Home » 1 હજાર રૂપિયામાં 1 વર્ષ BRTSમાં અનલિમિટેડ મુસાફરી, જાણો રાજ્યના કયા શહેરમાં કોને મળવા જઇ રહ્યો છે આ લાભ
1 હજાર રૂપિયામાં 1 વર્ષ BRTSમાં અનલિમિટેડ મુસાફરી, જાણો રાજ્યના કયા શહેરમાં કોને મળવા જઇ રહ્યો છે આ લાભ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
149
સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા પહેલી એપ્રિલથી મહિલાઓને એક મોટી ભેટ આપવામાં આવી રહી છે. સુરત શહેર સીટી અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરતી મહિલાઓને સરળ પાસ યોજનાનો લાભ પહેલી એપ્રિલ થી મળવા માટે જઈ રહ્યો છે. મહિલાઓને સરલ પાસ યોજનાનો કઈ રીતે લાભ મળશે અને શું મળશે? આવો જ જોઈએ
સુરત શહેરમાં ચાલતી સીટી અને બીઆરટીએસ બસ સેવામાં રોજિંદા અઢી લાખથી વધુ લોકો મુસાફરી કરે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી સિનિયર સિટીઝન અને વિદ્યાર્થીઓ માટે સરળ પાસ સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે એક એપ્રિલ 2023 થી મહિલાઓ માટે પણ સરળ પાસ યોજનાની શરૂઆત કરવામાં આવનાર છે. આ પાસ યોજના અંતર્ગત મહિલાઓને 1000 રૂપિયામાં એક વર્ષનો સરળ પાસ આપવામાં આવશે. જેમાં મહિલાઓ અસંખ્ય વખત સીટી અને બીઆરટીએસ બસમાં સુરત શહેર હદ વિસ્તારમાં મુસાફરી કરી શકશે. સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવનાર આ યોજનાનો લાભ રોજિંદી અવર-જવર કરતી મહિલાઓ લેશે.
સુરતમાં મુસાફરી કરતી કેટલીક મહિલાઓ સાથે અમે વાતચીત કરી ત્યારે એવું જાણવા મળ્યું કે ઉદાહરણ તરીકે જો મહિલાઓ વરાછા થી અઠવાલાઇન સુધીની રોજિંદી મુસાફરી કરતી હોય તો આવવા અને જવાના મહિલાઓને રોજિંદા 30 રૂપિયાનો ખર્ચ થાય છે આમ જોવા જઈએ તો મહિને મહિલાઓને 800 થી 900 રૂપિયાનો ખર્ચ થતો હોય છે હવે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવનારી 1000 રૂપિયામાં આખા વર્ષની અનલિમિટેડ મુસાફરીની ઓફરથી મહિલાઓના એક વખતના ₹1,000 ની સામે દર મહિને ઓછામાં ઓછા 800 રૂપિયાની બચત થશે. મહિલાઓ પોતાના પગારમાંથી આ પ્રકારની બચત કરી શકશે તેનાથી મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ યોજનામાં મહિલાઓ લાભ લે એ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ રીતે મહિલાઓને જાગૃત કરવા માટેનું અભિયાન પણ ચલાવવામાં આવશે. જેથી કરીને એક એપ્રિલથી શરૂ થતી આ સુવિધા નો લાભ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉઠાવી શકે તે પ્રકારનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા સીટી બસ અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ માટે અનેક વખત કોઈકને કોઈ જાહેરાત કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે મહિલાઓનું આર્થિક ભારણ ઘટાડવા જે જાહેરાત કરાઇ છે, તેનાથી મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject