Download Apps
Home » Morbi : બ્રિજ દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને આપ્યા જામીન

Morbi : બ્રિજ દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને આપ્યા જામીન

Morbi : ઝૂલતા પુલ દુર્ઘટના કેસ (Suspension Bridge Tragedy Case) માં વિધાનસભા ચૂંટણી ટાણે ભાગતા ફરતા જયસુખ પટેલ (Jaysukh Patel) 400 દિવસથી જેલવાસ ભોગવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) જયસુખ પટેલને નિયમિત જામીન આપતા તેઓ લોકસભા ચૂંટણી ટાણે મુક્ત હશે. 136 નિર્દોષ લોકોના મોત માટે મુખ્ય રીતે જવાબદાર જયસુખ પટેલે વર્ષ 2023ના જાન્યુઆરીના અંતમાં અદાલત સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. જયસુખ પટેલ Morbi ની જેલમાંથી બહાર આવવા માટે નીચલી અદાલત અને હાઈકોર્ટ (Gujarat High Court) ના દ્ધાર પણ ખખડાવી ચૂક્યાં છે.

શું છે સમગ્ર મામલો ?

વર્ષ 2022માં દિવાળીના તહેવારોમાં 30 ઓક્ટોબરની સાંજે બનેલી મોરબી બ્રિજ દુર્ઘટના (Morbi Bridge Collapse) માં બાળકો-મહિલાઓ સહિત 136 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ કેસમાં પહેલેથી જ પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે. સાંજે 6.30 કલાકે બનેલી દુર્ઘટના બાદ ભોગ બનનારાઓને બચાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ માત્ર પોણા બે કલાકમાં પોલીસે આરોપીઓના નામ-ઠામ વિનાની FIR રાતે 8.15 કલાકે નોંધી દીધી. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન (Morbi B Division Police Station) ના પીઆઈ પ્રકાશ અંબારામભાઈ દેકાવાડીયા (PI P A Dekavadiya) એ રેસ્કયુ ઓપરેશન (Rescue Operation) ની વચ્ચે ફરિયાદ કરતા અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારબાદ નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા (DySP P A Zala) એ તપાસની સાથે-સાથે ધરપકડનો દોર શરૂ કર્યો. પોલીસે સિક્યુરિટી ગાર્ડસ, ટિકિટ બુકિંગ કલાર્ક અને મેનેજર સહિત 9ની ધરપકડ કરી. ત્રણ મહિના બાદ જાન્યુઆરી-2023ના અંતમાં જયસુખ પટેલ અદાલત સમક્ષ હાજર થતાં ધરપકડનો આંક 10 પર પહોંચ્યો હતો. હજાર કરોડના આસામી અને ઓરેવા ગ્રુપ (Oreva Group) ના કર્તાહર્તા જયસુખ પટેલ 13 મહિનાથી જેલવાસ ભોગવી રહ્યાં છે.

Morbi_Suspension_Bridge_Accident_Case_High_Court

Oreva Group MD Jaysukh Patel will come out of Jail

દુર્ઘટના બાદ મામલો ગયો હતો સુપ્રીમ કોર્ટમાં

Morbi ઝૂલતા પુલ દુર્ઘટના બાદ સુપ્રીમ કોર્ટમાં મૃતકોના પરિવારજનો વતી એડવૉકેટ ઉત્કર્ષ દવે (Advocate Utkarsh Dave) એ રિટ એપ્લિકેશન (Writ Application) ફાઈલ કરી હતી. સુપ્રીમ કોર્ટનું હિયરિંગ થવાનું હતું તે અગાઉ ગુજરાત હાઈકોર્ટે ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુઓમોટો કરી હતી. જેથી સુપ્રીમ કોર્ટે પીડિત પરિવારોને હાઈકોર્ટમાં જવા આદેશ આપ્યો હતો અને સાથે-સાથે કેસની સુનાવણી નિયમિત રીતે હાથ ધરાય (Perodical Basis) પીડિતોને સારુ વળતર મળે, સ્વતંત્ર તપાસ થયા વિગેરે દિશાનિર્દેશ આપ્યા હતા. જયસુખ પટેલે પીડિતોના પરિવારને 15 કરોડનું વચગાળાનું વળતર પણ ચૂકવી આપ્યું છે.

ભ્રષ્ટાચારના પાપે પુલ તૂટ્યો

Morbi ની મચ્છુ નદી પરનો 141 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટી પડવા પાછળ SIT ની તપાસમાં સંચાલકોની ગુનાહિત બેદરકારી સામે આવી છે. ઝૂલતા પુલની મરામતમાં બે કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો દાવો કરતા ધનપતિ જયસુખ પટેલે એક સામાન્ય લુહાર-વેલ્ડરને માત્ર 29 લાખમાં કામ સોંપ્યું હતું. આવક રળવા માટે બ્રિજની ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓને જોખમી પુલ પર મોકલવામાં આવતા ભયાવહ દુર્ઘટના સર્જાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (Special Investigation Team) દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરાયેલાં પ્રાથમિક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, પુલના કુલ 49 લોખંડના કેબલ પૈકી 22 કેબલ પહેલેથી જ કટાયેલા હતા અને પુલ બાકીના 27 કેબલ ઉપર જ ટકેલો હતો. આ હકીકત પુરવાર કરે છે કે પુલ તૂટી પડ્યો તે પહેલાંથી જ તેના 22 કેબલ તૂટેલી હાલતમાં હતા, છતાં કોઇએ તેની પરવા કરી નહોતી, અથવા તો ઇરાદાપૂર્વક આંખ આડા કાન કરાયા હતા.

આ પણ વાંચો – Morbi : જયસુખ પટેલને અન્ય કોઇ જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરવા માગ

આ પણ વાંચો – Morbi Bridge Tragedy : કોંગ્રેસના 3 પાટીદાર નેતા ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા, જાણો શું કહ્યું

આ પણ વાંચો – મોરબી પુલ દુર્ઘટનાના જવાબદાર ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલનું કોર્ટમાં સરેન્ડર

આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS
આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS
By Harsh Bhatt
T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો
T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો
By Harsh Bhatt
IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા
IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા
By Hardik Shah
પાકિસ્તાનમાં મતદારોને ક્યાં લગાવવામાં આવે છે સ્યાહી ?
પાકિસ્તાનમાં મતદારોને ક્યાં લગાવવામાં આવે છે સ્યાહી ?
By Vipul Sen
આલિયા ભટ્ટ બીજી વખત Deepfake નો શિકાર બની, આ સેલેબના વીડિયોથી અભિનેત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો…
આલિયા ભટ્ટ બીજી વખત Deepfake નો શિકાર બની, આ સેલેબના વીડિયોથી અભિનેત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો…
By Dhruv Parmar
વધુ પડતી ખાંડ ખાતા હોવ તો ચેતી જજો, નહિતર..
વધુ પડતી ખાંડ ખાતા હોવ તો ચેતી જજો, નહિતર..
By Harsh Bhatt
દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી
દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી
By Hardik Shah
કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ
કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા પાકિસ્તાનમાં મતદારોને ક્યાં લગાવવામાં આવે છે સ્યાહી ? આલિયા ભટ્ટ બીજી વખત Deepfake નો શિકાર બની, આ સેલેબના વીડિયોથી અભિનેત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો… વધુ પડતી ખાંડ ખાતા હોવ તો ચેતી જજો, નહિતર.. દુનિયાના 10 સૌથી ઓછા મુલાકાત લેવાયેલ દેશોની યાદી કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ