Download Apps
Home » IPL 2024 : પડતા પર પાટું, ગ્લેન મેક્સવેલે છોડ્યો RCB નો સાથ

IPL 2024 : પડતા પર પાટું, ગ્લેન મેક્સવેલે છોડ્યો RCB નો સાથ

IPL 2024 ની સીઝનમાં પણ RCB નું ખરાબ ફોર્મ યથાવત છે. ફેન્સ છેલ્લા 17 વર્ષોથી RCB ને સપોર્ટ કરી રહ્યા છે અને તેઓ ઇચ્છી રહ્યા છે કે તેમની ફેવરિટ ટીમ એકવાર IPL ની ટ્રોફી જીતે પણ આ સપનું તેમનું આ સીઝનમાં પણ સપનું બનીને જ રહેશે. ચાલુ ટૂર્નામેન્ટમાં RCB ની સ્થિતિ સૌથી ખરાબ છે, તે હાલમાં પોઈન્ટ્સ ટેબલ (Points Table) પર સૌથી બોટમ (10 નંબર) પર છે. આ વચ્ચે RCB માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. તેમનો સૌથી ખાસ અને તોફાની બેટ્સમેન ગ્લેન મેક્સવેલે (Glenn Maxwell) RCB ને અલવિદા કહી દીધું છે. આવો જાણીએ શું છે કારણ…

મેક્સવેલે છોડી RCB!

RCB ના સૌથી તોફાની બેટ્સમેન ગ્લેન મેક્સવેલે RCB ને છોડી દીધું છે. મળતી માહિતી અનુસાર, તેણે IPL 2024 માંથી અનિશ્ચિત સમય માટે અંતર બનાવી દીધું છે. જોકે, તેનું આ સીઝનમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. તેણે આ વખતે RCB તરફથી રમતા પોતાની 6 ઇનિંગમં માત્ર 5.33 ની એવરેજથી 32 રન જ બનાવ્યા હતા. પણ મેક્સવેલ વિશે કહેવાય છે કે, તે કોઇ પણ સમયે મેચનું પરિણામ બદલવાની ક્ષમતા ધરાવે છે. આ ગત વર્લ્ડ કપમાં દુનિયાએ જોયું હતું. જ્યા તેણે પોતાના બેટિંગનો દમખમ બતાવ્યો હતો. તેણે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં એક એવી ઇનિંગ રમી હતી જે આવતા ઘણા વર્ષો સુધી યાદ રહેશે. તેણે આ મેચમાં બેવડી સદી ફટકારી પોતાની ટીમને જીત અપાવી હતી. જો આપણે IPL 2024 ની વાત કરીએ તો તેને મુંબઈ સામે રમતા ઈજા થઇ હતી. તેણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને કહ્યું છે કે તે માનસિક અને શારીરિક થાકને કારણે IPL 2024માંથી ખસી ગયો છે. જો કે, તેણે કહ્યું છે કે જો તે માનસિક અને શારીરિક થાકમાંથી ઝડપથી બહાર આવશે તો તે IPL 2024ના બાકીના ભાગ માટે ટીમમાં પરત ફરી શકે છે.

ચાલુ સીઝનમાં ખરાબ ફોર્મ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2024ની સાતમી મેચમાં ગ્લેન મેક્સવેલને તક આપી ન હતી. તે ફિટ હોવા છતાં ખરાબ પ્રદર્શનને કારણે તેની પસંદગી કરવામાં આવી ન હતી. તેની પાછળનું કારણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેઓ આ T20 ટૂર્નામેન્ટની પ્રથમ 6 મેચમાં સારું પ્રદર્શન કરી શક્યા નથી. જો કે, તેણે પોતે પસંદગી થવાનો ઇનકાર કર્યો હતો. 6 ઇનિંગ્સમાં તેના બેટમાંથી માત્ર 32 રન આવ્યા હતા, જેમાં તે ત્રણ વખત ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. તેણે ચાર વિકેટ પણ લીધી હતી. તે એક પણ ઇનિંગ્સમાં લયમાં જોવા મળ્યો ન હતો. મેચ પછી, ગ્લેન મેક્સવેલે પુષ્ટિ કરી કે તેણે સનરાઇઝર્સની મેચ પહેલા બહાર રહેવાની વિનંતી કરી હતી કારણ કે તેને લાગ્યું હતું કે તે “સકારાત્મક રીતે યોગદાન આપી રહ્યો નથી.” તેણે કહ્યું, “પહેલી કેટલીક રમતો વ્યક્તિગત રીતે મારા માટે સારી ન હતી, તે ખૂબ જ સરળ નિર્ણય હતો.” “હું છેલ્લી મેચમાં (RCB કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ) અને કોચ પાસે ગયો હતો અને કહ્યું હતું કે કદાચ કોઈ બીજાને અજમાવવાનો સમય આવી ગયો છે,” મેક્સીએ કહ્યું, “હું પહેલા પણ આવી સ્થિતિમાં હતો, જ્યાં તમે રમવાનું ચાલુ રાખી શકો. હવે છે તમારે પોતાને માનસિક અને શારીરિક આરામ આપવાનો શ્રેષ્ઠ સમય છે.”

ગ્લેન મેક્સવેલની ઈજા પર મોટું અપડેટ

મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચ દરમિયાન ગ્લેન મેક્સવેલને અંગૂઠામાં ઈજા થઈ હતી. આ પછી તે કેટલાક સ્કેન માટે પણ ગયો, RCB ટીમના ડિરેક્ટર મો બોબટે તાજેતરમાં આ વાતની પુષ્ટિ કરી. મો બોબટે ગ્લેન મેક્સવેલની ઈજા અંગે પણ મોટું અપડેટ આપ્યું છે. મો બોબટે કહ્યું કે તે અત્યારે ઠીક છે. તેથી, ઈજાની કોઈ ચિંતા નથી. આ પછી માનવામાં આવી રહ્યું છે કે ગ્લેન મેક્સવેલ આગામી મેચમાં રમતા જોવા મળી શકશે પણ તે SRH સામે ન દેખાતા ઘણી ચર્ચાઓ વહેતી થઇ હતી.

આ પણ વાંચો – RCB VS SRH : SRH નો 25 રને ધમાકેદાર વિજય, RCB ના ભાગ્યમાં ક્યારે આવશે જીત?

આ પણ વાંચો – RCB vs SRH : ટ્રેવિસ હેડે ફટકારી માત્ર 39 બોલમાં Century, ફેન્સને જોવા મળ્યો ચોક્કા-છક્કાનો વરસાદ

ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
By Aviraj Bagda
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
By Harsh Bhatt
હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા!
હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા!
By Aviraj Bagda
ઓનલાઇન ખરીદી કરતા પહેલા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન
ઓનલાઇન ખરીદી કરતા પહેલા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન
By VIMAL PRAJAPATI
દૂધ બની શકે છે ઝેર કરતાં પણ વધારે ઝેરી, આ વાતનું રાખો ખાસ ધ્યાન
દૂધ બની શકે છે ઝેર કરતાં પણ વધારે ઝેરી, આ વાતનું રાખો ખાસ ધ્યાન
By Harsh Bhatt
T20 વર્લ્ડ કપમાં આ ભારતીય ખેલાડી USA તરફથી રમશે
T20 વર્લ્ડ કપમાં આ ભારતીય ખેલાડી USA તરફથી રમશે
By Hardik Shah
Bajaj લાવી રહી છે વિશ્વની પહેલી CNG Bike
Bajaj લાવી રહી છે વિશ્વની પહેલી CNG Bike
By Hardik Shah
‘પ્યાર કા પંચનામા’ એક્ટ્રેસ Sonnalli Seygall ની હૉટ અને બોલ્ડનેસ તસવીરોએ મચાવી ધૂમ
‘પ્યાર કા પંચનામા’ એક્ટ્રેસ Sonnalli Seygall ની હૉટ અને બોલ્ડનેસ તસવીરોએ મચાવી ધૂમ
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા! ઓનલાઇન ખરીદી કરતા પહેલા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન દૂધ બની શકે છે ઝેર કરતાં પણ વધારે ઝેરી, આ વાતનું રાખો ખાસ ધ્યાન T20 વર્લ્ડ કપમાં આ ભારતીય ખેલાડી USA તરફથી રમશે Bajaj લાવી રહી છે વિશ્વની પહેલી CNG Bike ‘પ્યાર કા પંચનામા’ એક્ટ્રેસ Sonnalli Seygall ની હૉટ અને બોલ્ડનેસ તસવીરોએ મચાવી ધૂમ