એર માર્શલ વિક્રમસિંહ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC) 40 વર્ષ સુધી ભારતીય વાયુસેનામાં વિશિષ્ટ સેવા આપ્યા બાદ 30 એપ્રિલ 2023ના રોજ સેવા નિવૃત્ત થયા છે.
આ પ્રસંગે એર ઓફિસરે કમાન્ડ યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલી અર્પણ કરી હતી અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
કોણ છે વિક્રમસિંહ?
આ પહેલા વિક્રમસિંહ વેસ્ટર્ન એર કમાન્ડના વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસર હતા. એર માર્શલ મે 1983માં ક્રાઇસ્ટ કોલેજ બેંગ્લોરમાંથી સ્નાતક થયા અને 21 ડિસેમ્બર 1984ના રોજ ફાઇટર સ્ટ્રીમમાં કમિશન્ડ થયા. એર ઓફિસર પાસે વિવિધ એરક્રાફ્ટના ઓપરેશનલ અને પ્રાયોગિક ટેસ્ટ ફ્લાઈંગનો વિવિધ અનુભવ છે. આમાં મિગ-21 અને મિરાજ-2000 જેવા વિમાનો મુખ્ય છે. એર માર્શલ પ્રિટોરિયાના ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર કોર્સ, એક્સપેરિમેન્ટલ ફ્લાઈટ ટેસ્ટ કોર્સ તેમજ સ્ટાફ કોર્સના સ્નાતક છે.
તેમણે નેશનલ ફ્લાઇટ ટેસ્ટ સેન્ટર સહિત વિવિધ પરીક્ષણ કેન્દ્રોમાં ફ્લાઇટ તાલીમ ફરજ બજાવી છે. તેણે વેસ્ટર્ન ફ્રન્ટમાં એરફોર્સ સ્ટેશનની કમાન્ડ પણ કરી છે. એર માર્શલે એર હેડક્વાર્ટર ખાતે સ્ટાફની વિવિધ જગ્યાઓ સંભાળી છે. તેઓ મોસ્કોમાં એર એટેચ પણ રહી ચૂક્યા છે. તેમણે હેડક્વાર્ટર ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફમાં પણ સેવા આપી છે અને એર હેડક્વાર્ટર ખાતે આસિસ્ટન્ટ ચીફ ઑફ ધ એર સ્ટાફ (પ્લાનિંગ) હતા.
આ પણ વાંચો : તટરક્ષક દળના કમાન્ડરે ઉત્તર પશ્ચિમી પ્રદેશની પરિચાલન સજ્જતાની સમીક્ષા કરી