Home » અભિષેકને મળ્યો મોટો પ્રોજેક્ટ? આ ડાયરેક્ટરની ફિલ્મમાં જુનિયર બચ્ચન કરશે કામ
અભિષેકને મળ્યો મોટો પ્રોજેક્ટ? આ ડાયરેક્ટરની ફિલ્મમાં જુનિયર બચ્ચન કરશે કામ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
88
શૂજીત સરકાર (sujit sarkar)ની ગણતરી બોલિવૂડના શ્રેષ્ઠ નિર્દેશકો (DIRECTOR)માં થાય છે. તેમણે અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. શૂજિતે અમિતાભ બચ્ચન સાથે પણ ઘણું કામ કર્યું છે. હવે એવા અહેવાલ છે કે તે ટૂંક સમયમાં બિગ બીના દીકરા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. શૂજિતે અમિતાભ સાથે ‘પીકુ’ અને ‘ગુલાબો સિતાબો’ જેવી ફિલ્મો બનાવી છે. પિંક ફિલ્મ પણ શૂજિતે લખી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાત કરીએ તો શૂજીત સરકાર અને અભિષેક બચ્ચન લાંબા સમયથી એક પ્રોજેક્ટ પર ચર્ચા કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મનું શૂટિંગ આ વર્ષે મેની આસપાસ શરૂ થવાની શક્યતા છે. રોની લાહિરી આ પ્રોજેક્ટનું નિર્માણ કરશે.
જણાવી દઈએ કે, અભિષેક 2022માં ‘દાસવી’ અને ‘બ્રેથ ઇન ધ શેડોઝ’ની બીજી સીઝનમાં જોવા મળ્યો હતો. તે ટૂંક સમયમાં આર બાલ્કીની ફિલ્મ ‘ઘૂમર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ક્રિકેટ કોચની ભૂમિકામાં છે. વળી, સયામી ખેર આ ફિલ્મમાં ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં શબાના આઝમી અને અંગદ બેદી પણ છે. મળતી માહિતી મુજબ, ‘ઘૂમર’માં અમિતાભ બચ્ચન પણ ખાસ ભૂમિકામાં જોવા મળશે.
જો અહેવાલોનું માનીએ તો, અભિષેક અજય દેવગણની આગામી દિગ્દર્શિત ફિલ્મ ‘ભોલા’માં પણ ખાસ ભૂમિકામાં છે, જે ‘કૈથી’ની હિન્દી રિમેક છે. શૂજિતની વાત કરીએ તો તેમના નિર્દેશનમાં બનેલી છેલ્લી ફિલ્મ ‘સરદાર ઉધમ’ હતી. આ ફિલ્મમાં વિકી કૌશલ લીડ રોલમાં હતો. OTT પર રિલીઝ થયેલી આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી હતી.
ઉલ્લેખનીય છે કે, બિગ બી અને અભિષેકે પા, બંટી ઔર બબલી અને સરકાર સહિત અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અગાઉ પિંકવિલા સાથેની વાતચીતમાં, જ્યારે અભિષેકને પૂછવામાં આવ્યું કે શું તેના ચાહકો પિતા-પુત્રની જોડી ટૂંક સમયમાં પડદે જોવાની આશા રાખી શકે છે, ત્યારે ગુરુ અભિનેતાએ કહ્યું હતું કે તે તેના પિતા સાથે કામ કરવા માંગે છે. તે લાંબા સમયથી બાકી છે. “મને તેમની સાથે ફરી કામ કરવાનું ગમશે. છેલ્લી વખત અમે 2009માં સાથે કામ કર્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા
By Hardik Shah
આલિયા ભટ્ટ બીજી વખત Deepfake નો શિકાર બની, આ સેલેબના વીડિયોથી અભિનેત્રીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો…
By Dhruv Parmar
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject