BAOU : હનુમાન જયંતિના શુભ અવસર પર બાલ સંસ્કાર કેન્દ્રનું ઉદ્ઘાટન
BAOU : ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU ) ખાતે હનુમાન જયંતિના શુભ અવસર પર બાલ સંસ્કાર કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
બાલ સંસ્કાર કેન્દ્રની શરૂઆત
ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ગાર્ગી મહિલા સર્વાંગી વિકાસ કેન્દ્ર અને ભારતીય શિક્ષણ મંડળના મહિલા પ્રકલ્પના સંયુક્ત નેજા હેઠળ બાલ સંસ્કાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ભારતીય શિક્ષણ મંડળના અખિલ ભારતીય મહિલા પ્રોજેક્ટના વડા પ્રો. ડો.અમી ઉપાધ્યાયની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ આ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
બાળકોમાં સારા સંસ્કાર, રમતગમતનું શિક્ષણ, આનંદશાળા, ગીતો અને કળાના વિકાસને પ્રાથમિકતા
આ બાલ સંસ્કાર શરૂ કરવાનો હેતુ જણાવતા કુલપતિએ કહ્યું કે બાળકોમાં સારા સંસ્કાર, રમતગમતનું શિક્ષણ, આનંદશાળા, ગીતો અને કળાના વિકાસને પ્રાથમિકતા અપાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ભારતીય શિક્ષણ મંડળ ગુરુકુલ પ્રકલ્પના અખિલ ભારતીય વડા શ્રીમતી શૈલજા અંધારે, ડૉ. દીપક કોઈરાલા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના પ્રાસંગિક સંબોધનમાં તેમણે વાલીઓને તેમના બાળકોમાં સારા સંસ્કારો કેળવવા માર્ગદર્શન આપ્યું હતું.
બાળકોની સુષુપ્ત શક્તિઓને વિકસાવવાનો પ્રયાસ
આજના સંસ્કાર કેન્દ્રમાં નૃત્ય, ગીત અને રમતો દ્વારા બાળકોની સુષુપ્ત શક્તિઓને વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો-----ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે BAOU માં અભિવાદન તથા સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન
આ પણ વાંચો----BAOU ના કુલપતિ પદે પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયની પુન: નિયુક્તિ
આ પણ વાંચો----BAOU Republic Day: Dr. BR Ambedkar Open University માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
આ પણ વાંચો---Gandhinagar : BAOU ખાતે રામોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
આ પણ વાંચો---‘મંત્ર’ના સંઘર્ષને જીવનમંત્ર બનાવી દિવ્યાંગ બાળકોના જીવનનો પથ કંડારતા બીજલ હરખાણીનું BAOU ખાતે ઉદબોધન યોજાયું.