Home » WhatsApp યુઝર પર સાયબર એટેક, હેકરે વેચવા મુક્યો ડેટા
WhatsApp યુઝર પર સાયબર એટેક, હેકરે વેચવા મુક્યો ડેટા
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
130
વોટ્સએપ (WhatsApp ) યુઝર પર સૌથી મોટો સાયબર એટેક થયો છે. એક સમાચાર મુજબ વિશ્વભના 500 મિલિયન WhatsApp વપરાશકર્તાના ડેટા હેક કરાયો છે અને તેમાં 61.62 લાખ ભારતીય વોટ્સએપ યુઝરના ડેટા હેક થયા હોવાનું જણાવાઇ રહ્યું છે.
84 દેશોના નાગરીકોનો ડેટા
પ્રાપ્ત માહિતી મુજબ વિશ્વમાં કુલ 500 મિલિયન વોટ્સએપ યુઝર શિકાર બન્યા છે. હેકર્સ આ ડેટા હેક કરીને વેચવા મૂકી રહ્યા છે. 16 નવેમ્બરના ડેટામાં 84 દેશના નાગરિકોની માહિતી હોવાનું જણાવાઇ રહ્યું છે. હેકર્સ દેશ પ્રમાણે નંબરોની સિરીઝ બનાવી ડેટા વેચે છે. જે ડેટા હેક થયા છે તેમાં ઈજિપ્તના સૌથી વધારે છે અને ભારતનો ડેટા 25માં નંબરે છે. સ્ક્રેપિંગ ટેક્નિકથી ડેટા ચોર્યાનો નિષ્ણાંતોનું અનુમાન છે.
ભારતનો પણ સમાવેશ
વિશ્વભરના 500 મિલિયન WhatsApp વપરાશકર્તાઓના ફોન નંબર ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. હેકરે હેકિંગ કોમ્યુનિટી ફોરમ પર એક જાહેરાત પોસ્ટ કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે 487 મિલિયન વોટ્સએપ યુઝર્સના મોબાઈલ નંબર વેચી રહ્યો છે. હેકરે કહ્યું કે આ ડેટાબેઝમાં 84 અલગ-અલગ દેશોના વોટ્સએપ યુઝર્સના ફોન નંબર મોજૂદ છે. જે દેશોના યુઝર્સના મોબાઈલ નંબર વેચાણ માટે ઉપલબ્ધ છે તેમાં યુએસ, યુકે, રશિયા, ઈજિપ્ત, ઈટાલી, સાઉદી અરેબિયા તેમજ ભારતનો સમાવેશ થાય છે.
ઇ મેઇલ હેક થાય તો શું કરવુ
જો તમને સર્ચ રિઝલ્ટમાં ઈમેલ આઈડી લીક થઈ રહ્યું હોવાનું જણાય તો સૌથી પહેલા તમારા ઈમેલ આઈડીનો પાસવર્ડ બદલો. તમે એક મજબૂત પાસવર્ડ પસંદ કરો જે હેક કરવો મુશ્કેલ છે. બીજી તરફ, જો તમારો મોબાઈલ નંબર હેક થઈ ગયો છે, તો અજાણ્યા નંબર પરથી આવતા કોલ રિસિવ ન કરવું સારું રહેશે. એસએમએસમાં મોકલવામાં આવેલી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject