Download Apps
Home » ICC New Rules : ક્રિકેટના નિયમોમાં એકવાર ફરી ICC એ કર્યો ફેરફાર

ICC New Rules : ક્રિકેટના નિયમોમાં એકવાર ફરી ICC એ કર્યો ફેરફાર

ICC New Rules : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ક્રિકેટમાં ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. જોકે, આ સંબંધમાં કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. જણાવી દઇએ કે, આ તમામ નિયમો નવ વર્ષ 2024 ની શરૂઆત સાથે લાગુ થઇ ગયા છે. આ નવા નિયમો આ વર્ષે IPL 2024 અને ત્યારબાદ જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં લાગુ કરવામાં આવશે. આ નિયમો 3 જાન્યુઆરીથી ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) ની સાથે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (PAK vs AUS) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં પણ લાગુ થયા છે. શું છે નવા નિયમો આવો જાણીએ આ અહેવાલમાં…

ક્રિકેટના બે નિયમોમાં ICC એ મોટા ફેરફાર કર્યા 

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સ્ટમ્પિંગ અને DRS સાથે સંબંધિત નિયોમાં ફેરફાર કર્યા છે. ઘણા ખેલાડીઓ લાંબા સમયથી આ નવા પ્લેઈંગ કંડિશન નિયમોમાં ફેરફાર વિશે વાત કરી રહ્યા હતા, જ્યારે ભૂતપૂર્વ ખેલાડીઓ પણ ઘણીવાર આ નિયમોમાં રહેલી ખામીઓને સુધારવાની વાત કરતા હતા, ત્યારબાદ હવે ICC એ તેમને ફેરફારો સાથે લાગુ કરી દીધા છે. નિયમોમાં આ સુધારા 12 ડિસેમ્બર, 2023થી અમલમાં આવ્યા છે. જો કોઈ ટીમ સ્ટમ્પ આઉટ (Stump Out) તપાસ દરમિયાન વિકેટ પાછળ કેચ માટે રેફરલ લેવા માંગે છે, તો તેણે અલગથી DRS લેવો પડશે. અમ્પાયર હવે સ્ટમ્પિંગ ચેક (Stumping Check) કરતી વખતે કેચ ચેક કરશે નહીં.

સ્ટમ્પિંગ અને DRS ના નિયમોમાં ફેરફાર

સૌથી મોટો નિયમ જે બદલાયો છે તે સ્ટમ્પિંગ અને ત્યારપછીના અમ્પાયર રિવ્યૂ (Umpire Review)ને લગતો છે. ઘણીવાર તમે જોયું હશે કે સ્ટમ્પિંગની સાથે એ પણ ચેક કરવામાં આવતું હતું કે બોલ બેટ સાથે અથડાય (Touch) થાય છે કે નહીં. ઘણીવાર આ દરમિયાન ટીમોનું DRS બચી જતું હતું. આ અંગે વિકેટકીપરોએ ચાલાકીઓ કરવાનું શરૂ કર્યું હતું. તે DRS લીધા વિના કેચ ચેક કરવા માટે જાણી જોઈને સ્ટમ્પિંગ માટે વારંવાર બોલાવતા હતા જેથી ફિલ્ડ અમ્પાયર થર્ડ અમ્પાયર પાસે જાય. પરંતુ હવે આ નિયમ બદલાઈ ગયો છે. હવે જો થર્ડ અમ્પાયર સ્ટમ્પિંગનો રિવ્યૂ કરશે તો માત્ર સ્ટમ્પિંગની તપાસ થશે કેચ આઉટની નહીં. જો ફિલ્ડિંગ ટીમે કેચ ચેક કરવા હોય તો DRS અલગથી લેવો પડશે.

આ નિયમોમાં પણ કરવામાં આવ્યો ફેરફારો

આ સિવાય આઈસીસીએ હવે મેદાન પરની ઈજા દરમિયાન રમતને રોકવા માટે એક સમય મર્યાદા પણ નક્કી કરી છે, જેમાં જો કોઈ ખેલાડી મેદાન પર ઈજાગ્રસ્ત થાય છે તો રમત માત્ર 4 મિનિટ માટે જ રોકી શકાય છે. આ સિવાય હવે થર્ડ અમ્પાયર (Third Umpire) ને ફ્રન્ટ ફૂટ સિવાય તમામ પ્રકારના નો-બોલની તપાસ કરવાની સત્તા હશે. બીજી તરફ, જો કોઈ ખેલાડી કંકશનને કારણે મેચમાં બોલરને બદલે છે, અને જો તે બોલરને કંકશન પહેલા અમ્પાયર દ્વારા બોલિંગ કરવાથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય, તો તે બદલનાર ખેલાડી પણ બોલિંગ કરી શકશે નહીં.

આ પણ વાંચો – Smriti Mandhana એ T20I માં 3000 રન બનાવનાર બીજી ભારતીય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક