Home » GONDAL : અનઅધિકૃત બાંધકામને તોડી પાડવા ગોંડલ કોર્ટ દ્વારા હુકમ કરાયો
GONDAL : અનઅધિકૃત બાંધકામને તોડી પાડવા ગોંડલ કોર્ટ દ્વારા હુકમ કરાયો
Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.
89
અહેવાલ – વિશ્વાસ ભોજાણી
GONDAL : GONDAL શહેરમાં મંજૂરી વિના કડિયા લાઈન રોડ પર બની રહેલા કોમર્શીયલ કોમ્પ્લેક્સને તોડી પાડવા GONDAL ની અદાલતે હુકમ કર્યો છે, વધુમાં સાથે સાથે ગેરકાયદેસર રીતે બાંધકામ કરનારા બે વ્યક્તિને 10 દિવસની નોટિસ ફટકારાઈ છે.
આ કેસની વિગત એવી છે કે, GONDAL ના કડીયાલાઈન રોડ ઉપર અંબરીશકુમાર વિજયકુમાર ઉદેશી તથા સહદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા દ્વારા GONDAL નગરપાલિકા પાસેથી બાંધકામની કોઈપણ જાતની પરવાનગી મેળવ્યા વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ જે મીઠાણી ચેમ્બર્સ તરીકે ઓળખાય છે, તે બનાવવામાં આવી રહ્યું હોવાથી અતુલ જયપ્રકાશ ઉદેશી દ્વારા ગોંડલ કોર્ટમાં આ અમરીશકુમાર તથા સહદેવસિંહ તથા નગર સેવા સદનને પ્રતિવાદીઓ બનાવી દાવો કરવામાં આવ્યો હતો.
જેમાં એડવોકેટ હરિન એન. પુઆર દ્વારા કરાયેલ લંબાણપૂર્વકની દલીલો ધ્યાને લઈ જજ આર્યા રામકુમાર દ્વારા વાદીની આંક-૫ ની અરજી અન્વયે તા.૨૮/૧૨/૨૦૨૩ ના રોજ હુકમ કરી ગોંડલ નગર સેવાસદને આવું ગેરકાયદેસર બાંધકામ કરનારા અંબરીશકુમાર વિજયકુમાર ઉદેશી તથા સહદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજાને દિવસ-૧૦ ની નોટિસ આપી આ બાંધકામ તોડી પાડવા તથા તે તોડી પાડવાનો ખર્ચ બાંધકામ કરનારા પાસેથી વસૂલ કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામે અતુલ જયપ્રકાશ ઉદેશીના એડવોકેટ તરીકે ગોંડલના ખ્યાતનામ ધારાશાસ્ત્રી હરિન એન. પુઆર રોકાયેલા હતા.
કોર્ટના આ હુકમથી ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમા ફફડાટ વ્યાપી ગયેલ છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગોંડલના ખૂબ જ ચર્ચાસ્પદ ડોક્ટર વેકરીયા હોસ્પિટલના ગેરકાયદેસરના બાંધકામને તોડી પાડવાનો હુકમ પણ વકીલ હરિન પુઆર દ્વારા કોર્ટ કાર્યવાહીથી મેળવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો — જેલની સજા આરોપી માટે બની આશીર્વાદરૂપ સમાન
Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.