Download Apps
Home » Gujarat First ના અહેવાલ બાદ જાગ્યું તંત્ર, ઓખા બેટ દ્વારકામાં ચાલતી 16 બોટોને દંડ

Gujarat First ના અહેવાલ બાદ જાગ્યું તંત્ર, ઓખા બેટ દ્વારકામાં ચાલતી 16 બોટોને દંડ

વડોદરામાં હરણી દુર્ઘટના બાદ Gujarat First દ્વારા અલગ અલગ જિલ્લામાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. વડોદરા હરણી ગોઝારી ઘટનામાં 12 માસૂમ અને 2 શિક્ષિકા સહિત કુલ 14 ના મોત નીપજ્યા હતા. જે બાદ Gujarat First દ્વારા રિયાલિટી ચેકની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ રિયાલિટી ચેકમાં ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી બોટોની ઘોર બેદરકારી સામે આવી હતી.

Gujarat First ના અહેવાલ બાદ જાગ્યું તંત્ર

ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટમાં યાત્રિકોની સલામતીનું સહેજ પણ ધ્યાન રાખવામાં આવતું ના હોવાનું જાણવા મળ્યું હતું. અને અહીં ઓખા બેટ દ્વારકામાં બોટની કેપેસિટી કરતાં પણ 3 થી 4 ગણા લોકોને બેસાડવામાં આવતા હતા. અને આ યાત્રિકોની સલામતી માટે તેમને લાઇફ સેફટી જેકેટ પણ પહેરાવવામાં આવતા ના હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારે આ અહેવાલને ધ્યાનમાં લઈને દ્વારકાનું તંત્ર જાગતું થયું છે.

16 જેટલી બોટને નિયમભંગને લઈને કરાઈ કાર્યવાહી

ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર ઓખા બેટ દ્વારા ખાતે જોવા મળી રહી છે. અહીં ઓખામાં બેટ દ્વારકા ખાતે ચાલતી બોટોને દંડ ફટકારવામાં આવ્યો છે. અહીં 16 જેટલી બોટોને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. અને આ 16 બોટોની માન્યતા રદ કરવામાં આવી છે. સાથે જ તેમણે 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

યાત્રિકોની સલામતીને લઈને GMB દ્વારા કરાઈ કાર્યવાહી

ઓખા બેટ દ્વારકા ખાતે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈને GMB દ્વારા 16 બોટો વિરુદ્ધ કડક કારયાહી કરવામાં આવી છે. GMB દ્વારા ઓખા બેટ દ્વારકા ખાતે યાત્રિકોની સલામતી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં જાણવા મળી આવ્યું કે બોટ કિનારે પોહચે તે પહેલા જ લાઇફ જેકેટ યાત્રિકો પાસેથી ઉતારી લેવામાં આવે છે. અને આ સહિત ઘણા નિયમો ભંગ કરવામાં આવે છે. જેના અંગે કાર્યવાહી કરવામાં આવી છે. અને 16 બોટોને સસ્પેન્ડ કરવામાં આવી છે. અને તેમના વિરુદ્ધ કડક પગ લઈને તેમણે દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો – Harani Lake : પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈનના 7 દિવસના રિમાન્ડ મંજૂર

મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
By VIMAL PRAJAPATI
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
By Hardik Shah
Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ
Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ
By VIMAL PRAJAPATI
ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ!
ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ!
By Harsh Bhatt
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
By Harsh Bhatt
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ! આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો