Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હાલ રાજ્યમાં ચોમાસાના આગમનમાં થશે વિલંબ, કેરળની અસર કે શું ?

રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે ત્યારે ચોમાસું ક્યારે બેસશે તેના માટ સૌ કોઈની ચિંતા વધી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગ તરફથી આજે આગામી ચોમાસા અંગે વાત કરતાં જણાવ્યું કે, ચોમાસાના આગમનમાં વિલંબ થશે. કારણ...
હાલ રાજ્યમાં ચોમાસાના આગમનમાં થશે વિલંબ  કેરળની અસર કે શું
Advertisement

રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે ત્યારે ચોમાસું ક્યારે બેસશે તેના માટ સૌ કોઈની ચિંતા વધી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગ તરફથી આજે આગામી ચોમાસા અંગે વાત કરતાં જણાવ્યું કે, ચોમાસાના આગમનમાં વિલંબ થશે. કારણ કે કેરળમાં ચોમાસું વિલંબે આવી રહ્યું છે.

રાજ્યમાં આ વર્ષે વરસાદ સામાન્ય રહેશે

Advertisement

આ ઉપરાંત હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસા અંગે અનુમાન વ્યક્ત કરતાં જણાવ્યું કે, હાલ સાનુકૂળ પરિસ્થિતિને લીધે ચોમાસું શક્ય નથી. તેથી ચોમાસા માટે હજી પણ જોઈએ તેવી પરિસ્થિતિ બની રહી નથી. તેમજ રાજ્યમાં આ વર્ષે વરસાદ સામાન્ય રહેશે તેમ પણ જણાવ્યું છે.

Advertisement

સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું છે

બીજી તરફ હાલમાં ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. હાલ ગુજરાતમાં હવાનું હળવું દબાણ સક્રિય રહેવાના કારણે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે. તેમજ સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું છે. બીજી તરફ અરબ સાગરની અંદર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે અને તેના કારણે વાવાઝોડું આગળ વધી રહ્યું છે.

ગુજરાત પરથી પસાર થઈ પાકિસ્તાન તરફ ફંટાશે

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ છે. જેમાં રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે. તેમાં વાવાઝોડું ગુજરાત પરથી પસાર થઈ પાકિસ્તાન તરફ ફંટાશે. તેમજ 10 જૂને ગુજરાતમાંથી વાવાઝોડું પસાર થશે. તથા 12થી 14 જૂન ગુજરાતમાં વરસાદ રહેશે. વરસાદી ટર્ફને લીધે કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

હીટવેવ ચેતવણી - 
બિહાર, ઝારખંડ અને બંગાળ હાલમાં ગરમીની લપેટમાં છે. IMD એ રાજ્યમાં આગામી 5 દિવસ માટે હીટવેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, સિક્કિમમાં પણ હીટવેવની શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં પણ 8 જૂનથી તાપમાનમાં વધારો થઈ શકે છે.

આ પણ  વાંચો-WEATHER UPDATE : શું ગુજરાતમાં CYCLONE BIPORJOY ત્રાટકશે? જાણો શું છે આગાહી

Tags :
Advertisement

.

×