Download Apps
Home » યશસ્વી જયસ્વાલ બન્યો સૌથી નાની વયે T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં અડધી સદી ફટકાનાર ભારતીય ઓપનર

યશસ્વી જયસ્વાલ બન્યો સૌથી નાની વયે T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં અડધી સદી ફટકાનાર ભારતીય ઓપનર

ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઈતિહાસ રચી દીધો છે. યશસ્વી જયસ્વાલે ભારતના વર્તમાન કેપ્ટન અને ઓપનર રોહિત શર્માનો એક શાનદાર રેકોર્ડ તોડ્યો છે. રોહિત શર્માના 14 વર્ષ જૂના સુપર રેકોર્ડને તોડવાનું કામ યશસ્વી જયસ્વાલે કર્યું છે. તમને જણાવી દઈએ કે, 12 ઓગસ્ટ શનિવારના રોજ જ્યારે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 સીરીઝની કરો યા મરો મેચ રમી રહી હતી, ત્યારે યશસ્વી જયસ્વાલે અણનમ 84 રન બનાવીને ભારતને પોતાના દમ પર જીત અપાવી હતી. યશસ્વી જયસ્વાલને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20 ઈન્ટરનેશનલ મેચમાં યશસ્વી જયસ્વાલે અણનમ 84 રનની ઇનિંગ રમીને ભારતના વર્તમાન કેપ્ટન અને ઓપનર રોહિત શર્માનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. યશસ્વી જયસ્વાલ હવે T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં અડધી સદી ફટકારનાર ભારતનો સૌથી યુવા ઓપનર બની ગયો છે. યશસ્વી જયસ્વાલે 21 વર્ષ અને 227 દિવસની ઉંમરમાં આ કારનામું કર્યું છે.

રોહિત શર્માનો 14 વર્ષ જૂનો સુપર રેકોર્ડ તોડ્યો

યશસ્વી જયસ્વાલે આ સાથે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. 22 વર્ષ અને 41 દિવસની ઉંમરમાં રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ઓપનર તરીકે રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્માએ વર્ષ 2009માં આયરલેન્ડ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. ઈશાન કિશને 22 વર્ષ અને 41 દિવસની ઉંમરે વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામે T20 ઈન્ટરનેશનલ અડધી સદી ફટકારી હતી.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં તે હિટ સાબિત થઈ હતી

યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું જેમાં તે હિટ સાબિત થયો હતો. ગયા મહિને તેની ટેસ્ટ ડેબ્યૂમાં યશસ્વી જયસ્વાલે 177 રનની યાદગાર ઈનિંગ રમી હતી અને ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામે ઈનિંગ અને 141 રનથી જીત અપાવવામાં મદદ કરી હતી. શનિવાર, 12 ઓગસ્ટના રોજ, જ્યારે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે T20 શ્રેણીની કરો યા મરો મેચ રમી રહી હતી, ત્યારે યશસ્વી જયસ્વાલે અણનમ 84 રનની ઈનિંગ રમીને ભારતને પોતાના દમ પર જીત અપાવી હતી. યશસ્વી જયસ્વાલને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.

કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ
કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ અવકાશના અનંતકાય રહસ્યોથી ભરપૂર બ્લેક હોલ વિશે…
ચાલો જાણીએ અવકાશના અનંતકાય રહસ્યોથી ભરપૂર બ્લેક હોલ વિશે…
By VIMAL PRAJAPATI
યુજવેન્દ્ર ચહલ બનયો ભારતનો NO.1  T20 બોલર, કોઈ બોલર આસ પાસ પણ નહીં
યુજવેન્દ્ર ચહલ બનયો ભારતનો NO.1 T20 બોલર, કોઈ બોલર આસ પાસ પણ નહીં
By Harsh Bhatt
ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બ્રેકફાસ્ટમાં ઉમેરો આ ખાસ FOODS
ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બ્રેકફાસ્ટમાં ઉમેરો આ ખાસ FOODS
By Harsh Bhatt
IPL માં સૌથી વધુ વખત 200+ રન બનાવવાવાળી ટીમની યાદી
IPL માં સૌથી વધુ વખત 200+ રન બનાવવાવાળી ટીમની યાદી
By Hardik Shah
આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો
આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો
By Hardik Shah
IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય!
IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય!
By Harsh Bhatt
Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો
Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
કિશમિશનું પાણી પીવાના છે અનેક ચમત્કારી ફાયદા, ચાલો જાણીએ ચાલો જાણીએ અવકાશના અનંતકાય રહસ્યોથી ભરપૂર બ્લેક હોલ વિશે… યુજવેન્દ્ર ચહલ બનયો ભારતનો NO.1 T20 બોલર, કોઈ બોલર આસ પાસ પણ નહીં ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બ્રેકફાસ્ટમાં ઉમેરો આ ખાસ FOODS IPL માં સૌથી વધુ વખત 200+ રન બનાવવાવાળી ટીમની યાદી આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય! Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો