PLમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ટક્કર થશે. આ સિઝનમાં અત્યાર સુધી લખનૌની ટીમ તેની આઠમાંથી પાંચ મેચ જીતી ચૂકી છે. આ સાથે જ બેંગલોરની ટીમને આઠમાંથી ચાર જીત મળી છે. બંને ટીમોનું પ્રદર્શન અત્યાર સુધી લગભગ સમાન રહ્યું છે. આવી સ્થિતિમાં આજની મેચમાં પણ બરાબરીનો મુકાબલો જોવા મળશે.
આ બંને ટીમો આ સિઝનમાં અગાઉ પણ આમને-સામને રહી ચૂકી છે. 10 એપ્રિલે રમાયેલી મેચમાં લખનૌએ RCB સામે છેલ્લા બોલે 213 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. લખનૌએ એક વિકેટથી આ રોમાંચક જીત નોંધાવી હતી.
લખનૌની પિચ રિપોર્ટ
લખનૌના અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમની પીચ બોલરોને વધુ મદદગાર રહી છે. અહીં આ સિઝનમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો સરેરાશ સ્કોર માત્ર 152 રહ્યો છે. આઈપીએલના અન્ય તમામ સ્થળોની સરખામણીએ આ પીચ પર સૌથી ઓછા રન બનાવવામાં આવી રહ્યા છે. આજની મેચમાં પણ પિચમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. પિચ ધીમી હશે અને સ્પિનરોને અહીં સારો ટર્ન મળશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (પ્રથમ બેટિંગ): વિરાટ કોહલી (કેપ્ટન), ફાફ ડુપ્લેસીસ, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વનિન્દુ હસરંગા, વિજયકુમાર વૈશાક, જોસ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ.
ઈમ્પેક્ટ પ્લેયરઃ હર્ષલ પટેલ-ફાફ ડુપ્લેસીસ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (પ્રથમ બોલિંગ): વિરાટ કોહલી (કેપ્ટન), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વનિન્દુ હસરંગા, વિજયકુમાર વૈશાક, જોસ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ.
ઈમ્પેક્ટ પ્લેયરઃ ફાફ ડુપ્લેસીસ-હર્ષલ પટેલ
લખનઉ સુપર જાયન્ટ્સ (પ્રથમ બેટિંગ): કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, આયુષ બદાઉની, માર્કસ સ્ટોઈનીસ/ક્વિન્ટન ડિકોક, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, દીપક હુડા, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, યશ ઠાકુર.
ઈમ્પેક્ટ પ્લેયર્સ: અમિત મિશ્રા-કાઈલ મેયર્સ
લખનૌ સુપર જાયન્ટ્સ (પ્રથમ બોલિંગ): કેએલ રાહુલ (કેપ્ટન), આયુષ બદૌની, માર્કસ સ્ટોઇનિસ/ક્વિન્ટન ડિકોક, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, દીપક હુડા, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, યશ ઠાકુર, અમિત મિશ્રા.
ઈમ્પેક્ટ પ્લેયર્સ: કાયલ મેયર્સઅમિત મિશ્રા
આ પણ વાંચો- IPL ની 40 મી મેચમાં દિલ્હીની 9 રને હાર બાદ પોઈન્ટ ટેબલમાં થયો મોટો ફેરફાર, જાણો નવી યાદી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ