Download Apps
Home » Happy Birthday Sachin Tendulkar : મહાન સંગીતકારના નામથી મળ્યું નામ, આજે ક્રિકેટ તેના નામથી ઓળખાય છે

Happy Birthday Sachin Tendulkar : મહાન સંગીતકારના નામથી મળ્યું નામ, આજે ક્રિકેટ તેના નામથી ઓળખાય છે

Happy Birthday Sachin Tendulkar : એક એવો ખેલાડી કે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket) માંથી ભલે સન્યાસ લીધો હોય પણ આજે પણ તેના ફેન્સ જ નહીં પણ તેનાથી સીનીયર ખેલાડીઓ (Senior Players) તેનું નામ આદરથી લે છે. એક એવો ખેલાડી જે પોતાના સમયમાં જ્યા સુધી પીચ પર હોય ત્યા સુધી ટીમ હારી જ ન શકે તેવો ભાવ દેશભરના તમામ ક્રિકેટ પ્રેમીઓ (Cricket Lovers) ને થતો હતો. જીહા, અમે અહીં ક્રિકેટના માસ્ટરબ્લાસ્ટર (Master Blaster) અને God of Cricket તરીકે દુનિયાભરમાં ઓળખાતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) ની વાત કરીએ છીએ. દેશના કરોડો ક્રિકેટ પ્રેમીઓ માટે 24 એપ્રિલનો દિવસ કોઈ ઉજવણીથી ઓછો નથી, કારણ કે સચિન તેંડુલકરનો જન્મ આ દિવસે 1973માં થયો હતો. આજે આ મહાન વ્યક્તિત્વનો જન્મ દિવસ છે. તો આવો જાણીએ સચિન તેંડુલકર વિશે રોચક તથ્યો…

Sachin Tendulkar

Sachin Tendulkar

નાની ઉંમરથી શરૂ કર્યું ક્રિકેટ રમવાનું

સચિન તેંડુલકર, આ નામ રમત જગત સાથે જોડાયેલા લોકો માટે ભગવાનથી ઓછું નથી. સચિન તેંડુલકર આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાતા સચિન રમેશ તેંડુલકરે ખૂબ જ નાની ઉંમરથી (16 વર્ષની ઉંમર) ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને એક વખત ટેસ્ટ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી નાની ઉંમરનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે ‘ભારત રત્ન’ મેળવનાર દેશના પ્રથમ ખેલાડી છે. તમને જાણીને નવાઈ લાગશે પણ સચિન તેંડુલકર પહેલા ફાસ્ટ બોલર બનવા માંગતા હતા. પરંતુ MRF પેસ ફાઉન્ડેશનના ડેનિસ લીલીએ તેમને 1987માં નકારી કાઢ્યા હતા. લીલીએ તેને તેની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. સૌરવ ગાંગુલી પણ એવા ખેલાડીઓમાં સામેલ હતા જેમને લીલીએ ફાસ્ટ બોલર બનવાની ના પાડી હતી.

Sachin Tendulkar

Sachin Tendulkar

વિકેટ કીપિંગ કરવાની ફરજ પડી

24 એપ્રિલ 1973ના રોજ મુંબઈમાં જન્મેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે તેની આત્મકથા ‘પ્લેઈંગ ઈટ માય વે’માં જણાવ્યું છે કે બાળપણમાં એક વખત તેને વિકેટ કીપિંગ કરવાની ફરજ પડી હતી, પરંતુ તેના કારણે તેને મોટું નુકસાન પણ સહન કરવું પડ્યું હતું. આ અંગે તેણે શિવાજી પાર્કમાં રમાયેલી પહેલી મેચ વિશે જણાવ્યું કે બાળપણમાં મારું જીવન સાહસથી ભરેલું હતું. હું શિવાજી પાર્કમાં ક્રિકેટ રમી રહ્યો હતો. ત્યારે હું 12 વર્ષનો હતો અને હું મારી ટીમનો કેપ્ટન હતો અને મારી ટીમનો વિકેટકીપર ઈજાગ્રસ્ત થયો ત્યારે મેં મારી આખી ટીમને પૂછ્યું કે શું કોઈ વિકેટકીપિંગ કરશે, પરંતુ કોઈએ હા ન પાડી. જે બાદ મારે પોતે જ વિકેટ કીપિંગ કરવાની ફરજ પડી હતી.

Sachin Tendulkar

ક્રિકેટ સિવાય કઇ વસ્તુનો શોખ

ક્રિકેટ સિવાય સચિન તેંડુલકરને જે વસ્તુનો શોખ છે તે છે કાર. સચિનના ગેરેજમાં ઓડી, બીએમડબલ્યુ, ફેરારી જેવી લક્ઝુરિયસ કારોની લાઇન છે, પરંતુ આ તમામ કારની વચ્ચે એક એવી કાર છે જેને ખરીદીને સચિને ગર્વ અનુભવ્યો હતો. સચિનને ​​આ કાર એટલી પસંદ છે કે ભલે સચિન 1989માં ખરીદેલી આ કાર ચલાવતો નથી, પરંતુ તેને તેના ગેરેજમાં ખૂબ જ કાળજી સાથે રાખવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ મારુતિ 800 ની, જ્યારે સચિને આ કાર 1989માં ખરીદી હતી, તે સમયે મારુતિનો દબદબો હતો અને દરેક વ્યક્તિની જેમ સચિન પણ કારનું પોતાનું સપનું પૂરું કરીને ખૂબ જ ખુશ હતો. સચિનની પહેલી કાર આજે ભલે સાધારણ અને સસ્તી લાગે, પરંતુ સચિનના દિલમાં આજે પણ તેના માટે એટલો જ પ્રેમ છે.

sachin's first car

sachin’s first car

કેવી રીતે પડ્યું સચિન નામ ?

તેમના પિતા રમેશ તેંડુલકરે સચિનનું નામ બોલિવૂડના મહાન સંગીતકાર સચિન દેવ બર્મનના નામ પરથી રાખ્યું હતું કારણ કે તેઓ સચિન દેવ બર્મનના મોટા પ્રશંસક હતા. સચિનને ભલે નામ એક મહાન સંગીતકારના નામ પરથી મળ્યું, પણ આજે દુનિયાભરમાં તેણે પોતાની એક અલગ જ ઓલખ બનાવી છે. ક્રિકેટમાં આજે તેને લોકો God of Cricket તરીકે ઓળખે છે. જે સચિન માટે એક મોટી સિદ્ધિ છે.

R D Burman

R D Burman

સચિનની આ ઈનિંગને ‘Desert Strom’ તરીકે ઓળખાય છે

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે ભારતીય ટીમ માટે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી હતી. તેની આવી જ એક યાદગાર ઇનિંગ વર્ષ 1998માં શારજાહના મેદાન પર જોવા મળી હતી. આજથી 26 વર્ષ પહેલા (22 એપ્રિલ) સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયાની ટીમ સામે 131 બોલમાં 143 રનની તોફાની ઇનિંગ રમી હતી. સચિને આ યાદગાર ઇનિંગમાં નવ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. સચિન તેંડુલકરની આ ઇનિંગને ‘Desert Strom’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં, જ્યારે ટીમ ઈન્ડિયા 285 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી, તે જ સમયે શારજાહમાં રેતીનું તોફાન આવ્યું અને મેચને થોડા સમય માટે રોકવી પડી. જ્યારે વાવાઝોડું થંભ્યું ત્યારે મેદાનની અંદર ‘સચિન તેંડુલકર’ નામનું તોફાન આવ્યું, જેણે ઓસ્ટ્રેલિયાની આખી ટીમને ઉડાવી દીધી.

Desert Strom Innings

Desert Strom Innings

એક બોલથી નાક તૂંટ્યું પણ મેદાન ન છોડ્યું

24 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય રહેલા સચિન તેંડુલકરે પોતાના કરિયરમાં લગભગ દરેક સપના પૂરા કર્યા. જેમ તે રમતની પૂજા કરતો હતો તેમ આજે તેની પૂજા થાય છે કારણ કે તેણે રમતને ઘણું બધું આપ્યું હતું. સચિન તેંડુલકરે નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેની સામે તે સમયના દિગ્ગજ ઝડપી બોલરો હતા. પાકિસ્તાનના ફાસ્ટ બોલર વકાર યુનિસનો એક બોલ તેના નાકમાં વાગ્યો હતો અને તેને લોહી નીકળવા લાગ્યું હતું, પરંતુ સચિને મેદાન છોડ્યું નહીં. આ મહાન ક્રિકેટર અને મહાન યોદ્ધાની નિશાની છે કે તે કોઈ પણ સંજોગોમાં વિરોધનો સામનો કરે છે.

sachin tendulkar broke nose

sachin tendulkar broke nose

ODI માં છે રનનના શિખર પર

ભલે સચિન તેંડુલકરે 15 નવેમ્બર 1989ના રોજ પાકિસ્તાન સામે રમાયેલી તેની ડેબ્યૂ મેચમાં 15 રન બનાવ્યા હતા, પરંતુ તે 15 રનમાં તેનું સમર્પણ પણ સામેલ હતું. આ સમર્પણ આગામી 24 વર્ષ સુધી તેની બેટિંગમાં દેખાઈ રહ્યું હતું. એક સમય એવો આવ્યો જ્યારે દુનિયામાં તેમનાથી મોટો કોઈ ક્રિકેટર નહોતો. સચિન માટે દરેક મેચ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડથી ભરેલી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો અને ODIમાં પણ રનના શિખર પર પહોંચ્યો, જ્યાં તે આજે પણ ઉભો છે. તેણે એક દાયકા કરતા પણ વધુ સમય પહેલા નિવૃત્તિ લીધી હતી, પરંતુ આજે પણ ઘણા વર્લ્ડ રેકોર્ડ તેના નામે છે.

આ પણ વાંચો – CSK Vs LSG : સ્ટોઇનિસે લખનૌને અપાવી જીત, ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું

આ પણ વાંચો – CSKVsLSG: IPL માં ઇતિહાસ રચશે ધોની, અહીં સુધી પહોંચનારો પહેલો ખેલાડી બનશે

રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
By VIMAL PRAJAPATI
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
By Harsh Bhatt
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
By VIMAL PRAJAPATI
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
By Harsh Bhatt
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
By Vipul Sen
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
By Hiren Dave
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
By Aviraj Bagda
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં ‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે