Download Apps
Home » Big Scam : સૌરાષ્ટ્ર ભાજપના આગેવાનનો પુત્ર કરોડોની છેતરપિંડીમાં સામેલ

Big Scam : સૌરાષ્ટ્ર ભાજપના આગેવાનનો પુત્ર કરોડોની છેતરપિંડીમાં સામેલ

Big Scam : અમદાવાદ સ્થિત માઇકાના પ્રેસિડેન્ટ (MICA President) શૈલેન્દ્ર મહેતા (Shailendra Mehta) ને ડરાવી-છેતરીને 1.15 કરોડ રૂપિયા સેરવી લેવાના મામલામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદ Cyber Crime Branch એ ઝડપેલી ઠગ ટોળકીમાં સૂત્રધાર મોઈન ઈંગારીયાની સાથે સૌરાષ્ટ્ર ભાજપના આગેવાનના પુત્રની ભૂમિકા સામે આવી છે. ચીની ઠગ (CHEATERS OF CHINA) માટે કામ કરી રહેલી ટોળકીમાં ભાજપના નેતાનો પુત્ર સામેલ હોવાની વાત સામે આવતા ચર્ચાનો મોટો વિષય બન્યો છે. અમદાવાદ પોલીસે Big Scam નો પર્દાફાશ કરી ઠગાઈની રકમ કબજે લેવા તેમજ અન્ય એક મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓની શોધખોળ આરંભી છે.

મોઈન, મુસ્તુફા અને મિહિરનું કનેક્શન

અમદાવાદ સાયબર ક્રાઈમ સેલ (Ahmedabad Cyber Crime Cell) ની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા 13 શખ્સોમાં મોઈન ઈંગારીયા (Moin Ingaria) અને મિહિર ટોપીયા (Mihir Topiya) મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રનો મુસ્તુફા નેવીવાલા (Mustufa Neviwala) પોલીસ ચોપડે ફરાર દર્શાવાયો છે. Skype App થકી વિદેશમાં બેસેલી ઠગ ટોળકી છેતરપિંડીની રકમ બોગસ બેંક એકાઉન્ટ (Bogus Bank Account) માં જમા કરાવે છે. ત્યારબાદ તે રકમ ત્રણેક લેયરના ભાડાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને ત્યારબાદ તે રકમ ગુજરાતીઓના બેંક એકાઉન્ટમાં આવે છે. મિહિર ટોપીયા જે-તે બેંક ખાતામાંથી રોકડ રકમ ATM થકી ઉપાડી લે છે. અંદાજે 50 લાખ રૂપિયા જેટલી રોકડ મિહિરે ખાતામાંથી ઉપાડી મોઈન ઈંગારિયાને પહોંચતી કરે છે અને પોતાનું નિર્ધારિત કમીશન મેળવે છે. આ રકમનો હિસ્સો ત્યારબાદ સ્થાનિક મુખ્ય સૂત્રધાર મુસ્તુફા નેવીવાલ પાસે પહોંચે છે. મુસ્તુફા અને મોઈન રોકડ રકમને USDT માં તબદીલ કરી દેશનું ધન અમેરિક ડૉલરમાં ચીની ઠગોને પહોંચાડે છે.

3M ની ભૂમિકા જાણવા પોલીસનો પ્રયાસ

મોઈન, મુસ્તુફા અને મિહિરની સંડોવણી સામે આવતા પોલીસે Big Scam માં ત્રણેયની સંપૂર્ણ ભૂમિકા જાણવા પ્રયાસ શરૂ કર્યો છે. હાલમાં મોઈન અને મિહિર પોલીસ રિમાન્ડ પર છે અને પોપટની જેમ કબૂલાત પણ કરી રહ્યાં છે. અમદાવાદ સાયબર ક્રાઈમના એસીપી હાર્દિક માકડીયા (ACP HardiK Makadia) ના જણાવ્યાનુસાર ધોરાજીના મોઈન અને મિહિર પાસેથી મળી આવેલા ડીજીટલ એવિડન્સમાં અનેક પૂરાવા હાથ લાગ્યા છે. ઠગાઈ કર્યા બાદ ભારતીય ચલણને ક્રિપ્ટો (USDT) માં તબદીલ કરી વિદેશમાં બેસેલા ઠગ પાસે પહોંચે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઠગ ટોળકીમાં સંડોવાયેલા શખ્સોમાં કોને કેટલા ટકા રૂપિયા ચૂકવવામાં આવે છે તેની તપાસ કરી તે કબજે લેવામાં આવશે.

સૌરાષ્ટ્ર ભાજપ ત્રણ નેતાના પુત્રો પૈકી 1ની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે ઠગાઈના મોટા કૌભાંડ (Big Scam) માં આરોપીઓને ઉપાડવાનો બેએક દિવસ અગાઉ દોર આરંભ્યો હતો. 64 વર્ષીય MICA પ્રેસિડેન્ટ શૈલેન્દ્ર મહેતાએ નોંધાવેલી FIR ની તપાસમાં ભાડાના બેંક એકાઉન્ટની માહિતી સામે આવી હતી. છેતરપિંડી થકી ચીની ગેંગે (China Gang) મેળવેલા 1.15 કરોડ રૂપિયા બે ખાતામાં મેળવ્યા બાદ તે રકમ નાના-નાના ટુકડાઓમાં ભાડે લીધેલા બેંક એકાઉન્ટમાં મોકલાઈ અને ત્યાંથી રોકડ મેળવી લેવાઈ. આ મસમોટા કૌભાંડમાં સાયબર ક્રાઈમ બ્રાંચના પીઆઈ પી. એચ. મકવાણા (PI P H Makwana) અને તેમની ટીમ સૌરાષ્ટ્ર (Saurashtra) ના ધોરાજી ખાતેથી ટોપીયા-ભાલાળા અટકના ત્રણેક યુવાનોને અટકમાં લીધા હતા. અટકમાં લેવાયેલા યુવકોના પિતા ભાજપના નેતા-આગેવાન હોવાની વિગતો સામે આવી છે. ત્રણ યુવકો પૈકી બેની ભૂમિકા ચકાસીને હાલમાં છોડી દેવાયા છે. ધરપકડ કરાયેલા મિહિરના પિતા રમણિક ટોપીયા (Ramnik Topiya) BJP જિલ્લા કારોબારીના સભ્ય છે. રમણિકભાઈ ધોરાજી શહેર ભાજપ (Dhoraji City BJP) ના ઉપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

શું હતો છેતરપિંડીનો સમગ્ર મામલો ?

ગત ૨૦મી માર્ચના રોજ Mudra Institute of Communication and Advertisement ના પ્રેસિડેન્ટ શૈલેન્દ્ર મહેતા પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ફેડેક્સ કુરીયર કર્મચારી તરીકે આપીને આધાર કાર્ડ અને મોબાઇલ નંબર માંગ્યો હતો. બાદમાં કહ્યું કે, તમારા નામથી તાઇવાન મોકલવા માટે એક પાર્સલ આવેલું છે. જે પાર્સલમાં પાંચ Passport, લેપટોપ અને ૨૦૦ ગ્રામ MD Drugs છે. જે ગંભીર બાબત છે. ત્યારબાદ કોલને મુંબઇ સાયબર સેલમાં ટ્રાન્સફર કરવાનું કહીને Cyber Cell માંથી પ્રકાશ નામના અધિકારીએ વાત કરી હતી. તેણે કહ્યું કે, નવાબ મલિક નામના મંત્રી મની લોન્ડરીંગ અને આતંકી ફંડના ગુનામાં જેલમાં છે. તેમણે ત્રણસોથી ચારસો જેટલા બોગસ બેંક એકાઉન્ટ ખોલ્યા છે. જેમાં તમારૂ બેંક એકાઉન્ટ પણ છે. આ કેસમાં અમે અનેકની ધરપકડ કરી છે. જો કે, શૈલેન્દ્ર મહેતા (Shailendra Mehta) ને આ કોલ શંકાસ્પદ લાગતા તેમણે તેમના સેક્રેટરી સાથે વાત કરવાનું કહ્યું હતું. પરંતુ, પોલીસ અધિકારી તરીકે વાત કરતા વ્યક્તિએ સેક્રેટરીને આ અંગે જાણ કરવાની ના કહી હતી. બાદમાં સ્કાયપે એપ (Skype App) થી કોલ કરીને ધમકી આપી હતી કે, તમારો અને તમારા પરિવારનો જીવ જોખમમાં છે. બીજા દિવસે ફરીથી તેમને Skype થી કોલ કરીને સીબીઆઇમાંથી વૉરંટ (CBI Warrant) ઇસ્યુ થયાની જાણ કરી હતી. સાથે કહ્યું કે, તમારા બેંક એકાઉન્ટમાંથી ઘણા વ્યવહાર થયા છે. જે RBI સર્વરમાં દેખાઇ છે. જે જાણવા હોય તો અમે કહીએ તે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર (Bank Transfer) કરજો. બાદમાં નાણાં પરત મળી જશે. જેથી વિશ્વાસ કરીને શૈલેન્દ્રરાજે પંજાબ નેશનલ બેંક (Panjab National Bank) ના ક્વૉલિટી ફુટ ટ્રેડર્સ અને શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ (Shivam Charitable Trust) ના બેંક એકાઉન્ટમાં અનુક્રમ 1 કરોડ અને 15 લાખ જમા કરાવ્યા હતા. જો કે, આ નાણાં પરત ન આવતા છેતરપિંડી થયાનો અહેસાસ થતાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ (Cyber Crime Branch Ahmedabad) માં ફરિયાદ કરી હતી.

કરોડોની છેતરપિંડીમાં કોણ-કોણ છે સામેલ?

  1. વૉન્ટેડ મુસ્તુફા નેવીવાલા (રહે. ધોરાજી, જિ. રાજકોટ)
  2. મોઈન અલતાફભાઈ ઈંગારીયા (રહે. દિનાર એપાર્ટ. ધોરાજી, રાજકોટ)
  3. મિહિર રમણિકભાઈ ટોપીયા (રહે. હીરપરા વાડી, ધોરાજી, જિ.રાજકોટ)
  4. પ્રફુલ્લ લવજીભાઈ વાલાણી (રહે. હીરાપરા વાડી, ધોરાજી, જિ.રાજકોટ)
  5. રોહિત જીતુભાઈ વાઘેલા (રહે. રામપરા, ધોરાજી, જિ.રાજકોટ)
  6. રોનક હરેશભાઈ સોજીત્રા (રહે. દેવભૂમિ એપાર્ટ. નાનામાવા રોડ, રાજકોટ)
  7. સાગર રમેશભાઈ ડાભી (રહે. વૃંદાવન સોસાયટી, રાજકોટ)
  8. યોગીરાજ દિવ્યરાજસિંહ જાડેજા (રહે. રત્નપ્રાઈડ સોસાયટી, ઘંટેશ્વર, રાજકોટ)
  9. રવિ બાબુભાઈ સવશેટા (રહે. કૃષ્ણજી સોસાયટી, નાલંદા વિદ્યાલય, રાજકોટ)
  10. કિશા પોલાભાઈ ભારાઈ (રહે. મોબતપરા, તા. કુતીયાણા, પોરબંદર)
  11. મેરુભાઈ બાવનભાઈ કરમટા (રહે. મોબતપરા, તા. કુતીયાણા, પોરબંદર)
  12. અંકિત ભલાભાઈ દેસાઈ (રહે. હરિકૃષ્ણ સોસા. ઈસનપુર, અમદાવાદ)
  13. કિરણ અમથાભાઈ દેસાઈ (રહે. હરિકૃષ્ણ સોસા. ઈસનપુર, અમદાવાદ)
  14. રોહન પ્રહલાદભાઈ લેઉવા (રહે. અતિથિ એવન્યુ, નારોલ, અમદાવાદ)

આ પણ વાંચો – Big Racket : 1.15 કરોડના ઠગાઈ કેસમાં હોંગકોંગ સૌરાષ્ટ્ર કનેકશનનો પર્દાફાશ

આ પણ વાંચો – Dubai માં બેસેલા બુકીઓને કેમ ભારતીય સિમ કાર્ડ જ જોઈએ છે ?

તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક