કોરોના ના કારણે છેલ્લા 2 વર્ષ દરમ્યાન સમગ્ર વિશ્વ માં વસતા ગુજરાતીઓ ખેલિયાઓ ગરબા-નવરાત્રીથી વંચિત રહ્યા હતા, ભારત જ્યારે વિશ્વગુરૂ તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાતની નવરાત્રીને જ્યારે યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે ત્યારે દેશ વિદેશમાં નવરાત્રીએ આ વખતે અનેરું આકર્ષણ જમાવ્યું છે
ત્યારે U.Kની વાત કરીએ તો વર્ષોથી લંડનમાં કચ્છી (Kutch) લેઉઆ પટેલ સમાજ અને કચ્છી સોશિયલ કલ્ચર સોસાયટી (Kutchi Social Culture Society)દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. શનિવાર રાત્રે કચ્છી લેઉઆ પટેલ કોમ્યુનિટી લંડન (London) દ્વારા જે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે તે યુરોપની સૌથી મોટી નવરાત્રી છે ત્યાં તમામ સમાજના ગુજરાતી ભાઈ-બહેનો ગરબાની રમઝટ બોલાવે છે