ સામે આવ્યા.સુરતના દર્શિત રૈયાણી અને વર્જ વ્રજ ઉર્ફે વિરાજની ધરપકડ થતા વધુ એક દીપકુમાર પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી.
દર્શિત રૈયાણી અને વ્રજ બંને આરોપીઓ છેલ્લાં કેટલાક સમયથી વિદેશમા અભ્યાસ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવતા હતા. ઉપરાંત આરોપીઓ જે તે યુનીવર્સીટીના ખોટા એડમીશન લેટર તથા ફી ભર્યા હોવાની બનાવટી રીસીપ્ટ બનાવીને લોકો પાસેથી રૂપિયા ખંખેરી લેતા હતા.આ કૌભાંડમાં દર્શિત રૈયાણી અને વ્રજ ઉર્ફે વિરાજે પોતાના મોંઘા શોખ અને કશીનો તથા બારમા જઈને રૂપિયા ઉડાડવાને લઈને આ પ્રકારે સોશિયલ મીડિયામાંથી જોઈને બનાવટી એડમિશન લેટર અને ફી ભર્યાની રિસીપટ બનાવી આપતા હોવાનું સામે આવ્યું છે. જયારે દર્શિત રૈયાણી અને વ્રજ ઉર્ફે વિરાજ મુખ્ય આરોપી છે. જ્યારે મૂળ અમદાવાદનો નિખિલ બાજરીયા એજન્ટ તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. અને નિખિલ વિદ્યાર્થીઓ શોધી લાવી બંને આરોપીઓને લીડ આપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અગાઉ પણ આ આરોપીએ સુરતમાં આ પ્રકારે ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું છે. પરંતુ ફરિયાદની અરજી થતા રૂપિયા પરત આપી દીધા હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓએ એડમીશન લેટર કેવી રીતે અને ક્યાં બનાવ્યા હતા તે અંગે વધુ તપાસ શરૂ કરી છે
Vishal Dave
My name is Vishal Dave, I have 15 years experience of electronic news media, have worked in various news organizations like tv9 gujarati, ABP asmita, VTV news, GSTV and Mantavya news. Writing fiction stories is my hobby.