Dhirendra Shastri સામે હીપ્નોટાઇઝ કરીને નાણા પડાવવાનો હેમલ વિઠલાણીનો આરોપ
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. ગઈ કાલે રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. હવે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે એક અરજી દાખલ કરવામાં આવી છે. હેમલ વિઠલાણી નામના વ્યક્તિ દ્વારા પોલીસ કમિશનરને...
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. ગઈ કાલે રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. હવે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે એક અરજી દાખલ કરવામાં આવી છે. હેમલ વિઠલાણી નામના વ્યક્તિ દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. અરજીમાં બાબાએ હિપનોટાઇઝ કરીને ખિસ્સું ખાલી કરાવી નાખ્યું હોવાનો ઉલ્લેખ છે. અરજદારને હતું કે, કાર્યક્રમ પૂરો થયા પછી રૂપિયા પરત મળશે પણ કાર્યક્રમ પૂરો થયા બાદ પૈસા પરત ન મળતા અરજી કરવામાં આવી છે. રુપિયા ૧૩ હાજર આપી દીધા હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનરને બાબા પાસેથી રૂપિયા પરત કરાવે તેવી માંગ કરવામાં આવી છે
Advertisement